ગુગલ જેમિની જે એઆઈ છે , તેનું રોજિંદા જીવનમાં વધુ ઉપયોગ થઈ રહ્યું છે
Photo Credit: Google
Google Gemini
Google Gemini જેવા AI ચેટબોટ્સનો ઉપયોગ હવે રોજિંદા જીવનમાં ઝડપથી વધી રહ્યો છે . યુઝર્સને વધુ સારો અનુભવ આપવા માટે Gemini તમારી વાતચીત , સવાલો અને અન્ય કામોના રેકોર્ડ રાખે છે . જોકે , આ કારણે ગોપનીયતા સંબંધિત ચિંતાઓ પણ ઉભી થઈ શકે છે . સારા સમાચાર એ છે કે Google તમને તમારી Gemini પ્રવૃત્તિ જોવા , મેનેજ કરવા અને ડિલીટ કરવાની સુવિધા આપે છે .
Gemini તમારી પ્રવુતિ કેવી રીતે સાચવે છે ?
જો તમે તમારા Google એકાઉન્ટમાં સાઈન ઈન છો અને Activity Saving ચાલુ છે , તો Gemini સાથેની તમારી વાતચીત અને અન્ય પ્રવુતિઓ તમારા Google એકાઉન્ટમાં સંગ્રહિત થાય છે . તમે જયારે ઈચ્છો ત્યારે આ માહિતી જોઈ અથવા કાઢી શકો છો .
Gemini Activity કેવી રીતે ડિલીટ કરવી ?
તમારા કમ્પ્યુટર અથવા મોબાઈલમાં gemini.google.com ખોલો .
Settings & Help પર ક્લિક કરો .
પછી Activity વિકલ્પ પસંદ કરો .
તમે સીધા myactivity.google.com/product/gemini પર પણ જઈ શકો છો .
હવે જે પ્રવૃત્તિ કાઢી નાખવી હોય તે પસંદ કરો .
ડિલીટ કરવા માટે ઉપલબ્ધ વિકલ્પો :
બધી Gemini Activity ડિલીટ કરો
છેલ્લા એક કલાકની Activity ડિલીટ કરો
છેલ્લા એક દિવસની Activity ડિલીટ કરો
ચોક્કસ સમયગાળાની Activity ડિલીટ કરો
ચોક્કસ દિવસની Activity ડિલીટ કરો
કોઈ એક ચોક્કસ Activity ડિલીટ કરો
Activity ડિલીટ કર્યા પછી શું થાય છે ?
જો તમે Gemini સાથેની ચેટ ડિલીટ કરો છો , તો તે ચેટ દૂર થઈ જશે , પરંતુ Gem પોતે ડિલીટ થશે નહીં .
જો તમે કોઈ શેર કરેલી ચેટ ડિલીટ કરો છો , તો તેની જાહેર લિંક આપમેળે દૂર થતી નથી .
જો તમે Gemini Live Chat Activity ડિલીટ કરો છો , તો તેની સાથે જોડાયેલા ઓડિયો , ટ્રાન્સક્રિપ્ટ , વિડીયો અને સ્ક્રીનશેર પણ કાયમ માટે દૂર થઈ જશે .
જો તમે તમારી ગોપનીયતા પર વધુ નિયંત્રણ રાખવા માંગતા હો તો સમયાંતરે Gemini Activity તપાસવી અને જરૂર મુજબ તેને ડિલીટ કરવી એક સારો વિકલ્પ બની શકે છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch