Oppo K13 ફોન ભારતમાં જલ્દી જ થશે લોન્ચ, ફ્લિપકાર્ટ દ્વારા સમગ્ર દેશમાં થશે વેચાણ
ચાઇનીઝ ટેક કંપની Oppo દ્વારા K12 ફોનને મળેલા બહોળા પ્રમાણમાં મળેલા પ્રતિસાદ બાદ ભારતમાં લોન્ચ કરશે અપડેટેડ વર્ઝન K13 5G ફોન. આ હેન્ડસેટમાં ઝડપી ચાર્જિંગ સપોર્ટ સાથે સરળ ગેમિંગ અનુભવ અને લાંબી બેટરી લાઈફ મળશે. સાથે જ ફોનમાં Snapdragon 7 Gen 3 SoC સિસ્ટમ અને 5500mAhની બેટરી લાઈફ જોવા મળશે. 100Wના SuperVOOC ચાર્જિંગ સપોર્ટ સાથે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હેન્ડસેટમાં આવશે. સાથે જ ડસ્ટ અને વોટર સ્પ્લેશની સામે બચાવ માટે IP54-રેટેડ બિલ્ડ ક્વોલિટી જોવા મળશે. Oppo K13 5G મીડિયાટેક ડાયમેન્સિટી 8400 ચિપસેટથી સજ્જ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેનું વેચાણ ફ્લિપકાર્ટ દ્વારા સમગ્ર દેશમાં કરવામાં આવશે જેને લઈને ફ્લિપકાર્ટ દ્વારા એક માઇક્રોસાઇટ બનાવી છે. જેના દ્વારા સમગ્ર દેશમાં Oppo K13 5G હેન્ડસેટનું વેચાણ કરવામાં આવશે