Gemini માં Avtar ફીચર આવશે , યુઝર્સ પોતાની ડિજિટલ ઓળખ બનાવી શકે છે

Google એક અવતાર ફીચર પર કામ કરી રહ્યું છે જે Android XR ના લાઈકનેસ જેવું જ દેખાય છે

Gemini માં Avtar ફીચર આવશે , યુઝર્સ પોતાની ડિજિટલ ઓળખ બનાવી શકે છે

Photo Credit: Google

Gemini કોઈ પણ સુવિધાને ઝડપી બનાવી તેનો નિર્માણ કરે છે

હાઇલાઇટ્સ
  • યુઝર્સ "@me " જેવા પ્રોમ્પટનો ઉપયોગ
  • ફીચરના સંકેતો APK teardown દરમિયાન જોવા મળ્યા
  • Android એપના વર્ઝન 17.11.54.sa.arm 64 ના કોડમાંથી મળી
જાહેરાત

Google  એક નવી AI સુવિધા પર કામ કરી રહ્યું છે , જેના દ્રારા યુઝર્સ પોતાનો 3D અવતાર બનાવી શકશે . રિપોર્ટ મુજબ , આ ફીચર હજી સુધી પૂરો થયો નથી  અને  હાલ કોઈ પણ યુઝર માટે ઉપલબ્ધ નથી , જેમાં બીટા ટેસ્ટર્સ પણ સામેલ છે . આ નવી સુવિધાને "Avatar " નામ આપવામાં આવ્યું છે અને તે Android XR  ની Likeness ટેક્નોલોજી જોઈ જ સિસ્ટમ પર આધારિત છે  , જે ડિસેમ્બર 2025 માં રજૂ કરવામાં આવી હતી . આ ફીચર લોન્ચ થયા બાદ Gemini યુઝર્સ માટે વધુ પર્સનલાઇઝડ અને ઝડપી કન્ટેન્ટ સરળ બનશે .

Gemini માં Avtar આવશે:
Android Authority ના રિપોર્ટ મુજબ , Google Gemini  એપમાં આ ફીચરના સંકેતો APK teardown દરમિયાન જોવા મળ્યા હતા . આ માહિતી Google for  Android  એપના વર્ઝન 17.11.54.sa.arm 64 ના કોડમાંથી મળી આવી હતી . હાલ આ ફીચર એપમાં દેખાતું નથી અને તેને ઉપયોગ કરવા માટે  ઉપલબ્ધ પણ નથી  .

gemini avatar android authority Avatar in Gemini

Avatar in Gemini
Photo Credit: Android Authority

રિપોર્ટમાં કેટલાક સ્ક્રેઇનશોટ પણ શેર કરવામાં આવ્યા છે , જેમાં ઈન્ટ્રો પેજ , ફીચર અને અવતાર કેવી રીતે બનાવવો તેની કેવી રીતે અમલમાં લાવી તે પણ બતાવવામાં  આવી છે . જોકે આ ફીચર હજુ સુધી સક્રિય નથી કારણ કે તેને સર્વર-સાઇડથી ચાલુ કરવાની જરૂર છે .

આ ફીચર Android XR ની Likeness ટેક્નોલોજી સાથે મળતું આવે છે . તે ટેક્નોલોજીનો ઉપયોગ ઓનલાઇન મિટિંગ કે વિડીયો કોલ દરમિયાન ડિજિટલ અવતાર બનાવવા માટે થતો હતો  .

પણ Gemini માં આવનારા Avtar ફિચરનો ઉપયોગ થોડો અલગ રહેશે . આ ફીચર યુઝર્સને ઝડપથી કન્ટેન્ટ બનાવવામાં મદદ કરશે . કોડમાં જણાવ્યા મુજબ , યુઝર્સ "@me " જેવા પ્રોમ્પટનો ઉપયોગ કરીને પોતાના અવતારને જનરેટ થતી ઈમેજમાં ઉમેરાવી શકશે .

આનાથી યુઝર્સને દરેક વખતે નવી સેલ્ફી અપલોડ કરવાની જરૂર નહિ પડે અને તેઓ સેવ કરેલા અવતારનો ઉપયોગ કરી શકશે . જોકે હજી સુધી આ વાતની પુષ્ટિ  થઈ નથી કે આ ફીચર Veo AI સાથે વિડીયો બનાવવા માટે પણ ઉપયોગી થશે કે નહીં .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. મોટોરોલાનું પહેલું બુક - સ્ટાઈલ ફોલ્ડેબલ Razr Fold ભારતમાં આવ્યું વેચાણ માટે
  2. Acer Aspire 5 AI લેપટોપ આવ્યો ભારતમાં 32GB RAM અને Copilot + સપોર્ટ સાથે
  3. Apple Watch માં Sleep Apnea Alert , AirPods Pro માં Hearing Test સુવિધા શરૂ
  4. Leica કેમેરા અને 6500mAh બેટરી સાથે આવશે Xiaomi 17T સ્માર્ટફોન
  5. Motorola Edge 70 Pro + ભારતમાં લોન્ચ માટે તૈયાર , મળશે 50MP પેરિસ્કોપ કેમેરા
  6. ડૉ . વિદુષીની નવી સફર શરૂ , " હૂ ઈઝ યોર ગાયનેક ? " સીઝન 2 ને મળ્યો સારો અભિપ્રાય
  7. Xiaomi 17T અને 17T Pro ના ભાવ સામે આવ્યા , ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ શક્ય
  8. પોસ્ટપેઈડ યુઝર્સ માટેની Airtel નેટવર્ક સ્લાઇસિંગ સર્વિસ પર સરકારની નજર
  9. Snapdragon 8 Elite Gen 6 Pro+ ચિપ સાથે iQOO 16 ટૂંક સમયમાં એન્ટ્રી લઈ શકે છે
  10. Xiaomi 17T ભારતમાં 4 જૂને આવશે , મળશે Leica ટ્રિપલ કેમેરા અને Dimensity 8500 Ultra ચિપ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »