WhatsAppમાં આવતા ફોટા અને વિડીયો ફોનની ગેલેરીમાં ડાઉનલોડ કરીને સેવ કરે છે , જેનાથી સ્ટોરેજ ઝડપથી ભરાઈ શકે છે
Photo Credit: Pexels/Anton
WhatsApp દુનિયાભરમાં સૌથી વધુ વપરાતો મેસેજિંગ એપ છે
WhatsApp દુનિયાની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ્સમાંની એક છે . આ એપમાં એક એવી સુવિધા છે , જેના કારણે ફોનનું સ્ટોરેજ ઝડપથી ભરાઈ શકે છે . ડિફોલ્ટ સેટિંગ્સને કારણે WhatsApp પર આવતા ફોટા , વિડીયો અને અન્ય મીડિયા ફાઇલ્સ આપમેળે ફોનની ગેલેરીમાં સેવ થઈ જાય છે . જો તમે કોઈ ગ્રુપમાં હોવ અથવા રોજના ઘણા ફોટા -વિડીયો મેળવો છો , તો ફોનનું સ્ટોરેજ જલ્દી ભરાઈ જાય છે . સાથે જ , ગેલેરીમાં પ્રાઇવેટ ફોટા અને વિડીયો દેખાતા હોવાથી પ્રાઇવસીની ચિંતા પણ રહે છે .
સારી વાત એ છે કે WhatsAppમાં એવી સેટિંગ્સ ઉપલબ્ધ છે , જેના દ્રારા તમે મીડિયા ફાઇલ્સને આપમેળે સેવ થતી અટકાવી શકો છો . આમ કરવાથી ફોનનું સ્ટોરેજ બચશે અને તમારી પ્રાઇવસી પણ જળવાઈ રહે .
જો તમે માત્ર કોઈ ખાસ ચેટ કે ગ્રુપ માટે જ મીડિયા ગેલેરીમાં દેખાવું બંધ કરવા માંગતા હોવ , તો તે ચેટ ખોલો અને કોન્ટેક્ટ કે ગ્રુપના નામ પર ટેપ કરો . ત્યારબાદ Media Visibility વિકલ્પને બંધ કરી દો . આમ કરવાથી તે ચેટના ફોટા અને વિડીયો ફોનની ગેલેરીમાં દેખાશે નહીં .
આ સેટિંગ તમે અલગ અલગ ચેટ અને ગ્રુપ માટે પણ લાગુ કરી શકો છો . એકવાર સેટિંગ્સ બદલ્યા પછી , તમારી ગેલેરી તપાસો . હવે WhatsApp પર આવતું નવું મીડિયા આપમેળે સેવ નહીં થાય , જેથી ફોનનું સ્ટોરેજ પણ બચશે અને પ્રાઇવસી પણ જળવાઈ રહેશે .
જાહેરાત
જાહેરાત