Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ

આ પાવરબેંક 200W નું આઉટપુટ આપે છે તે બિલ્ટ - ઈન કેબલ સાથે આવે છે

Ugreen PB728  પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ

Photo Credit: Ugreen

Ugreen PB728 200W પાવરબેંક મેં 25,000mAhની બેટરી આપવામાં આવી છે .

હાઇલાઇટ્સ
  • Ugreen એ ચીનમાં PB728 નામનું નવું 25,000mAh પાવરબેંક લોન્ચ કર્યું
  • આ પાવરબેંકમાં બે બિલ્ટ - ઈન USB - C કેબલ આપવામાં આવી
  • પાવરબેંકની આગળની બાજુએ નાનો કલર ડિસ્પ્લે આપવામાં આવ્યો
જાહેરાત

Ugreen એ ચીનમાં  PB728 નામનું નવું 25,000mAh પાવરબેંક લોન્ચ કર્યું છે . આ પાવરબેંક 25,000mAhની મોટી બેટરી સાથે આવે છે અને એક સાથે અનેક ડિવાઇસને ઝડપથી ચાર્જ કરી શકે છે . તેમાં 200W સુધીનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે . ખાસ વાત એ છે કે તેમાં બે USB Type-C કેબલ પહેલેથી જ જોડાયેલા છે , જેથી અલગથી કેબલ રાખવાની જરૂર રહેતી નથી .

કંપનીએ Ugreen PB728ની કિંમત 359 યુઆન ( આશરે 5,000 રૂપિયા ) રાખી છે . હાલમાં તે ચીનમાં કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર  વેચાણ માટે ઉપલબ્ધ છે .

આ પાવરબેંકમાં બે બિલ્ટ - ઈન USB - C કેબલ આપવામાં આવી છે . તેમાં એક 65 સેમી લાંબી રિટ્રેકટેબલ કેબલ ઉપરની તરફ આપવામાં આવી છે , જયારે બીજી 30 સેમી લાંબી કેબલ બાજુમાં છે , જેને કેરી સ્ટ્રેપ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે . ઉપરાંત તેમાં એક USB - C પોર્ટ અને એક USB - A પોર્ટ પણ આપવામાં આવ્યો છે , જેથી જરૂર પડે તો પોતાની કેબલનો પણ ઉપયોગ કરી શકાય .

પાવરબેંકની આગળની બાજુએ નાનો કલર ડિસ્પ્લે આપવામાં આવ્યો છે . તેમાં બેટરી કેટલી બાકી છે , ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની સ્પીડ જેવી માહિતી રિયલ - ટાઈમમાં જોઈ શકાય છે .

ચાર્જિંગની વાત કરીએ તો દરેક USB - C કેબલ દ્રારા 100W સુધીની પાવર મળે છે . જો બંને USB - C કેબલનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો કુલ 200W સુધીનું આઉટપુટ મળે છે . Xiaomi સ્માર્ટફોન માટે તેમાં MiPPS ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે , જે 90W સુધીની સ્પીડ આપે છે . જયારે USB - A પોર્ટ દ્રારા 33W સુધીનું ચાર્જિંગ મળી શકે છે .

આ પાવરબેંકને ચાર્જ કરવા માટે પણ 100W ઇનપુટ સપોર્ટ આપવામાં આવ્યો છે , જેથી તે ઓછા સમયમાં ચાર્જ થઈ જાય હે . તેનું વજન 623 ગ્રામ છે અને તેની બોડી PC તથા ABS  પ્લાસ્ટિકથી બનાવવામાં આવી છે . તેમાં ઓવરચાર્જ પ્રોટેક્શન , ટેમ્પરેચર મોનિટરિંગ સહિત અનેક સુરક્ષા ફીચર્સ આપવામાં આવ્યા છે . તેની 90Wh એનર્જી રેટિંગ હોવાથી તેને એરલાઈન મુસાફરી દરમિયાન પણ સાથે લઈ જવામાં કોઈ મુશ્કેલી નથી .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  2. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  3. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  4. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  5. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  6. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  7. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
  8. Moto G77 Powerની ભારતમાં એન્ટ્રી , Dimensity 6400 ચિપસેટ અને 120Hz ડિસ્પ્લે મળશે
  9. ઓછા ખર્ચે મનોરંજનનો આનંદ , Jio લાવ્યું રૂપિયા 55નું JioTV Pro Pack
  10. Oppo Reno 13 5G ખરીદવાની તક , Flipkart GOAT Saleમાં બેંક ઓફર સાથે મોટી બચત
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »