Gemini હવે વધુ સ્માર્ટ :Google TV પર લાઈવ સ્કોર , ડીપ ડાઈવ્સ

Google TV નું નવું Gemini અપડેટમાં ટીવી પરના દશ્યો જોવા , પુરેપુરી માહિતી અને એ પણ સમજાય તેવી ભાષામાં અને રમતગમતના નાના- મોટા સમાચાર લાવવા .

Gemini હવે વધુ સ્માર્ટ :Google TV પર લાઈવ સ્કોર , ડીપ ડાઈવ્સ

Photo Credit: Google

Google TV માટે Gemini ઓસ્ટ્રેલિયા , ન્યુઝીલેન્ડ અને યુકેમાં પણ શરૂ કરવામાં આવી છે .

હાઇલાઇટ્સ
  • કંપનીએ ત્રણ નવી AI સુવિધાઓ રજૂ
  • Gemini AI ઇન્ટરેક્ટિવ સ્લાઈડ્સ અને ફોલો-અપ સવાલો સાથે વિષય સમજાવે
  • લાઈવ સ્પોર્ટ્સ સ્કોર , રેસીપીના વિડીયો અને ડિનર પ્લાનિંગ જેવી સૂચનાઓ મળશે
જાહેરાત

Google એ તેના Google  TV માટે Geminiમાં મોટું અપગ્રેડ જાહેર કર્યું છે . કંપનીએ ત્રણ નવી AI સુવિધાઓ રજૂ કરી છે , જે યુઝર્સને મોબાઈલ હાથમાં લીધા વગર જ ઘણી માહિતી સીધી તમારી ટીવી સ્ક્રીન પર મળી રહેશે  . આની સૌથી ખાસ વાત એ છે કે નવી સુવિધા લાઈવ સ્પોર્ટ્સ સ્કોરકાર્ડ છે . આથી યુઝર્સ પોતાની  મનસપંદ ટીમના સ્કોર તરત જોઈ શકશે , તે પણ તેઓ જે કન્ટેન્ટ જોઈ રહ્યા હોય તેને બંદ કર્યા વગર , છે ને મજાની વાત .  Google  TV માટે  Gemini ઓસ્ટ્રેલિયા , ન્યુઝીલેન્ડ અને યુકેમાં પણ શરૂ કરવામાં આવી છે .

કંપનીએ પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે આ નવી સુવિધાઓમાં રિયર વિઝ્યુઅલ સહાય , ડીપ ડાઈવ્સ અને સ્પોર્ટ્સ બ્રીફ્સનો સમાવેશ થાય છે . હાલ રિયર  વિઝ્યુઅલ સહાયકેનેડા અને યુએસમાં ઉપલબ્ધ થશે , જયારે ડીપ ડાઈવ્સ અને સ્પોર્ટ્સ બ્રીફ્સ ફક્ત યુએસ માટે જ રહેશે . ભવિષ્યમાં વધુ દેશોમાં પણ આ સુવિધાઓ લાવવામાં આવશે .

 રિચર વિઝ્યુઅલ સહાય દ્રારા યુઝર્સ પોતાના પ્રશ્નો અનુસાર માહિતી સીધી તેવી પર જોઈ શકે છે . તેમાં લાઈવ સ્પોર્ટ્સ સ્કોર , રેસીપીના વિડીયો અને ડિનર પ્લાનિંગ જેવી સૂચનાઓ મળશે . માહિતી વિડીયો , ટેક્સ્ટ અને વિઝ્યુઅલના મિશ્રણમાં આપવામાં આવશે .

ડીપ ડાઈવ્સ ફીચર દ્રારા યુઝર્સ હેલ્થ , ટેક્નોલોજી , અર્થશાસ્ત્ર જેવા વિષયો પર સરળ રીતે શીખી શકે છે . Gemini AI ઇન્ટરેક્ટિવ સ્લાઈડ્સ અને ફોલો-અપ સવાલો સાથે વિષય સમજાવે છે  , જેથી શીખવું વધુ સરળ બને છે .

સ્પોર્ટ્સ બ્રીફ્સ ફીચર પણ અપડેટ થયું છે .હવે તેમાં સ્પોર્ટ્સ અપડેટ્સ પણ મળશે . યુઝર્સને મેચના રિઝલ્ટ પ્લેયર અપડેટ અને ટૂંકા સારાંશ સરળ રીતે મળી જશે . હાલ આ સુવિધા NBA, NCAA Basketball, NHL, MLB, MLS અને  NWSL માટે સપોર્ટ કરે છે .

 Google  TV નું નવું Gemini અપડેટમાં ટીવી પરના દશ્યો જોવા , ગમે તેવી માહિતી કેમ ન હોય તે પણ પુરેપુરી માહિતી અને એ પણ સમજાય તેવી ભાષામાં અને સાથે સાથે રમતગમતના નાના- મોટા સમાચાર લાવવા . 

 


(हेडलाइन के अलावा, इस खबर को एनडीटीवी टीम ने संपादित नहीं किया है, यह सिंडीकेट फीड से सीधे प्रकाशित की गई है।)
Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »