AIની મદદથી જૂના અને બ્લર ફોટાની ગુણવત્તા સુધારો , જાણો સરળ રીત

ગૂગલ ગૂગલ ફોટોઝમાં ફોટો અનબ્લર સુવિધા વડે ઝાંખી ફોટોને ઠીક કરવાની સુવિધા મળે છે

AIની મદદથી જૂના અને બ્લર ફોટાની ગુણવત્તા સુધારો , જાણો સરળ રીત

Photo Credit: Google Photos

ફોટો અનબ્લર ફોટોને અનબ્લર કરે છે .

હાઇલાઇટ્સ
  • Google Photosમાં Photo Unblur નામનું AI આધારિત ફીચર
  • ટૂલ માત્ર એક ટેપથી ફોટાની ગુણવત્તામાં સુધારો કરી શકે
  • ફોટાના વિગતોને વધુ સારી રીતે પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ
જાહેરાત

ઝાંખા ફોટા લાંબા સમયથી સ્માર્ટફોન યુઝર્સ માટે સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક રહ્યા છે . ઘણી વખત ઉતાવળમાં લેવામાં આવેલા ફોટા , હાથ ધ્રુજવાના કારણે પડતો મોશન બ્લર અથવા જૂના અને ઓછી ગુણવત્તાવાળા કેમેરાથી લેવામાં આવેલી ઈમેજો તેમની સ્પષ્ટતા ગુમાવી દે છે . પરિણામે ઘણી બધી યાદો ધરાવતા ફોટા પણ ઉપયોગમાં લેવા યોગ્ય રહેતા નથી . આ સમસ્યાને  ધ્યાનમાં રાખીને Google Photosમાં Photo Unblur નામનું AI આધારિત ફીચર આપવામાં આવ્યું છે .જે ઝાંખા ફોટાને વધુ સ્પષ્ટ અને વિગતવાર બનાવવામાં મદદ કરે છે .

આ ટૂલ માત્ર એક ટેપથી ફોટાની ગુણવત્તામાં સુધારો કરી શકે છે અને યુઝર્સ તેમની જૂની અથવા ખરાબ ઈમેજોને નવો રૂપ આપવાની તક પણ આપે છે .

Photo Unblur નો ઉપયોગ કેવી રીતે કરવો ?

  • Google Photosમાં Photo Unblur ફીચરનો ઉપયોગ કરવો ખુબ જ સરળ છે .સૌપ્રથમ તમારા Android , iPhone અથવા Chromebook Plus ડિવાઈસમાં Google Photos એપ ખોલો . 
  • ત્યારબાદ જે ફોટો ઝાંખો દેખાય છે અથવા જેને વધુ સ્પષ્ટ બનાવવા માંગતા હો તે પસંદ કરો .
  • હવે સ્ક્રીનના નીચેના ભાગમાં આપેલા Edit વિકલ્પ પર ટેપ કરો . 
  • એડિટિંગ ટૂલ્સની યાદીમાં Photo Unblur વિકલ્પ પસંદ કરો .
  • ત્યારબાદ Google Photosનું AI ફોટાનું વિશ્લેષણ કરીને આપમેળે શાર્પનિંગ અને ડિટેલ એન્હાન્સમેન્ટ લાગુ કરશે .

ફોટો સુધાર્યા પછી તમે Strength Sliderની મદદથી ઇફેક્ટ વધારી કે ઘટાડી શકો છો . જયારે ફોટો સારો લાગે ત્યારે તેને Save Copy વિકલ્પ પર ટેપ કરો . આ પ્રક્રિયાથી મૂળ ફોટો એવું જ રહેશે અને નવો Edit કરાયેલો ફોટો પણ અલગથી Save રહેશે જેથી તમે મૂળ ફોટો પણ  જોઈ શકો .


AI થી ફોટા બનશે વધુ આકર્ષક 

Photo Unblur ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ફોટાના વિગતોને વધુ સારી રીતે પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે  . આ ફીચર ખાસ કરીને જૂના ફોટા , મોશન બ્લરવાળી ઈમેજો અને થોડી ઝાંખી ઈમેજો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે . જો કે તે દરેક ફોટાને સંપૂર્ણપણે સુધારી શકે તે જરૂરી નથી , પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં ફોટાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે . AI ટેક્નોલોજીના ઉપયોગથી Google Photos હવે માત્ર ફોટો સ્ટોરેજ એપ જ નહીં , પરંતુ એક શક્તિશાળી ફોટો એડિટિંગ પ્લેટફોર્મ પણ બની રહ્યો છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  2. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  3. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  4. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  5. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  6. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  7. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  8. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  9. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  10. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »