કંપનીએ સ્માર્ટ ગ્લાસીસ માટે " uCooling " નામનો માઈક્રો - ફેન અને ' Sycamore ' નામની અલ્ટ્રા - સ્લિમ સ્પીકર ટેક્નોલોજી રજૂ કરી છે .
Photo Credit: xMEMS Labs
જો કોઈ તમને કહે કે નખથી નાનો પંખો હોઈ શકે તો તમને કદાચ વિશ્વાસ નહીં આવે , પણ xMEMS Labsએ આ શક્ય કરી બતાવ્યું છે . કંપનીએ સ્માર્ટ ગ્લાસીસ માટે " uCooling " નામનો માઈક્રો - ફેન અને ' Sycamore ' નામની અલ્ટ્રા - સ્લિમ સ્પીકર ટેક્નોલોજી રજૂ કરી છે . આ બંને ટેક્નોલોજી સ્માર્ટ ગ્લાસીસનું વજન ઘટાડવા અને લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન થતી હીટની સમસ્યાનો ઉકેલ લાવવાનો દાવો કરે છે .
સપ્ટેમ્બરમાં થશે લોન્ચ ઇવેન્ટ :
xMEMS પોતાના પ્રોડક્ટ્સને " xMEMS Live Asia " સેમિનારમાં રજૂ કરશે . આ ઇવેન્ટ 16 સપ્ટેમ્બરે તાઇપેઇ અને 18 સપ્ટેમ્બરે શેનઝેનમાં યોજાશે . હાલમાં કંપનીએ આ ટેક્નોલોજીની માત્ર એક ઝલક રજૂ કરી છે . ઇવેન્ટમાં રસ ધરાવતા લોકો xMEMS Labsની વેબસાઈટ પર નોંધણી કરાવી શકે છે .
AI સ્માર્ટ ગ્લાસીસને વધુ સારો બનાવવાનો પ્રયાસ :
કંપનીનું માનવું છે કે ભવિષ્યમાં AI આધારિત સ્માર્ટ ગ્લાસીસ માહિતી મેળવવા અને વાત કરવાની રીત બદલી નાખશે . પરંતુ તેના માટે ગ્લાસીસ વજનમાં હળવા અને લાંબા સમય સુધી પહેરવા માટે આરામદાયક હોવા જરૂરી છે . ' Sycamore ' સ્પીકર્સ વજન ઘટાડવામાં મદદ કરશે , જયારે ' uCooling ' સિસ્ટમ ડિવાઈસમાંથી નીકળતી ગરમીને અસરકારક રીતે બહાર કાઢશે . એના કારણે સ્માર્ટ ગ્લાસીસ વધુ પાતળા અને ઉપયોગમાં આરામદાયક બની શકે છે .
નખના કદથી નાનો માઈક્રો-ફેન :
' uCooling ' એક 'સોલિડ - સ્ટેટ ' ફેન - ઓન - અ - ચિપ ' ટેક્નોલોજી છે , જેને સીધા સ્માર્ટ ગ્લાસીસ ફ્રેમમાં ફિટ કરી શકાય છે . કંપનીના જણાવ્યા મુજબ , આ સિસ્ટમ તાપમાનમાં 40 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે અને થર્મલ માર્જિનમાં લગભગ 70 ટકા સુધી વધારો કરે છે . એટલે લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન ગ્લાસીસ ઓછા ગરમ થાય .
1મીમીથી થોડું જાડું સ્પીકર :
xMEMSએ ગયા વર્ષે ' Sycamore ' રજૂ કર્યું હતું , જેને વિશ્વનો પહેલો સૌથી પાતળું , ફૂલ-રેન્જ-નિયર-ફિલ્ડ સ્પીકર માનવામાં આવે છે . તેની જાડાઈ માત્ર 1 મિલીમીટરથી થોડી વધુ છે . આ સ્પીકર્સ ખાસ કરીને સ્માર્ટ ગ્લાસીસ અને અન્ય વેરેબલ ડિવાઇસીસ માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે . કંપની હવે આવા AI સ્માર્ટ ગ્લાસીસને રજૂ કરવાની તૈયારીમાં છે , જેમાં ગ્લાસીસની દાંડીઓમાં Sycamore સ્પીકર્સ ફિટ કરવામાં આવ્યા છે . આ સ્પીકર્સ સ્પષ્ટ ઓડિયો , AI વાતચીત અને સારો મ્યુઝિક પ્લેબેકનો અનુભવ આપવાનો દાવો કરે છે .
સ્માર્ટ ગ્લાસીસની સમસ્યાઓનો ઉકેલ :
xMEMSની નવી ટેક્નોલોજી સ્માર્ટ ગ્લાસીસને વધુ હળવો અને આરામદાયક બનાવવામાં મદદરૂપ બની શકે છે . માઈક્રો - ફેન ગરમી ઘટાડશે , જયારે અલ્ટ્રા - સ્લિમ સ્પીકર્સ કુલ વજન ઓછું કરશે . જો કંપનીના દાવા સાચા સાબિત થાય , તો ભવિષ્યના AI સ્માર્ટ ગ્લાસીસ અત્યારના મોડલ્સ કરતાં વધુ આરામદાયક બની શકે છે .
જાહેરાત
જાહેરાત