Google Cloud Next 2026 માં Workspace Intelligence સહિત અનેક નવી સુવિધાઓ જાહેર

Google ડેવલપર્સ માટે MCP સર્વરની મદદથી વર્કસ્પેસ ક્ષમતાઓ વધારી રહ્યું છે

Google Cloud Next 2026 માં Workspace Intelligence સહિત અનેક નવી સુવિધાઓ જાહેર

Photo Credit: Google

Google જણાવ્યું હતું કે આ સુવિધાઓ આવતા અઠવાડિયામાં રોલઆઉટ થવાનું શરૂ થશે .

હાઇલાઇટ્સ
  • Google Workspace માટે અનેક નવા અને મહત્વપૂર્ણ અપડેટ્સ જાહેર
  • કંપનીએ " Workspace Intelligence " નામની નવી સિસ્ટમ રજૂ કરી
  • Google Meet માં " Take Notes For Me " ફીચર હવે વધુ એડવાન્સ
જાહેરાત

Google એ Google Cloud Next 2026 દરમિયાન તેના Google Workspace માટે અનેક નવા અને મહત્વપૂર્ણ અપડેટ્સ જાહેર કર્યા છે . આ અપડેટ્સમાં ખાસ  કરીને AI દ્રારા કામને વધુ સરળ , ઝડપી અને સ્માર્ટ બનાવવાનું ધ્યાન રાખવામાં આવ્યું છે . કંપનીનો મુખ્ય હેતુ એ છે કે ઓફિસમાં થતું રોજનું કામ ઓછા  સમયમાં અને ઓછા પ્રયત્નોમાં પૂર્ણ થઈ શકે છે . કંપનીએ " Workspace Intelligence " નામની નવી સિસ્ટમ રજૂ કરી છે . આ સિસ્ટમ Google Docs , Google Slides અને Gmail જેવી એપ્સમાં રહેલી ફાઈલો  , પ્રોજેક્ટ્સ અને ટીમ મેમ્બર્સ વચ્ચેના સંબંધોને સમજવામાં મદદ કરે છે . સરળ ભાષામાં કહીએ તો , તે તમારું કામ અને ડેટા " સમજે " છે અને તેના આધારે  તમને યોગ્ય સૂચના આપે છે . જેથી કામ વધુ ઓટોમેટિક અને અસરકારક બને .

Google Meet માં " Take Notes For Me " ફીચર હવે વધુ એડવાન્સ બનશે . આ સુવિધા હવે માત્ર Meet મીટિંગ્સ પૂરતી મર્યાદિત નહીં રહે , પરંતુ Zoom અને  Microsoft Teams  જેવી અન્ય પ્લેટફોર્મ્સ પરની મીટિંગ્સમાંથી પણ આપમેળે નોટ્સ અને જરૂરી મુદ્દાઓ તૈયાર કરી શકશે . ગૂગલ મુજબ લાખો યુઝર્સ  પહેલેથી આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે .

Google Sheets માં પણ મોટા સુધારા કરવામાં આવી રહ્યા છે . Gemini AI ની મદદથી હવે યુઝર્સ HubSpot અને Salesforce જેવી બહારની સેવાઓમાંથી  ડેટા સરળતાથી લાવી શકશે . સાથે જ "Canvas " ફીચર દ્રારા સ્પ્રેડશીટમાં જ ડેશબોર્ડ , હીટમેપ અને કાનબન બોર્ડ જેવી ઇન્ટરેક્ટિવ વસ્તુઓ  બનાવી શકાય છે .

વિકાસકર્તાઓ માટે Google એક નવો MCP સર્વર લાવી રહ્યું છે , જે બહારની એપ્સને Google Drive , Gmail અને Calendar સાથે સુરક્ષિત રીતે જોડવાની  સુવિધા આપે છે  . સાથે જ " Skills " નામના ઓટોમેશન ટુલ્સ રજૂ થયા છે , જે વારંવાર થતા કામને જાતે જ પૂર્ણ કરી શકે છે .

Google Vids માં હવે વધુ કસ્ટમાઈઝેશન મળશે , જેમ કે લોગો અને બ્રાન્ડિંગ ઉમેરવી . બીજી તરફ Gemini હવે Workspace એપ્સ સાથે વધુ સારી રીતે જોડાઈને  ડોક્યુમેન્ટસ અને કેલેન્ડર મેનેજ કરવામાં મદદ કરશે .

સિક્યુરિટી માટે પણ નવા ગવર્નન્સ ટુલ્સ એડ કરાયા છે . જે ડેટાને વધુ સુરક્ષિત બનાવે છે . કુલ મળીને , આ અપડેટ્સ Workspaces ને વધુ બુદ્ધિશાળી , ઝડપી  અને ઓટોમેટિક બનાવશે . આ તમામ નવી સુવિધાઓ ટૂંક જ સમયમાં યુઝર્સ માટે ઉપલબ્ધ થવા લાગશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  2. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  3. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  4. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  5. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  6. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  7. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  8. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  9. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  10. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »