જો તમને કોઈ એવી સાઈટ વિશે જાણવા મળે જ્યાં ચુકવણી કર્યા વગર જ શોપિંગ કરી શકો છો, તો તમને કેવું લાગશે ?
Photo Credit: Unsplash/freestocks
Gen Z ડોપામાઈન સાઈટ્સનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે .
કલ્પના કરો કે તમને એવી વેબસાઈટ મળી જાય જ્યાં તમે એક પણ રૂપિયા ખર્ચ્યા વગર મનગમતી ખરીદી કરી શકો . સાંભળવામાં આ થોડું અજીબ લાગે છે પણ આ વાત સાચી છે . દક્ષિણ કોરિયામાં આવી "ડોપામાઈન સાઈટ્સ "ઝડપથી લોકપ્રિય બની રહી છે . ખાસ કરીને Gen Z યુવાનો આ પ્લેટફોર્મનો ઉપયોગ તણાવ ઘટાડવા અને માનસિક શાંતિ મેળવવા માટે કરી રહ્યા છે . આ પ્લેટફોર્મ્સ પર યુઝર્સ વાસ્તવિક ખરીદી જેવો અનુભવ કરી શકે છે , પરંતુ કોઈ ચુકવણી કરવી પડતી નથી અને કોઈ વસ્તુની ડિલિવરી પણ થતી નથી .
" ડોપામાઈન સાઈટ્સ " નામ પરથી જ સમજાય છે કે તેનો હેતુ યુઝર્સને ખુશી અને સંતોષની લાગણી આપવાનો છે . આ સાઇટ્સ પર ખરીદીનો આખો અનુભવ રિયલ ઓનલાઈન શોપિંગ જેવો જ હોય છે . યુઝર્સ પ્રોડક્ટ પસંદ કરી શકે છે , તેને કાર્ટમાં ઉમેરી શકે છે અને ચેકઆઉટ પણ કરી શકે છે . જોકે , અહીં કોઈ વાસ્તવિક ચુકવણી થતી નથી અને ઓર્ડર કરેલી વસ્તુઓ ક્યારેય ડિલિવર પણ થતી નથી .
દક્ષિણ કોરિયામાં યુવાનો ખાસ કરીને નકલી ફૂડ - ડિલિવરી એપ્સ અને વર્ચ્યુઅલ શોપિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે . તેઓ પોતાની મનપસંદ વાનગીઓ અથવા વસ્તુઓ પસંદ કરીને કાર્ટમાં ઉમેરે છે અને ઓર્ડર આપ્યાની અનુભૂતિ પણ મળે છે , પરંતુ હકીકતમાં કંઈપણ ખરીદવામાં આવતું નથી . આ પ્રક્રિયા તેમને તણાવમાંથી રાહત આપે છે અને ખરીદીનો આનંદ પણ અનુભવાવે છે .
ઘણા યુઝર્સ જણાવે છે કે તેઓ મોડી રાત્રે ખાવાની ઈચ્છા થાય ત્યારે આવી એપ્સનો ઉપયોગ કરે છે , તેઓ ફૂડ ડિલિવરી એપ જેવી દેખાતી સાઈટ ખોલે છે , વિવિધ ખાદપદાર્થો પસંદ કરે છે . કાર્ટમાં ઉમેરે છે અને ઓર્ડર પ્રક્રિયા પૂર્ણ કરે છે . આ દરમિયાન તેમને એવું લાગે છે કે જાણે તેમણે ખરેખર ઓર્ડર આપી દીધો હોય . કેટલાક લોકોના કહેવા પ્રમાણે , આ ટેવ તેમને અનાવશ્યક ખર્ચ અને મોડી રાત્રે ખાવાની ઈચ્છા પર નિયંત્રણ રાખવામાં પણ મદદ કરે છે .
જાહેરાત
જાહેરાત
Vivo Y500 4G Global Launch Teased; Confirmed to Debut With 8,100mAh Battery
WhatsApp Working on Voice Note Widget for Quick Access via Android Home Screen