Music Studio 7ની કિંમત રૂપિયા 39,990 છે
Photo Credit: Samsung
Samsung Music Studio 5, Music Studio 7 સ્પીકર મોર્ડન ડિઝાઈન સાથે આવે છે .
સેમસંગે ભારતીય બજારમાં Music Studio 5 અને Music Studio 7 નામના નવા પ્રીમિયમ વાયરલેસ સ્પીકર લોન્ચ કર્યા છે . કંપનીનું કહેવું છે કે આ સ્પીકર માત્ર સારી સાઉન્ડ જ નહીં , પરંતુ આધુનિક ડિઝાઈનને કારણે ઘરની સજાવટ સાથે પણ સરળતાથી મેળ ખાય છે . બંને મોડલમાં સ્માર્ટ કનેક્ટિવિટી અને Dolby Atmos જેવી આધુનિક ઓડિયો ટેક્નોલોજી આપવામાં આવી છે . Samsung Music Studio 5, Music Studio 7 સ્પીકર મોર્ડન ડિઝાઈન સાથે આવે છે . તેની શરૂઆતની ઓફર કિંમત 24,900 રૂપિયાથી શરૂ થાય છે .
ભારતમાં Samsung Music Studio 5 ની કિંમત રૂપિયા 27,900 રાખવામાં આવી છે . જોકે લોન્ચ ઓફર હેઠળ તેને રૂપિયા 24,900માં ખરીદી શકાય છે . બીજી તરફ Music Studio 7ની કિંમત રૂપિયા 39,990 છે . બંને સ્પીકર સેમસંગના અધિકૃત સ્ટોર અને પસંદગીના રિટેલ ચેનલ્સ પરથી ખરીદી શકાય છે .
Music Studio 5 અને Music Studio 7 બંનેમાં પ્રીમિયમ ફિનિશ સાથે મોડર્ન ડિઝાઈન આપવામાં આવી છે . આ સ્પીકર સેમસંગના ટીવી અને સાઉન્ડબાર સાથે સરળતાથી કનેક્ટ થઈ શકે છે , જેથી હોમ એન્ટરટેઈનમેન્ટનો અનુભવ વધુ સારો બને છે .
Music Studio 7 કંપનીનું ફ્લેગશિપ મોડલ છે . તેમાં 3.1.1 ચેનલ ઓડિયો સિસ્ટમ આપવામાં આવી છે , જે વધુ સ્પષ્ટ અને આસપાસથી આવતો અવાજ અનુભવ આપે છે . તેમાં સ્પેશિયલ ઓડિયો અને Dolby Atmos સપોર્ટ પણ ઉપલબ્ધ છે , જેના કારણે ફિલ્મ , સંગીત અને ગેમિંગનો અનુભવ વધુ જીવંત બને છે .
આ ઉપરાંત સ્પીકરમાં Audio Lab Pattern Control ટેક્નોલોજી અને AI Dynamic Bass Control જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે . કંપનીનો દાવો છે કે આ ટેક્નોલોજી ઓછી ડિસ્ટોર્શન સાથે ઊંડો અને શક્તિશાળી બેસ આપે છે , જેથી દરેક પ્રકારનું સંગીત વધુ સ્પષ્ટ અને અસરકારક રીતે સાંભળવા મળે છે . નવા Music Studio સ્પીકર પ્રીમિયમ ડિઝાઈન અને ઉત્તમ સાઉન્ડ ક્વોલિટી ઈચ્છતા ગ્રાહકો માટે સારો વિકલ્પ બની શકે છે .
જાહેરાત
જાહેરાત
Google Reportedly Begins Rolling Out Android Backup Storage Policy Update
Telegram Gets New Rich Text Editor, Communities, and Ephemeral Bot Messages
Samsung's 'Back to School' Sale Brings Discounts on Galaxy S26 Series, Galaxy Book 6 Pro, Galaxy Tab S11 Ultra and More