Android 17 આધારિત Samsung One UI 9 માં મળશે નવા AI અને UI ફીચર્સ

Samsung ટૂંક સમયમાં Android 17 આધારિત One UI 9 અપડેટ રજૂ કરી શકે છે .

Android 17 આધારિત Samsung One UI 9 માં મળશે નવા AI અને UI ફીચર્સ

Photo Credit: Samsung

હાઇલાઇટ્સ
  • Samsung ટૂંક સમયમાં Android 17 આધારિત One UI 9 અપડેટ રજૂ કરવાની તૈયારીમા
  • હાલમાં One UI 9 નું બીટા વર્ઝન માત્ર Galaxy S26 સિરીઝ સુધી મર્યાદિત
  • નવી One UI 9માં સંપૂર્ણપણે નવી ડિઝાઈન જોવા નહીં મળે
જાહેરાત

Samsung ટૂંક સમયમાં Android 17 આધારિત  One UI 9 અપડેટ રજૂ કરવાની તૈયારીમાં છે . કંપનીએ હાલમાં પસંદગીના Galaxy સ્માર્ટફોન માટે બીટા પ્રોગ્રામ શરૂ કર્યું છે , જેના કારણે નવા ફીચર્સ અને ડિઝાઈનમાં થનારા ફેરફારોની પ્રથમ ઝલક સામે આવી છે . જોકે , કંપનીએ હજી સુધી સત્તાવાર રીતે ક્યા ડિવાઈસને આ અપડેટ મળશે તેની યાદી જાહેર કરી નથી .

રિપોર્ટસ મુજબ Samsung 22 જુલાઈ , 2026ના રોજ યોજાનારા Galaxy Unpacked ઇવેન્ટ દરમિયાન One UI 9ને રજૂ કરી  શકે છે . આ ઇવેન્ટમાં Galaxy Z  Fold 8 અને Galaxy Z Flip 8 પણ લોન્ચ થવાની શક્યતા છે , જેમાં આ નવું સોફ્ટવેર પ્રથમ વખત જોવા મળી શકે છે . ત્યારબાદ સપ્ટેમ્બર 2026થી જૂના Galaxy સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે સ્ટેબલ અપડેટ રોલઆઉટ શરૂ થવાની સંભાવના છે .

હાલમાં One UI 9 નું બીટા વર્ઝન માત્ર Galaxy S26 સિરીઝ સુધી મર્યાદિત છે . જોકે , Samsungની વર્તમાન સોફ્ટવેર અપડેટ પોલિસીને ધ્યાનમાં રાખીએ તો ભવિષ્યમાં Galaxy  S, Z, A, M અને F સિરીઝના અનેક મોડલને પણ આ અપડેટ મળી શકે છે . અંતિમ લિસ્ટ કંપનીની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે .

નવી  One UI 9માં સંપૂર્ણપણે નવી ડિઝાઈન જોવા નહીં મળે , કારણ કે કંપનીએ  One UI 8.5 માં જ મોટા ડિઝાઈન ફેરફારો રજૂ કર્યા હતા . તેમ છતાં નવા અપડેટમાં ઇન્ટરફેસને વધુ સ્મૂથ અને આધુનિક બનાવવા માટે અનેક વિઝ્યુઅલ સુધારાઓ સામેલ કરવામાં આવી શકે છે .

લિક્સ મુજબ  One UI 9માં વધુ જાડા " Brightness " અને Volume Sliders , કદ બદલી શકાય તેવા " Media Player Widgets ", " Album Art સાથે Waveform Animation" વધુ  " Liquid Glass UI Effects "  અને નવા Galaxy AI ફીચર્સ આપવામાં આવી શકે છે .

આ ઉપરાંત " Creative Studio " ને સિસ્ટમ એપ તરીકે ઇન્ટિગ્રેટ કરવામાં આવી શકે છે . Good Lock Home Up મોડયુલમાં મલ્ટી - ફિંગર જેસ્ચર સપોર્ટ ઉમેરાઈ શકે છે , જયારે Samsung Browserમાં નવું Ask AI ફીચર પણ મળવાની શક્યતા છે . નવા AI ટૂલ્સ અને સુધારેલા યુઝર અનુભવ સાથે  One UI 9 Samsung યુઝર્સ માટે મહત્વપૂર્ણ અપડેટ સાબિત થઈ શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »