OpenAI એ 21 એપ્રિલના રોજ ChatGPT Images 2.0 રિલીઝ કર્યું
Photo Credit: OpenAI
ભારતીય યુઝર્સ માટે મીની મી વર્લ્ડ , સિનેમેટ્રિક પોટ્રેટ અને ચિબી સ્ટિકર પેક હતા .
OpenAIનું નવું ઇમેજ જનરેશન મોડેલ ChatGPT Images 2.0 હાલમાં ભારતમાં ખુબ જ ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે . આ ફીચરથી લોકો સરળતાથી ટેક્સ્ટ લખીને સુંદર અને રિયલ દેખાતી ઇમેજ બનાવી શકે છે . કંપનીના CEO Sam Altman એ બતાવ્યું છે કે ભારતીય યુઝર્સે આ મોડેલનો ખુબ જ ઉપયોગ કર્યો છે . તેમણે કહ્યું છે કે ભારતમાં અત્યાર સુધી 1 અબજથી પણ વધુ ઇમેજિસ જનરેટ થઈ ગઈ છે . આ સંખ્યાનો ખુબ જ મહત્વ છે કારણ કે આ ફીચર 21 એપ્રિલે જ લોન્ચ થયું હતું અને એક મહિનાથી ઓછા સમયમાં આ મોટો રેકોર્ડ બની ગયો છે .
OpenAI અનુસાર , ChatGPT Images 2.0 માટે ભારત દુનિયાનું સૌથી મોટું યુઝર માર્કેટ બની ગયું છે . એટલે કે વિશ્વમાં સૌથી વધુ લોકો ભારતમાં આ ફીચરનો ઉપયોગ કરી રહ્યા છે . આ નવા મોડેલમાં પહેલાની તુલનામાં ઘણી સુધારાઓ કરવામાં આવ્યા છે . હવે ઇમેજની ગુણવત્તા વધુ સારી મળે છે અને યુઝર જે પણ વિગત લખે છે તે વધુ સારી રીતે AI સમજીને ઇમેજ બનાવી શકે છે .
યુઝર્સ હવે બહુ લાંબા અને વિગતવાર પ્રોમ્પ્ટ લખે તો પણ મોડેલ તેને સરળતાથી સમજી લે છે . પહેલા ઘણી વખત AIથી કેટલીક વિગતો રહી જતી હતી , પરંતુ હવે પરિણામ વધુ ચોક્કસ અને રિયલ લાગે છે . ખાસ કરીને ટેક્સ્ટ લખવું , લાઇટિંગ સુધારવું અને અલગ અલગ લેયર્સને સારી રીતે બતાવવું વધુ સારું છે .
કંપનીએ કેટલાક ટ્રેન્ડિંગ પ્રોમ્પ્ટ્સ પણ શેર કર્યા છે જે સૌથી વધુ ઉપયોગમાં આવ્યા છે . તેમાં " Cinematic Portrait Collage " ખુબ જ લોકપ્રિય છે , જેમાં યુઝર્સના ફોટાને ફિલ્મી સ્ટાઈલમાં ભારતીય કપડાં અને સ્ટુડિયો લાઇટિંગ સાથે બનાવવામાં આવે છે . બીજું " Mini Me World " છે , જેમાં યુઝરના ફોટાનું 3D એનિમેટેડ વર્ઝન બનાવવામાં આવે છે અને તેને એક નાની દુનિયામાં બતાવવામાં આવે છે .
આ ઉપરાંત ઘણા લોકો આ મોડેલનો ઉપયોગ ફોટાની લાઇટિંગ સુધારવા , એનિમે સ્ટાઈલ ઇમેજ બનાવવા , જૂના ફોટા રિસ્ટોર કરવા , ચિબી સ્ટિકર્સ બનાવવા , ટ્રાવેલ કોલાજ અને મંગા કોમિક્સ બનાવવા માટે પણ કરી રહ્યા છે . ભારતના યુઝર્સે આ ટૂલને ખુબ જ ક્રિએટિવ રીતે ઉપયોગ કર્યો છે .
OpenAI એ પણ જણાવ્યું છે કે આ મોડેલ ઘણી બધી ભાષાઓને સપોર્ટ કરે છે , જેમાં હિન્દી , બંગાળી , ચાઈનીઝ , જાપાનીઝ અને કોરિયન જેવી ભાષાઓ સામેલ છે . આ કારણે અલગ અલગ દેશોના લોકો સરળતાથી તેનો ઉપયોગ કરી શકે છે અને પોતાના પ્રોમ્પ્ટ મુજબ ઇમેજ બનાવી શકે છે .
જાહેરાત
જાહેરાત