CNAP સુવિધાથી યુઝર્સને કોઈ પણ સબ્સ્ક્રિપ્શનની જરૂરત નથી . યુઝર્સને આપમેળે કોલર્સના નામ બતાવશે .
Photo Credit: Pexels
CNAP સુવિધા કોલરને ઓળખવા માટે KYC ડેટા પર આધાર રાખે છે ,
ભારત સરકારની ટેલિકોમ કંપની Bharat Sanchar Nigam Limited (BSNL ) તેના યુઝર્સ માટે નવી સુવિધા લાવવા માટે તૈયારી કરી રહી છે . આ સુવિધા દ્રારા યુઝર્સને કોલ આવે ત્યારે કોલરનું નામ સ્ક્રીન પર દેખાશે , જેનાથી કોલ રિસીવ કરવો કે નહીં તે અંગે સરળતાથી નિર્ણય લઈ શકાય . ભારતમાં ખાનગી ટેલિકોમ કંપનીઓ પહેલેથી જ આ સુવિધા આપી રહી છે , અને હવે BSNL પણ ટૂંક સમયમાં દેશભરમાં તેને શરૂ કરે તેવી શક્યતા છે . ETTelecom ના રિપોર્ટ મુજબ BSNL હાલ ખાનગી ઓપરેટરો સાથે CNAP સુવિધાનું ટેસ્ટ કરી રહી છે .
એક નિષ્ણાતના જણાવ્યા અનુસાર Reliance Jio , Bharti Airtel અને Vodafone Idea (Vi ) પહેલાથી જ આ ટેક્નોલોજી અમલમાં મૂકી ચૂક્યા છે , જયારે BSNL હવે ઝોન-વાઈઝ રીતે તેનો એકીકરણ કરી રહી છે .
આ એકીકરણ પૂર્ણ થયા બાદ , આવતા 3 થી 4 મહિનામાં BSNL દેશભરમાં CNAP સેવા લોન્ચ કરી શકે છે . આ ટેક્નોલોજી Centre for Development of Telematics (C - DoT )દ્રારા વિકસાવવામાં આવી છે અને ખાસ કરીને સરકારી લોકો માટે અમલમાં મૂકાઈ રહી છે .
CNAP સુવિધા Telecom Regulatory Authority of India (TRAI ) દ્રારા લોન્ચ કરવામાં આવી છે અને 2025ના બીજા ભાગથી જ આ ક્રમસર રીતે અમલમાં આવી રહી છે . Department of Telecommunication (DoT ) એ આ સુવિધાના 4G અને 5G નેટવર્ક પર ટ્રાયલ પણ કર્યા છે .
આ સેવાનો ખાસ ઉપયોગ સ્પામ કોલ્સ ઘટાડવા માટે તૈયાર કરવામાં આવી છે . તેમાં યુઝર્સને કોઈ વધારાની ફી ચૂકવવાની જરૂર નથી અને તે ઇન્ટરનેટ કે Truecaller જેવી એપ્લિકેશન વિના પણ કામ કરશે . CNAP કોલરનું નામ બતાવવા માટે KYC-વેરિફાઇડ ડેટાનો ઉપયોગ કરે છે .
CNAP સૌથી સારી રીતે ત્યારે કામ કરે છે જયારે કોલ કરનાર અને રિસીવ કરનાર બંને એક જ નેટવર્ક પર હોય , પરંતુ જુદા-જુદા નેટવર્ક વચ્ચે હજુ પણ તફાવત આવે છે . આને માટે કંપની હજુ કામ કરી રહી છે .
જાહેરાત
જાહેરાત