Appleનું નવું AI સંશોધન ચર્ચામાં , દૈનિક પ્રવુતિઓથી સ્વાસ્થ્ય સમસ્યાઓ શોધવાની ક્ષમતા

આ પ્રીપ્રિન્ટ પેપર , બિયોન્ડ સેન્સર ડેટા : ફાઉન્ડેશન મોડેલ્સ ઓફ બિહેવિયરલ ડેટા ફ્રોમ વેરેબલ્સ ઈમ્પ્રુવ હેલ્થ પ્રિડીક્શન્સને સબમિટ કરવામાં આવ્યું છે .

Appleનું નવું AI સંશોધન ચર્ચામાં , દૈનિક પ્રવુતિઓથી સ્વાસ્થ્ય સમસ્યાઓ શોધવાની ક્ષમતા

Photo Credit: Apple

આ મોડેલમાં યુઝર્સની દૈનિક આદતોમાંથી મળેલા ડેટાને જોઈને ' પેટર્ન ' શોધી કાઢવામાં આવે છે

હાઇલાઇટ્સ
  • ટેક્નોલોજી અને હેલ્થકેરના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ
  • ચેપ , ઊંઘની સમસ્યાઓ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત ફેરફારો વિશે પણ પહેલા જ સં
  • ગર્ભાવસ્થા જેવી સ્થિતિઓને 92 ટકા સુધીની ચોકસાઈ સાથે ઓળખી શકે
જાહેરાત

ટેક્નોલોજી અને હેલ્થકેરના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે . લાંબા સમયથી ચાલી રહેલા એક સંશોધનના નવા અપડેટ અનુસાર , Apple Watch અને  iPhone દ્રારા એકત્રિત થતો રોજિંદા કામ સંબંધિત ડેટા વ્યક્તિના સ્વાસ્થ્ય વિષે મહત્વપૂર્ણ આગાહીઓ કરવામાં મદદરૂપ બની શકે છે. આ ટેક્નોલોજીની સૌથી નોંધપાત્ર વાત એ છે કે તે ગર્ભાવસ્થા જેવી સ્થિતિઓને 92 ટકા સુધીની ચોકસાઈ સાથે ઓળખી શકે છે . આ ઉપરાંત ચેપ , ઊંઘની સમસ્યાઓ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત ફેરફારો વિશે પણ પહેલા જ સંકેત આપી શકે છે .

આ સંશોધન " Beyond Sensor Data : Foundation Models of Behavioral Data From Wearables Improve Health Prediction " નામના પ્રીપ્રિન્ટ  પેપરમા રજૂ કરવામાં આવ્યું છે . તે Apple Heart and Movement Study ( AHMS ) નો ભાગ છે . આ Wearable Behavior Model ( WBM ) નામનું મોડેલ iPhone અને Apple Watch જેવા ડિવાઈસોથી મળતી માહિતીનું વિશ્લેષણ કરે છે . તેમાં ચાલવાની આદતો , ઊંઘની ગુણવત્તા , બેસવાનો સમય , હદયના ધબકારા અને અન્ય બાયોમેટ્રિક માહિતીનો સમાવેશ થાય છે .

WBMની વિશેષતા એ છે કે તે કોઈ નવા ટેસ્ટ અથવા સેમ્પલ પર આધાર રાખતું નથી . તેના બદલે , તે વ્યક્તિની રોજિંદા જીવનશૈલીમાં થતા નાના - મોટા ફેરફારોના પેટર્નને ઓળખે છે . ઉદાહરણ તરીકે , જો કોઈ વ્યક્તિની ઊંઘમાં સતત ખલેલ પડે , ચાલવાની ગતિ ધીમી પડે , હદયના ધબકારા અસામાન્ય બને અથવા શારીરિક પ્રવૃત્તિમાં અચાનક ફેરફારો જોવા મળે , તો આ મોડેલ સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાના સંકેતો ઓળખી શકે છે . ઘણી વખતે એવા ફેરફારો પણ પકડી શકે છે , જેનો અનુભવ વ્યક્તિને હજુ સુધી થયો ન હોય .

