Alexa + માં આવ્યું નવું ફીચર , મિનિટોમાં તૈયાર થશે કસ્ટમ પોડકાસ્ટ 

Alexa Podcasts એપી , રોઈર્ટ્સ , ધ વોશિંગ્ટન પોસ્ટ , ટાઈમ અને ફોર્બ્સ સહિત 200થી વધુ અખબારોની માહિતીનો ઉપયોગ કરે છે 

Alexa + માં આવ્યું નવું ફીચર , મિનિટોમાં તૈયાર થશે કસ્ટમ પોડકાસ્ટ 

Photo Credit: Amazon

Alexa ઇકો શો અને Alexa એપને પુરા થયેલા એપિસોડ્સ મોકલે છે .

હાઇલાઇટ્સ
  • Alexa + માટે " Alexa Podcasts " નામની નવી AI સુવિધા
  • અમેરિકામાં Alexa + સબસ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી
  • સમાચાર , ટ્રાવેલ , અભ્યાસ તેમજ હોબી સંબંધિત માહિતી ઓડિયો ફોર્મેટમાં
જાહેરાત

અમેઝોનએ Alexa + માટે " Alexa Podcasts " નામની નવી AI સુવિધા રજૂ કરી છે . આ ફીચર યુઝર્સને માત્ર થોડા મિનિટોમાં કોઈપણ વિષય પર પોડકાસ્ટ - સ્ટાઈલ ઓડિયો એપિસોડ તૈયાર કરીને આપે છે . ખાસ વાત એ છે કે આ એપિસોડ AI દ્રારા બનાવાયેલા વર્ચ્યુઅલ હોસ્ટના અવાજમાં સાંભળવા મળે છે , જેથી યુઝર્સને ખરેખર પોડકાસ્ટ સાંભળવાનો  અનુભવ થાય છે .  આ ફીચર હાલમાં અમેરિકામાં ઉપલબ્ધ છે અને સમાચાર , ટ્રાવેલ , અભ્યાસ તેમજ હોબી સંબંધિત માહિતી ઓડિયો ફોર્મેટમાં સાંભળવાની સુવિધા આપે છે .

કંપની અનુસાર , યુઝર્સએ માત્ર કોઈ વિષય આપવાનો રહેશે . ત્યારબાદ  Alexa + તે વિષયને કવર કરતી રૂપરેખા તૈયાર કરે છે . યુઝર્સ ઈચ્છે તો એપિસોડમાં ક્યાં મુદ્દાઓ સામેલ કરવા , કેટલો સમય રાખવો અથવા કે ક્યા ભાગ પર વધુ ફોક્સ કરવો તે પણ નક્કી કરી શકે છે . અંતે AI તૈયાર કરેલો ઓડિયો એપિસોડ જનરેટ થઈ જાય છે  .

હાલમાં આ સુવિધા અમેરિકામાં  Alexa +  સબસ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે . એમેઝોન પ્રાઈમ મેમ્બર્સને  Alexa +  સેવા વધારાના ચાર્જ વગર  મળશે , જયારે અન્ય યુઝર્સ માટે તેની કિંમત દર મહિને 19.99 ડોલર એટલે કે અંદાજે રૂપિયા 1,900 રાખવામાં આવી છે .

કંપનીએ જણાવ્યું કે Alexa Podcasts 200થી વધુ ન્યુઝ અને મીડિયા સોર્સમાંથી માહિતી એકત્ર કરે છે . તેમાં Associated Press , Reuters , The Washington  Post , TIME , Forbes , Business Insider અને USA ટુડે જેવા જાણીતા પ્રકાશનો સમાવેશ થાય છે . આ ઉપરાંત અમેરિકા ભરના 200થી વધુ સ્થાનિક અખબારોની માહિતી પણ  તેમાં સામેલ થાય છે .

જયારે એપિસોડ તૈયાર થઈ જાય છે ત્યારે Alexa એપ અને સપોર્ટેડ Echo ડિવાઈસ પર નોટિફિકેશન મળે છે . યુઝર્સ તરત સાંભળી શકે છે અથવા પછીથી " Music  and More " વિભાગમાં સેવ કરેલા એપિસોડ્સ ઍક્સેસ કરી શકે છે .

આ ફિચરનો ઉપયોગ ડેઇલી ન્યુઝ , સ્પોર્ટ્સ અપડેટ , ટ્રાવેલ ગાઈડ , ભણવા માટે સમજૂતી વિડીયો , હોબી ટ્યુટોરિયલ્સ માટે થઈ શકે છે . Google NotebookLM  અને Gemini જેવી સેવાઓ પછી હવે Amazon પણ AI આધારિત ઓડિયો કન્ટેન્ટ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Alexa + માં આવ્યું નવું ફીચર , મિનિટોમાં તૈયાર થશે કસ્ટમ પોડકાસ્ટ 
  2. Moto G37  સિરીઝ ભારતમાં એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં એન્ટ્રી , 120Hz ડિસ્પ્લે સાથે આવ્યા નવા ફોન 
  3. Xiaomi લાવી રહ્યું છે નવી 17T સિરીઝ , 7000mAh બેટરી અને 120Hz ડિસ્પ્લે મળશે 
  4. Xiaomi લાવી રહ્યું છે નવો પાવરફુલ ફોન Redmi Turbo 5 , Amazon પર થશે ઉપલબ્ધ 
  5. મોટોરોલા એજ 70 પ્રો + ની એન્ટ્રી નજીક , નવા કલર ઓપ્શન અને ટેલિફોટો કેમેરાનો ખુલાસો 
  6. Motorola ના નવા Moto Buds 2  આવ્યા બજારમાં ,  Hi- Res Audio અને Bluetooth 6.0 સાથે 
  7. Amazon Fire TV Stick HD  ભારતમાં રૂપિયા 4,999માં લોન્ચ , 30% ઝડપી પરફોર્મન્સનો દાવો 
  8. મેટામાં ફરી મોટી છટણી , AI માટે 7 હજાર કર્મચારીઓ પર અસર 
  9. મેમરી ચિપ્સની અછત વચ્ચે અનેક સ્માર્ટફોન બ્રાન્ડ્સે વધારી કિંમતો 
  10. 8000mAh બેટરી અને 50MP Sony કેમેરા સાથે આવશે Realme 16T 5G
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »