આ ફોનની ખાસ વાત તેનું TFT 1.88 રિયર ડિસ્પ્લે છે
Photo Credit: Acer
Acer Sospiro A15માં રિયર ડિસ્પ્લે પણ આપવામાં આવ્યું છે .
Acer એ પોતાનો નવો Sospiro A15 સ્માર્ટફોન અમેરિકાના બજારમાં લોન્ચ કર્યો છે . ફોનમાં 64 મેગાપિક્સલનો AI કેમેરા , 120Hz રિફ્રેશ રેટવાળો ડિસ્પ્લે અને પાછળની તરફ અલગ ડિસ્પ્લે જેવી ખાસ સુવિધા આપવામાં આવી છે . આ ઉપરાંત તેમાં 5000mAhની બેટરી અને Android 16નું સપોર્ટ પણ મળે છે . ઓરેન્જ તથા બ્લૂ એમ બે કલર વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યો છે .
કંપનીએ હાલ Acer Sospiro A15ની કિંમત જાહેર કરી નથી . સ્માર્ટફોનને સત્તાવાર વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે અને તેને ઓરેન્જ તથા બ્લૂ એમ બે કલર વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યો છે . તેની કિંમતની જાહેરાત ટૂંક સમયમાં થવાની શક્યતા છે .
ફોનમાં 6.67 ઇંચની HD+ IPS ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે . તેમાં વોટરડ્રોપ નોચ ડિઝાઈન છે . ખાસ વાત એ છે કે ફોનની પાછળ 1.88 ઇંચની TFT ડિસ્પ્લે પણ આપવામાં આવી છે . આ સ્ક્રીન પર નોટિફિકેશન જોઈ શકાય છે , મ્યુઝિક કંટ્રોલ કરી શકાય છે અને મુખ્ય કેમેરાથી સેલ્ફી લેતી વખતે વ્યૂફાઈન્ડર તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે .
પરફોર્મન્સ માટે ફોનમાં Unisoc T6 15 ચિપસેટ આપવામાં આવ્યો છે . જોકે તેમાં 5G કનેક્ટિવિટી ઉપલબ્ધ નથી . સ્માર્ટફોનમાં 6GB RAM અને 128GB સ્ટોરેજ મળે છે . ઉપરાંત 14GB સુધી વર્ચ્યુઅલ RAM નો સપોર્ટ અને માઈક્રોએસડી કાર્ડ દ્રારા 1TB સુધી સ્ટોરેજ વધારવાની સુવિધા પણ આપવામાં આવી છે . ફોન Android 16 પર ચાલે છે .
ફોટોગ્રાફી માટે ફોનમાં 64MP નો AI મુખ્ય કેમેરા આપવામાં આવ્યો છે , જેની સાથે સેકન્ડરી સેન્સર અને LED ફ્લેશ પણ છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે આગળ 16MPનો કેમેરો આપવામાં આવ્યો છે .
Acer Sospiro A15માં 5000mAhની બેટરી આપવામાં આવી છે , જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . કનેક્ટિવિટી માટે Wi-Fi, Bluetooth 5.0, NFC, GPS, VoLTE, ViLTE, FM રેડિયો , USB Type-C અને 3.5mm હેડફોન જેક આપવામાં આવ્યા છે . ઉપરાંત ફોનને ધૂળ અને પાણીથી બચાવવા માટે IP64 રેટિંગ અને સુરક્ષા માટે સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે .
જાહેરાત
જાહેરાત