Apple AI સ્ટ્રેટેજીમાં ફેરફાર :Siri હવે ChatGPT સિવાય અન્ય AI સાથે પણ કામ કરશે

યુઝર્સ માટે એડને દૂર કરી દરેક પ્રશ્નોને AI થી હેન્ડલ કરવાનું વિકલ્પ હશે .

Apple AI સ્ટ્રેટેજીમાં ફેરફાર :Siri હવે ChatGPT સિવાય અન્ય AI સાથે પણ કામ કરશે

સિરીને લગભગ 15 વર્ષ પહેલા વોઇસ આસિસ્ટન્ટ તરીકે રજૂ કરાઈ હતી .

હાઇલાઇટ્સ
  • કન્ટેક્સ્ટ અવેરનેસ જેવી ક્ષમતાઓ ઉમેરવામાં આવી શકે
  • મેન્યુઅલ પ્રોમ્પટની જરૂરિયાત ઘટશે
  • Apple એ નવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે , જેને "એક્સટેન્શન " તરીકે ઓળખવા
જાહેરાત

Apple તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI ) માં મોટો બદલાવ લાવવાની તૈયારીમાં છે . નવા અહેવાલો મુજબ કંપની હવે માત્ર ChatGPT સુધી જ મર્યાદિત નહિ  રહે પરંતુ Siri ને અન્ય તૃતીય-પક્ષ AI સહાયકો માટે પણ ખુલ્લું રાખવાની યોજના બનાવી રહી છે . આ નવા બદલાવને આવનારા iOS 27, iPadOS 27 અને  macOS 27 અપડેટ્સ સાથે જોવા મળી શકે છે , જે Apple ને AI ક્ષેત્રમાં વધુ સારો બનાવવાનો પ્રયાસ છે .

iOS 27 સાથે મળશે નવી AI ઇન્ટિગ્રેશન :
બ્લુમબર્ગના ચર્ચિત પત્રકાર Mark Gurman મુજબ , Apple એ નવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે , જેને "એક્સટેન્શન " તરીકે ઓળખવામાં આવે છે . આ ફીચર  દ્રારા યુઝર્સ App Store માંથી ડાઉનલોડ કરેલી AI ચેટબોટ એપ્સને સીધી Siri સાથે ઇન્ટિગ્રેટ કરી શકશે . એટલે કે યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ વિવિધ AI સેવાઓ પસંદ કરી શકશે અને તેમના પ્રશ્નો સીધા જ પસંદ કરેલા પ્લેટફોર્મ પર આઈ જશે .

હાલમાં Siri સ્પષ્ટ વિનંતી પર ChatGPT ને કવેરી ફોરવર્ડ કરે છે , પરંતુ નવી સિસ્ટમ સાથે આ પ્રકિયા વધુ ઓટોમેટિક બનવાની શક્યતા છે . યુઝર્સ નક્કી કરી શકશે  કે કઈ AI સેવા તેમની કવેરી હેન્ડલ કરે , જેથી મેન્યુઅલ પ્રોમ્પટની જરૂરિયાત ઘટશે . આથી યુઝર અનુભવ વધુ સરળ અને વ્યક્તિગત બનશે .

Siri વધુ સ્માર્ટ :
Apple કંપની માટે આ નવું પગલું ટેક્નોલોજી સાથે સાથે બિઝનેસ માટે પણ અગત્યનું છે . App Store દ્રારા તૃતીય પક્ષ AI સબ્સ્ક્રિપશનથી કંપનીને વધારાની આવક મળવાની શક્યતા છે  . આ મોડેલ Apple ને AI ઈકોસિસ્ટમમાં વધુ મજબૂત સ્થાન આપવા મદદ કરશે .

સાથે જ Apple Siri ને વધુ સ્માર્ટ બનાવવા માટે નવી સુવિધાઓ પર કામ કરી રહ્યું છે . તેમાં કન્ટેક્સ્ટ અવેરનેસ જેવી ક્ષમતાઓ ઉમેરવામાં આવી શકે છે , જેથી  Siri યુઝર્સના ડેટાને સમજીને વધુ યોગ્ય અને સારો જવાબ આપી શકે .

અહેવાલો મુજબ , Apple એક અલગ Siri એપ્લિકેશન પર પણ કામ કરી રહ્યું છે , જે ચેટ-સ્ટાઇલ ઇન્ટરફેસ સાથે આવશે . તેમાં યુઝર્સ વાતચીત સેવ કરી શકશે , સર્ચ કરી શકશે , ફાઇલ્સ અપલોડ કરી શકશે અને ટેક્સ્ટ તેમજ વોઇસ મોડ વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Apple AI સ્ટ્રેટેજીમાં ફેરફાર :Siri હવે ChatGPT સિવાય અન્ય AI સાથે પણ કામ કરશે
  2. WhatsApp લાવ્યું ક્રોસ-પ્લેટફોર્મ ચેટ ટ્રાન્સફર અને સ્માર્ટ સ્ટોરેજ ટુલ્સ
  3. iPhone Fold સપ્ટેમ્બરમાં રજૂ થઈ શકે , વેચાણ શરૂ થવામાં વિલંબ
  4. યુવાન તારાની આસપાસ રચાતું સૌરમંડળ વૈજ્ઞાનિકો માટે દુર્લભ શોધ
  5. Xiaomi 17T Proમાં શક્તિશાળી ચિપસેટ અને મોટી બેટરી મળી શકે , લોન્ચ નજીક
  6. Gemini માં Avtar ફીચર આવશે , યુઝર્સ પોતાની ડિજિટલ ઓળખ બનાવી શકે છે
  7. Gemini હવે વધુ સ્માર્ટ :Google TV પર લાઈવ સ્કોર , ડીપ ડાઈવ્સ
  8. OpenAI નું નવું ફીચર : ChatGPT માં ફાઈલ મેનેજમેન્ટ બન્યું વધુ સરળ
  9. પિતાના લગ્ન માટે પુત્રનો પ્રયાસ - દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી હવે ઓનલાઇન
  10. 850 કરોડની કમાણી બાદ ધુરંધર : ધ રિવેન્જ હવે OTT તરફ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »