OnePlus સમર સેલમાં અમુક ડિવાઈસિસ પર બેંક ડિસ્કાઉન્ટ અને નો - કોસ્ટ EMI વિકલ્પોનો સમાવેશ થાય છે .
Photo Credit: Gadgets 360
સેલ દરમિયાન ગ્રાહકો ફ્લેગશિપ OnePlus 15 ખરીદી શકે છે .
ભારતમાં OnePlus દ્રારા સમર સેલની સતાવાર જાહેરાત કરવામાં આવી છે , જેમાં સ્માર્ટફોન , ટેબ્લેટ અને ઑડિયો પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ્સ આપવામાં આવશે . આ સેલ 8 મેના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 12 વાગ્યે લાઈવ થશે . ગ્રાહકો આ ઓફર્સનો લાભ Amazon , Flipkart તેમજ OnePlusની સત્તાવાર વેબસાઈટ અને એક્સપિરિયન્સ સ્ટોર્સ મારફતે થશે . કંપનીએ આ વાતની ખાતરી આપી છે કે ગ્રાહકોને બેંક ઓફર્સ અને નો કોસ્ટ EMI વિકલ્પો પણ મળશે , જે ખરીદી વધુ સરળ બનાવશે . સેલ દરમિયાન ગ્રાહકો ફ્લેગશિપ OnePlus 15 ખરીદી શકે છે .
સ્માર્ટફોન સેગમેન્ટમાં , OnePlus તેની ફ્લેગશિપ અને મિડ - રેન્જ બંને કેટેગરીમાં ખાસ ડીલ્સ આપી રહ્યું છે . OnePlus 15 સિરીઝ અને OnePlus 13 સિરીઝ પર ખાસ કિંમત ઘટાડા જોવા મળશે . OnePlus 15 હવે બેંક ઓફર્સ બાદ રૂપિયા 73,999માં ઉપલબ્ધ રહેશે , જયારે તેની મૂળ કિંમત રૂપિયા 77,999 હતી . OnePlus 15R રૂપિયા 50,999માં મળશે . તે જ રીતે , OnePlus 13 પર કુલ ડિસ્કાઉન્ટ સાથે તેની અસરકારક કિંમત રૂપિયા 57,999 થશે . OnePlus 13R રૂપિયા 37,999માં અને OnePlus 13s રૂપિયા 46,999માં ખરીદી શકાય છે .
મિડ રેન્જ કેટેગરીમાં , તાજેતરમાં લોન્ચ થયેલું OnePlus Nord 6 પણ સેલમાં સામેલ છે . આ સ્માર્ટફોન બેંક ઓફર્સ સાથે રૂપિયા 36,999માં ઉપલબ્ધ થશે , જે ગ્રાહકો માટે એક સારો વિકલ્પ બની શકે છે .
ટેબ્લેટ સેગમેન્ટમાં પણ કંપનીએ ખાસ ઓફર્સ રજૂ કરી છે . ફ્લેગશિપ OnePlus Pad 4 હવે રૂપિયા 54,999ની અસરકારક કિંમતે મળશે , જયારે તેની પ્રી સેલ કિંમત રૂપિયા 59,999 હતી . અન્ય વિકલ્પોમાં OnePlus Pad Go 2 રૂપિયા 24,999 માં અને OnePlus Pad Lite રૂપિયા 14,999 માં ઉપલબ્ધ રહેશે . OnePlus Pad 3 પણ રૂપિયા 48,999ની કિંમતે ખરીદી શકાય છે .
ઑડિયો પ્રોડક્ટ્સ પર પણ સારા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યા છે . OnePlus Buds Pro 3 રૂપિયા 9,999 માં ઉપલબ્ધ રહેશે , જયારે OnePlus Buds 4 રૂપિયા 5,599 માં મળશે . Nord Buds 3 Pro અને Nord Buds 3 અનુક્રમે રૂપિયા 2,649 અને રૂપિયા 2,099 માં ખરીદી શકાય છે .
કુલ મળીને , OnePlus સમર સેલમાં સ્માર્ટફોનથી લઈને ટેબ્લેટ અને ઑડિયો પ્રોડક્ટ્સ સુધી દરેક સેગમેન્ટમાં આકર્ષક ડીલ્સ આપવામાં આવી રહી છે . સેલ દરમિયાન અમુક ડિવાઈસ પર બેંક ડિસ્કાઉન્ટ અને છ મહિના સુધીનો નો - કોસ્ટ EMI વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે , જે ગ્રાહકો માટે બહુ જ સારો સાબિત થશે .
જાહેરાત
જાહેરાત
Largest Black Holes May Form Through Repeated Collisions, Study Suggests
Elle OTT Release Date: When and Where to Watch it Online?
Love Mocktail 3 Now Available to Stream on Zee 5: All You Need to Know About Cast, Plot, and More
Adivi Sesh and Mrunal Thakur’s Dacoit Now Streaming Online: What You Need to Know