ઉનાળાની શરૂઆતમાં જ iPhone , Appleના ઉપકરણો અને વેબ પર આ જાહેરાતો દેખાવાનું શરૂ થશે
Photo Credit: Apple
Mapsમાં આવતી જાહેરાતો એપ સ્ટોરમાં દેખાતી સર્ચ એડ્સ જેવી જ હોઈ શકે છે .
Apple હવે તેની લોકપ્રિય મેપ્સ સર્વિસ Apple Mapsમાં જાહેરાતો add કરવાની તૈયારી કરી રહી છે એવું જાણવું મળ્યું છે .અહેવાલો મુજબ આ નવા પગલાંથી કંપનીની સર્વિસિસ સેગ્મેન્ટમાંથી વધુ આવક મેળવાની તૈયારીમાં છે . વધુ આવક તો બધી કંપનીઓ માટે પ્રથમ પગલું જ હોય , જેથી તે બહુ જ મહત્વપૂર્ણ હોય છે . છેલ્લા કેટલાક સમયથી Apple તેની સર્વિસિસ આવક પર વધુ ધ્યાન આપી રહ્યું છે અને હવે Maps એપમાં એડ્સ ઉમેરવું એ જ દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે .
એડ્સ ને હવે જોઈ શકાશે Apple Maps પર
નવી મળતી માહિતી અનુસાર Apple એવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે , જેમાં બિઝનેસોને સર્ચ રિઝલ્ટમાં વધુ વિઝિબિલિટી મેળવવા માટે બોલી લગાવવાની તક મળશે . દાખલા તરીકે જો કોઈ યુઝર "કોફી ", "રેસ્ટોરન્ટ " અથવા "સુશી " જેવા શબ્દો શોધે છે .તો જેને સૌથી વધુ બોલી લગાવનારને આ લિસ્ટિંગ સર્ચ રિઝલ્ટના ટોપ પર દેખાશે . આ મોડેલ Google Maps અને Yelp જેવા પ્લેટફોર્મ્સમાં પહેલેથી જ જોવા મળે છે , જ્યાં બિઝનેસો પૈસા ચૂકવીને પોતાની વિઝિબિલિટી વધારી શકે છે .
તાજેતરમાં Apple એ આ યોજના વિષે કોઈ પણ રીતે સત્તાવાર જાહેરાત કરી નથી , પરંતુ નવા અહેવાલો મુજબ આ ફીચર ટૂંક સમયમાં iPhone સહિત અન્ય Apple ડિવાઇસીસ અને વેબ વર્ઝનમાં પણ રજૂ થઇ શકે છે . આ ઉપરાંત કંપની જે તે ટાર્ગેટેડ જાહેરાતો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI )આધારિત ટુલ્સનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે , જેથી યુઝર્સ વધુ સારા અને ઉપયોગી પરિણામો મળી શકે .
Appleનું જાહેરાતનું બિઝનેસ હજી પણ તેના બીજા હરીફોની સરખામણીમાં નાનું છે પરંતુ તેની ઝડપ વધુ ગતિએ થાય છે . કંપનીએ App Storeમાં પહેલાથી જ નવા એડ પ્લેસમેન્ટ્સને જગ્યા મળી છે અને હવે News , Podcasts અને સ્પોર્ટ્સ કન્ટેન્ટમાં પણ વધુ કમાવવાની તકો શોધી રહી છે . Mapsમાં જાહેરાતો રાખવાથી Apple ના સર્વિસિસ પોર્ટફોલિયોને વધુ મજબૂતી મળશે અને આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે .
જાહેરાત
જાહેરાત
BSNL Reportedly Begins CNAP Integration; Nationwide Caller ID Rollout Expected Soon