પોકો M7 5G આવી ગયો! જાણો કિંમત, કેમેરા, બેટરી અને વધુ
પોકો M7 5G ભારતમાં લોન્ચ થયો છે, જેમાં સ્નેપડ્રેગન 4 Gen 2 SoC, 50MP ડ્યુઅલ રિયર કેમેરા અને 5,160mAh બેટરી છે. 6.88-ઇંચ 120Hz ડિસ્પ્લે અને IP52 રેટિંગ સાથે આ ફોન સેગમેન્ટમાં આકર્ષક વિકલ્પ છે. 6GB + 128GB મોડલની કિંમત ₹9,999 છે અને 8GB વેરિઅન્ટ ₹10,999 માં મળશે. ફ્લિપકાર્ટ પર 7 માર્ચથી વેચાણ શરૂ થશે. ફોન મિંટ ગ્રીન, ઓશન બ્લૂ અને સાટીન બ્લેક રંગમાં ઉપલબ્ધ છે. 33W ચાર્જર સાથે આવતા આ ફોનમાં 18W ચાર્જિંગ સપોર્ટ છે.