ગ્રાહકોને આકર્ષવા Amazon Now ની મોટી તૈયારી , નવા શહેરોમાં થશે વિસ્તરણ

Amazon Now એ ગ્રાહકો માટે રૂપિયા 200 સુધીનું કેશબેક , મફત ડિલિવરી અને પ્લેટફોર્મ ફીમાં માફી જેવી ઓફર્સ રજૂ કરી છે

ગ્રાહકોને આકર્ષવા Amazon Now ની મોટી તૈયારી , નવા શહેરોમાં થશે વિસ્તરણ

Photo Credit: Amazon India

Amazon Now ગ્રાહકોને આકર્ષવા માટે નવી કેશબેક અને ફ્રી ડિલિવરી ઓફર કરી રહી છે

હાઇલાઇટ્સ
  • મે મહિનામાં Amazon Nowના દરેક ડાર્ક સ્ટોરમાંથી દરરોજ આશરે 600 થી 700
  • આગામી મહિનાઓમાં કવિક કોમર્સ માર્કેટમાં સ્પર્ધા વધુ તેજ બનશે
  • Amazon Now ગ્રાહકોને આકર્ષવા માટે કેશબેક , ડિસ્કાઉન્ટ અને ફ્રી ડિલિવરી
જાહેરાત

એમેઝોન પોતાની કવિક કોમર્સ સેવા Amazon Nowનો ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે . વધુ ગ્રાહકોને પોતાની સાથે જોડવા માટે કંપનીએ અનેક આકર્ષક કેશબેક અને ડિસ્કાઉન્ટ ઓફર્સ શરૂ કરી છે . હાલમાં ઘણા ગ્રાહકોને રૂપિયા 399 થી વધુની ખરીદી પર રૂપિયા 50 સુધી અને રૂપિયા 1,499થી વધુના ઓર્ડર પર રૂપિયા 200 સુધીનું કેશબેક મળી રહ્યું છે . નવા ગ્રાહકોને પ્રથમ ઓર્ડર પર , જો ખરીદી રૂપિયા 300 થી વધુ હોય , તો રૂપિયા 100 સુધીનું વધારાનું કેશબેક  પણ આપવામાં આવી રહ્યું છે . ઉપરાંત , ફ્રી ડિલિવરી અને પ્લેટફોર્મ ફીમાંથી પણ રાહત આપવામાં આવી રહી છે .

એક અહેવાલ મુજબ , એમેઝોનનો મુખ્ય હેતુ હાલ નફો કમાવવાનો નથી , પરંતુ વધુમાં વધુ નવા ગ્રાહકોને પોતાની સેવા સાથે જોડવાનો છે . ઉધોગના નિષ્ણાંતોનું કહેવું છે કે કંપનીની મજબૂત નાણાકીય સ્થિતિને કારણે તે લાંબા સમય સુધી આ ક્ષેત્રમાં મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે . તેના કારણે Blinkit , Swiggy, Instamart અને અન્ય કવિક કોમર્સ કંપનીઓને કડક સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે .

તાજેતરમાં એમેઝોને જાહેરાત કરી હતી કે તે Amazon Now  સેવાને દેશના 300 થી વધુ શહેરોમાં વિસ્તૃત કરવાની યોજના બનાવી રહ્યું છે .  ત્યારબાદ કંપનીના CEO એન્ડી જેસીએ વર્ષ 2030 સુધી ભારતમાં વધુ 13 બિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી . આ સાથે ભારતમાં એમેઝોનનું કુલ જાહેર કરાયેલ ઇન્વેસ્ટમેન્ટ 48 બિલિયન ડોલર સુધી પહોંચી જશે . જોકે આ રોકાણનો મોટો ભાગ AI અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે હશે , તેમ છતાં તે કંપનીના અન્ય વ્યવસાયોને પણ મજબૂત બનાવશે .

કંપની Amazon Now ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માઈક્રો ફુલફિલમેન્ટ નેટવર્કને મજબૂત બનાવવા માટે પહેલા જ રૂપિયા 2,800 કરોડના ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી ચૂકી છે . આથી સ્પષ્ટ થાય છે કે કંપની હવે કવિક કોમર્સ બિઝનેસને મોટા પાયે આગળ વધારવાની તૈયારીમાં છે .

રિપોર્ટ્સ અનુસાર , મે મહિનામાં Amazon Nowના દરેક ડાર્ક સ્ટોરમાંથી દરરોજ આશરે 600 થી 700 ઓર્ડર પ્રોસેસ થતા હતા . જયારે Blinkit માં સરેરાશ 1,300 થી વધુ , Zepto માં લગભગ 1,200 , Flipkart Minutes માં 900 થી 1,000 અને Swiggy Instamart માં લગભગ 1,034 ઓર્ડર દરરોજ પ્રોસેસ થતા હતા . આ અંતરને ઘટાડવા માટે એમેઝોન હાલમાં કેશબેક અને ડિસ્કાઉન્ટ જેવી ઓફર્સ પર વધુ ભાર મૂકી રહ્યું છે .

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર , આગામી મહિનાઓમાં કવિક કોમર્સ માર્કેટમાં સ્પર્ધા વધુ તેજ બનશે . તેનો સૌથી મોટો ફાયદો ગ્રાહકોને મળશે , કારણ કે તેમને વધુ સારી ઓફર્સ , વધારાનું કેશબેક અને ઝડપી ડિલિવરી જેવી સુવિધાઓ મળવાની શક્યતા છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo એ વધાર્યા સ્માર્ટફોનના ભાવ , જાણો ક્યાં મોડલ પર કેટલી વધી કિંમત
  2. Amazon vs Flipkart mega Sale : સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ પર ક્યાં મળશે સૌથી મોટી બચત ?
  3. Flipkart GOAT Sale માં iPhone ખરીદવાની તક , બેંક ઓફર્સ સાથે મળશે મોટી બચત
  4. ગ્રાહકોને આકર્ષવા Amazon Now ની મોટી તૈયારી , નવા શહેરોમાં થશે વિસ્તરણ
  5. OnePlus Prime Day Sale શરૂ 4 જુલાઈથી , OnePlus 13 થી લઈને Pad અને Nord Buds સુધી મળશે ખાસ ડીલ્સ
  6. OnePlus N6 ની એન્ટ્રી ! 22,999 રૂપિયામાં 120Hz ડિસ્પ્લે , 50MP કેમેરા અને Android 16
  7. 50MP કેમેરા અને Dimensity 8350 પ્રોસેસરવાળો Lava Agni 4 હવે ઓછી કિંમતે ઉપલબ્ધ
  8. NotebookLMનું નવું ફીચર , લાંબા દસ્તાવેજોને મિનિટમાં બનાવશે શોર્ટ વિડીયો
  9. પાણીની કટોકટીનો અનોખો ઉકેલ , ઓસ્ટ્રેલિયાના જળાશયો પર લગાવવામાં આવી રહી છે ફ્લોટિંગ સોલાર પેનલ્સ
  10. Tata Sierra EVની એન્ટ્રી માટે તૈયાર પૂર્ણ , 75kWh બેટરી અને ડયુઅલ મોટર સાથે આપશે જોરદાર પરફોર્મન્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »