OpenAI એ ChatGPT  માટે લોન્ચ કર્યું AI આધારિત ફાઇનાન્સ ડેશબોર્ડ 

ChatGPT માં પર્સનલ ફાઇનાન્સ ટૂલ્સ હાલમાં યુએસમાં પ્રો સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ છે 

OpenAI એ ChatGPT  માટે લોન્ચ કર્યું AI આધારિત ફાઇનાન્સ ડેશબોર્ડ 

Photo Credit: OpenAI

OpenAIનું કહેવું છે કે નાણાકીય વ્યવસ્થા બધા યુઝર્સ સુધી પહોંચાડવામાં આવશે .

હાઇલાઇટ્સ
  • ChatGPT માટે નવા પર્સનલ ફાઇનાન્સ ફીચરનું પ્રિવ્યૂ રજૂ
  • ફીચર સાથે એક નવું ડેશબોર્ડ પણ આપવામાં આવ્યું
  • શરૂઆતમાં એકાઉન્ટ કનેક્શન માટે Plaid નો ઉપયોગ કરવામાં આવશે
જાહેરાત

OpenAI એ શુક્રવારે ChatGPT  માટે નવા પર્સનલ ફાઇનાન્સ ફીચરનું પ્રિવ્યૂ રજૂ કર્યું છે . હાલમાં આ સુવિધા માત્ર અમેરિકાના Pro સબસ્ક્રાઇબર્સના થોડા યુઝર્સ  માટે ઉપલબ્ધ કરવામાં આવી છે . આ નવા અનુભવ દ્રારા ChatGPT  હવે યુઝરના બેંક , ક્રેડિટ કાર્ડ અને અન્ય ફાઇનાન્સિયલ એકાઉન્ટ્સ સાથે કનેક્ટ થઈ શકે છે , સાથે જ AI આધારિત નાણાકીય સલાહ અને આયોજન પણ કરી શકાશે .  જેથી વ્યક્તિગત ફાઇનાન્સ સંબંધિત સવાલો વધુ સારા અને કસ્ટમાઈઝડ જવાબ આપી શકાય .  OpenAIનું કહેવું છે કે નાણાકીય વ્યવસ્થા બધા યુઝર્સ સુધી પહોંચાડવામાં આવશે .

આ ફીચર સાથે એક નવું ડેશબોર્ડ  પણ આપવામાં આવ્યું છે , જેમાં યુઝરના ખર્ચ , બચત , રોકાણ , સબ્સ્ક્રિપ્શન અને લોન અથવા ગીરો જેવી ફાઇનાન્સિયલ  માહિતી  , રિયલ - ટાઈમમાં જોવા મળશે . OpenAI અનુસાર , 200 મિલિયનથી વધુ લોકો પહેલાથી જ બજેટિંગ અને રોકાણ માટે ChatGPT  નો ઉપયોગ કરી રહ્યા છે , તેથી આ અનુભવ વધુ સરળ અને ઉપયોગી બનાવવામાં આવ્યો છે . 

ChatGPT  હવે વેબ અને iOS પર 12,000થી વધુ નાણાકીય સંસ્થાઓને સપોર્ટ કરે છે . શરૂઆતમાં એકાઉન્ટ કનેક્શન માટે Plaid નો ઉપયોગ કરવામાં  આવશે  અને ટૂંક સમયમાં Intuit સપોર્ટ પણ ઉમેરાશે . યુઝર્સ સાઈડબારમાં " Finance " વિભાગમાં જઈ " Get Started " પસંદ કરીને અથવા " @Finances , connect  my  accounts " લખીને એકાઉન્ટ જોડાવી શકશે .

એકાઉન્ટ જોડાયા પછી યુઝર્સ તેમના ખર્ચ , આગામી બિલ , રોકાણ પોર્ટફોલિયો અને અન્ય ફાઇનાન્સિયલ સ્ટેટ્સનું પૂરું ડેશબોર્ડ જોઈ શકશે . આ ઉપરાંત , ChatGPT ક્રેડિટ કાર્ડ મંજૂરીની શક્યતા સમજાવવામાં , ટેક્સ અંદાજ આપવા અને ટેક્સ સ્પેશિયાલિસ્ટ  સાથે સેશન બુક કરવામાં પણ મદદ કરશે .

ગોપનીયતા માટે OpenAI એ કહ્યું છે કે યુઝર્સ જયારે ઈચ્છે ત્યારે તેમના ફાઇનાન્સિયલ એકાઉન્ટ ડિસકનેક્ટ કરી શકે છે . સિંક થયેલ ડેટા 30 દિવસમાં ડિલીટ કરવામાં આવશે  અને ચેટ ઇતિહાસમાંથી પણ નાણાકીય માહિતી કાઢી શકાશે . આમા નોંધ લેવાવાળી વાત એ છે કે આ તમામ ફાઇનાન્સ સંબંધિત ચેટ્સ GPT - 5.5 Thinking મોડલ દ્રારા સંચાલિત થશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »