એમેઝોન ગ્રેટ સમર સેલમાં મોબાઈલ , લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટની ખાતરી આપે છે
Photo Credit: Gadgets 360
એમેઝોન સ્માર્ટફોન , ટીવી અને અન્ય સેમસંગ ડિવાઈસ પર ડીલ માટે સેમસંગ સાથે કામ કરશે
એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 હવે પ્રાઈમ મેમ્બર્સ માટે લાઈવ થઈ ગઈ છે , જ્યાં સ્માર્ટફોન , લેપટોપ , ટેબ્લેટ , ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ પર શાનદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે . પ્રાઈમ યુઝર્સને અર્લી ઍક્સેસ સાથે ખાસ ઓફર્સ અને બેંક ડિસ્કાઉન્ટનો પણ લાભ મળી રહ્યો છે . HDFC બેંક કાર્ડથી ખરીદી પર ગ્રાહકોને 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ( રૂપિયા 9,500 સુધી ) મળી શકે છે . એમેઝોન સ્માર્ટફોન , ટીવી અને અન્ય સેમસંગ ડિવાઈસ પર ડીલ માટે સેમસંગ સાથે કામ કરશે
સેમસંગનો પ્રીમિયમ ગેલેક્સી S25 Ultra 5G હવે સેલ દરમિયાન માત્ર રૂપિયા 99,999માં ઉપલબ્ધ છે . જયારે તેની મૂળ કિંમત રૂપિયા 1,29,999 છે ગ્રાહકો જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરીને રૂપિયા 70,000 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ઉપરાંત, એમેઝોન તફથી રૂપિયા 2,000નું કુપન ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.
બજેટ સ્માર્ટફોન શોધી રહેલા ગ્રાહકો માટે Redmi A7 Pro 5G સારો વિકલ્પ બની શકે છે આ ફોન સેલ દરમિયાન રૂપિયા 11,999 મળી રહ્યું છે જયારે તેરી MRP 15,999 છે 6.9 ઇંચ ડિસ્પ્લે, 6300mAh બેટરી અને ઓક્ટા કોર પ્રોસ્સેસર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
A 16 ચિપ સાથેનો Apple iPad 11 inch હવે રૂપિયા 32,900 માં ઉપલબ્ધ છે . ગ્રાહકો જૂની ડિવાઈસ એક્સચેન્જ કરીને કિંમત વધુ ઘટાડીને રૂપિયા 31,150 સુધી લઈ જઈ શકે છે . iPad માં 128GB સ્ટોરેજ , Touch ID અને લાંબી બેટરી લાઈફ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે .
13મી જનરેશન Intel Core i5 પ્રોસેસર , 16GB RAM અને 512GB SSD સાથે આવતો Asus Vivobook 15 હવે રૂપિયા 59,990 માં વેચાઈ રહ્યો છે . લેપટોપમાં 15.6 ઇંચ Full-HD ડિસ્પ્લે અને Windows 11 સપોર્ટ આપવામાં આવ્યો છે . એક્સચેન્જ ઓફરથી રૂપિયા 8,850 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે .
તાજેતરમાં લોન્ચ થયેલો Samsung 43 inch Crystal UHD 4K Vision AI Smart TV હવે રૂપિયા 28,990 ની અસરકારક કિંમતે ઉપલબ્ધ છે . ગ્રાહકો કૂપન ડિસ્કાઉન્ટ સાથે ક્રેડિટ કાર્ડ ઓફરનો લાભ લઈને વધુ બચત કરી શકે છે .
એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 દરમિયાન અનેક ગેજેટ્સ અને ઇલેક્ટ્રોનિક્સ પર આવી જ આકર્ષક ડીલ્સ ઉપલબ્ધ રહેશે .
જાહેરાત
જાહેરાત