નવા અભ્યાસ અનુસાર , WBM કુલ 57 જુદી જુદી સ્વાસ્થ્ય સ્થિતિઓ ઓળખવામાં સક્ષમ છે . તેમાં ગર્ભાવસ્થા શોધવાની ચોકસાઈ 92 ટકા સુધી નોંધાઈ છે . ઊંઘની વિકૃતિઓને 85 ટકા અને ચેપને 76 ટકા સુધીની ચોકસાઈથી ઓળખી શકાય છે . આ ઉપરાંત કમરના દુખાવા , ચિંતા , હતાશા અને સતત થાક જેવી  સ્થિતિઓ વિશે પણ ઉપયોગી માહિતી મળી શકે છે .

હાલમાં આ ટેક્નોલોજી Apple Watch અથવા iPhone પર ગ્રાહકો માટે ઉપલબ્ધ નથી , તે હજુ સંશોધન અને ક્લિનિકલ ટેસ્ટના તબક્કામાં છે . જોકે  , સંશોધનના પરિણામો બતાવે છે કે ભવિષ્યમાં iOS અને watchOS અપડેટ્સમાં આવી AI આધારિત હેલ્થ ફીચર્સ સામેલ થઈ શકે છે .

આ વિકાસને મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ  કે  હેલ્થ ટ્રેકિંગ હવે માત્ર હદયના ધબકારા અથવા સ્ટેપ કાઉન્ટ સુધી માર્યાદિત રહ્યું નથી . AI આધારિત ટેસ્ટના વિશ્લેષણ દ્રારા સ્વાસ્થ્યમાં થતો ફેરફારોની વહેલી ઓળખ શક્ય બનશે , જેથી સમસ્યા ગંભીર થતા પહેલા જ તેનું ઈલાજ કરી શકાય .  Appleના જણાવ્યા અનુસાર , આ સંશોધનમાં ઉપયોગમાં લેવાયેલ ડેટા એન્ક્રિપ્ટેડ હતો , જેથી યુઝર્સની ગોપનીયતા અને સુરક્ષા જળવાઈ રહે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Appleનું નવું AI સંશોધન ચર્ચામાં , દૈનિક પ્રવુતિઓથી સ્વાસ્થ્ય સમસ્યાઓ શોધવાની ક્ષમતા
  2. Realme P4 Power 5G ખરીદવાની તક , ફ્લિપકાર્ટ પર કેશબેક સાથે કિંમત રૂપિયા 28,024 સુધી ઘટી
  3. OnePlusની ખાસ સેલ શરૂ , ફ્લેગશિપ ફોનથી લઈને Buds સુધી મળશે આકર્ષક ઓફર્સ
  4. Green SM Delhi - NCRમાં લોન્ચ , VinFast VF MPV 7 આધારિત ઇલેક્ટ્રિક કેબ સેવા શરૂ
  5. Instagramનું નવું Instagram Plus સબ્સ્ક્રિપ્શન : Story Spotlightથી લઈને Advanced Insights સુધી શું મળશે ?
  6. WagonR Flex Fuel લોન્ચ , 2027 સુધી દેશમાં 5,000 E85 સ્ટેશનનું લક્ષ્ય
  7. ફ્લેગશિપ OnePlus 11 5G હવે ઓછી કિંમતે , ફ્લિપકાર્ટ પર ખાસ ઓફર શરૂ
  8. iPhone 18 Pro સિરીઝમાં મળશે નાનો Dynamic Island અને લાંબી બેટરી લાઈફ
  9. AI ક્ષેત્રમાં ChatGPTનું વર્ચસ્વ યથાવત , છતાં Gemini અને Claudeથી વધી રહી છે સ્પર્ધા
  10. June Android Drop અપડેટ લોન્ચ , Quick Share અને Fasion Tool સહિત અનેક નવી સુવિધાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »