9 મેથી શરૂ થશે ફ્લિપકાર્ટ સેલ , બેંક ઓફર્સ સાથે મોટી બચત 

Flipkart સાસા લેલે 2026 યુઝર્સને SBI ક્રેડિટ કાર્ડ અને EMI નો ઉપયોગ કરીને કરેલી ખરીદી પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે .

9 મેથી શરૂ થશે ફ્લિપકાર્ટ સેલ , બેંક ઓફર્સ સાથે મોટી બચત 

Photo Credit: Motorola

ફ્લિપકાર્ટ બ્લેક અને પ્લસના મેમ્બર્સને આ સેલમાં 24 કલાક પહેલા એન્ટ્રી મળશે 

હાઇલાઇટ્સ
  • Flipkart 9 મેના રોજ તેની " સાસા લેલે " 2026 સેલ શરૂ
  • Flipkart Plus અને Black સભ્યોને આ સેલમાં 24 કલાક પહેલા જ એન્ટર થવા મળશે
  • યુઝર્સને SBI ક્રેડિટ કાર્ડ અને EMI નો ઉપયોગ કરીને કરેલી ખરીદી પર 10 ટકા
જાહેરાત

Flipkart 9 મેના રોજ તેની " સાસા લેલે " 2026 સેલ શરૂ કરવા જઈ રહી છે , જેમાં જુદા જુદા પ્રોડક્ટ કેટેગરીમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે . સેલ શરૂ   થાય  તે પહેલા જ કંપનીએ લેપટોપ પર કેટલીક આકર્ષક ડીલ્સ જાહેર કરી દીધી છે . Samsung , Asus અને Motorola જેવી જાણીતી બ્રાન્ડ્સના  નવા  લેપટોપ  મોડેલો ઓછા ભાવે ઉપલબ્ધ થશે . આ ઉપરાંત , ગ્રાહકોને બેંક ઓફર્સ , એક્સચેન્જ ડીલ્સ અને અન્ય પેમેન્ટ ઓફર્સ દ્રારા વધુ બચત કરવાની  તક  મળે છે  .

આ સેલમાં 2026 અને 2025 માં લોન્ચ થયેલા ઘણા લેપટોપ પર ખાસ ડિસ્કાઉન્ટ મળશે . ઉદાહરણ તરીકે , Samsung Galaxy Book 4 લગભગ રૂપિયા 89,689 ની જગ્યાએ રૂપિયા 58,990 માં ઉપલબ્ધ થશે , જે એક મોટો ભાવ ઘટાડો છે . તેવી જ રીતે Asus Vivobook 14 પણ લગભગ રૂપિયા 92,990 માંથી  ઘટીને રૂપિયા 58,990 માં ખરીદી શકાય છે . આ ઓફર્સ વિધાર્થીઓ અને ઓફિસ કામ માટે લેપટોપ શોધતા લોકો માટે ખાસ ફાયદાકારક બની શકે છે  .

ડિસ્કાઉન્ટ સિવાય, Flipkart  સેલ દરમિયાન SBI ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન પર 10% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપશે . Flipkart SBI કાર્ડ વાપરતા  ગ્રાહકોને વધારાના લાભ પણ  મળશે . સાથે જ UPI પેમેન્ટ ઓફર્સ , સુપરકોઈન રિવોર્ડસ અને એક્સચેન્જ ડિસ્કાઉન્ટ જેવી વધારાની બચત પણ કરી શકાશે .

બીજી તરફ Amazon પણ 8 મેથી તેની ગ્રેટ સમર સેલ શરૂ કરી રહી છે . તેથી , ખરીદદારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ બંને પ્લેટફોર્મ પર કિંમતોની તુલના કરીને ખરીદી કરે જેથી  તે વધુ બચાવી શકે .

Flipkart Plus અને Black સભ્યોને  આ સેલમાં 24 કલાક પહેલા જ એન્ટર થવા મળશે , એટલે કે તેઓ ડીલ્સનો લાભ વહેલો લઈ શકશે . આ સેલ Flipkart કવિક ડિલિવરી પ્લેટફોર્મ Minutes પર પણ ઉપલબ્ધ રહેશે . હાલ કંપનીએ આ સેલ ક્યારે પૂરો થશે તેની કોઈ સત્તાવાર માહિતી આપી નથી .

ટૂંકમાં કહીએ તો જો તમે નવો લેપટોપ સસ્તા ભાવે ખરીદવા માંગતા હોય તો આ સેલ તમારા માટે સારો મોકો છે . જોકે આ બતાવેલી કિંમતોમાં બેંક ઓફર્સ , કેશબેક અને એક્સચેન્જ  ડિસ્કાઉન્ટ  સામેલ હોઈ શકે છે , તેથી ફાઇનલ કિંમત થોડી બદલાઈ શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 8 મેથી શરૂ એમેઝોન સેલ , બેંક ઓફર્સ સાથે મળશે મોટી બચત 
  2. Amazon Summer Sale 2026: એર કન્ડીશનર ખરીદવા માટે ગ્રાહકોને મોટી બચતની તક 
  3. 8 મેથી શરૂ થતી એમેઝોન સેલમાં iPhone , Samsung અને OnePlus પર આકર્ષક ઓફર્સ 
  4. 8 મેથી શરૂ થતી એમેઝોન સેલમાં ઈલેક્ટ્રોનિક્સ અને ટીવી પર ધમાકેદાર ડીલ્સ 
  5. પ્રાઈમ સભ્યોને વહેલી ઍક્સેસ સાથે વધારાની બચત , સ્માર્ટફોનથી લઈને હોમ એપ્લાયન્સિસ પર ધમાકેદાર ડીલ્સ 
  6. Vivo X500 Pro Max માં મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સર અને 144Hz ડિસ્પ્લે મળવાની સંભાવના
  7. Xiaomi 17T Geekbench પર જોવા મળ્યો , Dimensity 8500 ચિપ અને 12GB RAMની સંભાવના
  8. 200MP કેમેરા અને 7000mAh બેટરી સાથે આવી શકે Vivo X Fold 6, Xiaomi પણ તૈયાર
  9. દૂરના તારામંડળમાંથી આવેલ 3I /ATLAS માં ભારે પાણીની અનોખી શોધ
  10. હવે અજાણ્યા કોલ્સ ઓળખવા સરળ બનશે , BSNL લાવી રહ્યું છે નવી CNAP સેવા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »