પબ્લિક Instagram ફોટોથી AI ઈમેજ બનાવતું Metaનું ફીચર હટાવાયું

પ્રાઈવસી અંગેના વિવાદ બાદ , મેટાએ તેના AI ટૂલ Muse Imageમાંથી તે સુવિધા દૂર કરી છે

પબ્લિક Instagram ફોટોથી AI ઈમેજ બનાવતું Metaનું ફીચર હટાવાયું

Photo Credit: Pexels/Brian Ramirez

પ્રાઈવસી અંગેના વિવાદ બાદ , મેટાએ Muse Image AI સુવિધા દૂર કરી .

હાઇલાઇટ્સ
  • Meta એ થોડા દિવસ પહેલાં " Muse Image " AI ટૂલમાં એક નવું ફીચર શરૂ
  • વિરોધ બાદ Meta એ હવે આ ફીચર સંપૂર્ણપણે બંધ કરી દીધું છે
  • પબ્લિક Instagram ધરાવતા તમામ યુઝર્સ આ ફીચરમાં આપમેળે સામેલ હતા
જાહેરાત

Meta એ થોડા દિવસ પહેલાં તેના " Muse Image " AI ટૂલમાં એક નવું ફીચર શરૂ કર્યું હતું . આ ફીચરની મદદથી કોઈપણ વ્યક્તિ પબ્લિક Instagram એકાઉન્ટ ધરાવતા યુઝરના ફોટાના આધારે AI ઈમેજ બનાવી શકતો હતો . તેના માટે માત્ર પ્રોમ્પટમાં તે Instagram એકાઉન્ટને ટેગ કરવું પૂરતું હતું .

આ ફીચર લોન્ચ થતાં જ સોશિયલ મીડિયા પર તેની ભારે ચર્ચા થઈ હતી . ઘણા લોકોએ પ્રાઈવસી અંગે ચિંતા વ્યક્ત કરી હતી . વધતા વિરોધ બાદ Meta એ હવે આ ફીચર સંપૂર્ણપણે બંધ કરી દીધું છે . જોકે ,  Muse Imageના અન્ય  AI ઈમેજ જનરેશન ફીચર્સ પહેલાની જેમ ઉપલબ્ધ રહેશે .

મેટાએ પોતાના અધિકૃત બ્લોગમાં જણાવ્યું છે કે આ ફિચરનો હેતુ લોકોને વધુ સર્જનાત્મક રીતે AIનો ઉપયોગ કરવાની તક આપવાનો હતો . સાથે જ યુઝર્સને તેમના પબ્લિક કન્ટેન્ટનો આ રીતે ઉપયોગ થઈ શકે કે નહીં તે નક્કી કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો . પરંતુ યુઝર્સ અને કેટલીક જાણીતી હસ્તીઓ તરફથી મળેલી ટીકા બાદ કંપનીએ માન્યું કે આ ફીચર  લોકોની અપેક્ષા મુજબ સાબિત થયું નથી .

વિવાદનું મુખ્ય કારણ એ હતું કે પબ્લિક Instagram ધરાવતા તમામ યુઝર્સ આ ફીચરમાં આપમેળે સામેલ હતા . જો કોઈ વ્યક્તિ પોતાની ફોટોનો AI માટે ઉપયોગ ન ઇચ્છતી હોય , તો તેને જાતે જ સેટિંગ્સમાં ફેરફાર કરવો પડતો હતો . ઉપરાંત , કોઈએ તેની AI ઈમેજ બનાવી હોય તો તેની જાણ પણ સંબંધિત યુઝરને કરવામાં આવતી નહોતી .

આ બાબતને લઈને ઘણા લોકોએ કહ્યું કે કોઈની સ્પષ્ટ મંજૂરી વગર તેની AI ઈમેજ બનાવવી યોગ્ય નથી અને તેનો ખોટો ઉપયોગ પણ થઈ શકે છે . જોકે , Meta એ 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ અને પ્રાઈવેટ Instagram એકાઉન્ટ્સને આ ફીચરથી બહાર રાખ્યા હતા .

ફીચર બંધ કરવાની સાથે Metaએ Instagramની સેટિંગ્સમાંથી " Allow people to reuse your content on Instagram and with AI features on Meta " નામનો વિકલ્પ પણ દૂર કરી દીધો છે . હાલ કંપનીએ માત્ર આ વિવાદિત ફીચર બંધ કર્યું છે , જયારે Muse Imageના અન્ય AI ફીચર્સ પહેલાની જેમ ઉપયોગ માટે ઉપલબ્ધ છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Acer Sospiro A15માં 5000mAh બેટરી અને Android 16 , જાણો તમામ ફીચર્સ
  2. પબ્લિક Instagram ફોટોથી AI ઈમેજ બનાવતું Metaનું ફીચર હટાવાયું
  3. Apple Siliconમાં મોટો ફેરફાર , M7 Ultra ચિપથી AI પર રહેશે ખાસ ફોક્સ
  4. YouTube પર Adsથી મળશે રાહત , DuckDuckGo એ લોન્ચ કર્યું બિલ્ટ - ઈન Ad Blocker
  5. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  6. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  7. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  8. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  9. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  10. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »