Instagramનું નવું Instagram Plus સબ્સ્ક્રિપ્શન : Story Spotlightથી લઈને Advanced Insights સુધી શું મળશે ?

Instagram એ Instagram Plusનામનું નવું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન લોન્ચ કર્યું છે .

Instagramનું નવું Instagram Plus સબ્સ્ક્રિપ્શન :  Story Spotlightથી લઈને  Advanced Insights સુધી શું મળશે ?

Photo Credit: Meta

ઘણી નવી પ્રીમિયમ સુવિધાઓ Instagram Plus સબ્સ્ક્રિપ્શન સાથે આવે છે .

હાઇલાઇટ્સ
  • Instagramએ તેના યુઝર્સ માટે Instagram Plus નામનું નવું સબ્સ્ક્રિપ્શન
  • Instagram Plusને ત્રણ મુખ્ય ભાગોમાં
  • સ્ટોરીનો સમયગાળો 24 કલાકથી વધારીને 48 કલાક સુધી લંબાવવાની સુવિધા
જાહેરાત

 Instagramએ તેના યુઝર્સ માટે  Instagram Plus  નામનું નવું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યો છે . કંપનીના જણાવ્યા અનુસાર આ એક વૈકલ્પિક પેઈડ સેવા છે . જે એવા યુઝર્સ માટે બનાવવામાં આવી છે જેઓ વધુ પર્સનલ , નવા આધુનિક ઇનસાઇટ્સ અને વધારાના શેરિંગ નિયંત્રણો મેળવવા માંગે છે . Instagramએ સ્પષ્ટ કહ્યું છે કે પ્લેટફોર્મનો સામાન્ય અનુભવ પહેલાની જેમ જ મફત રહેશે અને યુઝર્સ સબ્સ્ક્રિપ્શન લીધા વગર પણ તમામ મૂળભૂત સુવિધાઓનો ઉપયોગ કરી શકશે .

કંપનીએ Instagram Plusને ત્રણ મુખ્ય ભાગોમાં વહેચ્યું છે . સોશિયલ એન્ગેજમેન્ટ , ઇનસાઇટ્સ અને પ્રિવ્યુ ટૂલ્સ અને પ્રોફાઈલ કસ્ટમાઈઝેશન. Instagramનું કહેવું છે કે આ સુવિધાઓનો મુખ્ય હેતુ યુઝર્સને તેમની કન્ટેન્ટ અને ઓડિયન્સ પર વધુ નિયંત્રણ આપવાનો છે .

નવા સબ્સ્ક્રિપ્શનમાં Story Spotlight નામની સુવિધા આપવામાં આવી છે , જેના દ્રારા યુઝની સ્ટોરી તેના તેમના મિત્રોની ફીડમાં વધુ પ્રાથમિકતા સાથે દેખાશે . આ ઉપરાંત Multiple Story Audience  ફીચર્સ દ્રારા યુઝર્સ જુદા જુદા લોકો માટે અલગ અલગ કસ્ટમ ઓડિયન્સ લિસ્ટ બનાવી શકશે . આ હાલની Close Friends સુવિધાનું વધુ આધુનિક વર્ઝન માનવામાં આવે છે .

આ ઉપરાંત Story Extend ફીચર સ્ટોરીનો સમયગાળો 24 કલાકથી વધારીને 48 કલાક સુધી લંબાવવાની સુવિધા આપે છે .

Instagram Plusમાં Super Hearts ફીચર પણ સામેલ કરવામાં આવ્યું છે . આ ફીચરમાં જયારે પણ કોઈ મિત્ર યુઝર્સની સ્ટોરી પર પ્રતિક્રિયા આપશે  ત્યારે વિશેષ એનિમેટેડ હાર્ટ ઇફેક્ટ  જોવા મળશે , જે સ્ટોરી ઈન્ટરએક્શનને વધુ રસપ્રદ બનાવશે .કન્ટેન્ટ પરફોર્મન્સને નજીકથી ટ્રેક કરતા યુઝર્સ માટે Instagramએ કેટલાક નવા ઈનસાઈટ્સ ટૂલ્સ પણ એડ કર્યા છે . Story Rewatch Insights  દ્રારા યુઝર્સ જાણી શકે છે કે તેમની સ્ટોરી  કેટલીક વખત ફરીથી જોવામાં આવી છે . જયારે Search Viewer List ફીચર સ્ટોરી વ્યૂઅર લિસ્ટમાં કોઈ ચોક્સ એકાઉન્ટને ઝડપથી શોધવાની સુવિધા આપશે .

આ ઉપરાંત , Story Preview નામની નવી સુવિધા પણ રજૂ કરવામાં આવી છે . તેના દ્રારા સબ્સ્ક્રાઇબર્સ સ્ટોરીને વ્યુ તરીકે નોંધાયા વગર પ્રિવ્યુ કરી શકશે . કંપનીના જણાવ્યા અનુસાર આ ફીચર એવા યુઝર્સ માટે ઉપયોગી રહેશે જેઓ સ્ટોરી જોવા માંગે છે પરંતુ તરત જ કોઈ ઇન્ટરએક્શન કરવા માંગતી નથી .

Instagram એ વધુમાં જણાવ્યું છે કે Instagram Plusનો ત્રીજો વિભાગ પ્રોફાઈલ કસ્ટમાઈઝેશન અને વૈકલ્પિક પોસ્ટિંગ વિકલ્પો મુખ્ય છે . જોકે , આ કેટેગરી હેઠળની તમામ સુવિધાઓ અંગે કંપનીએ હજુ સંપૂર્ણ વિગતો જાહેર કરી નથી .

Instagram Plusનું વૈશ્વિક સ્તરે ક્રમશ રોલઆઉટ શરૂ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં તેમાં વધુ નવી સુવિધાઓ ઉમેરવામાં આવી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  2. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  3. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  4. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  5. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  6. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  7. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
  8. મોટી બચત કરો iPhoneની ખરીદી Flipkart Freedom Sale 2026માં
  9. Vivo S2 લોન્ચ પહેલા ફીચર્સ અને કિંમત લીક , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે
  10. Xiaomiનો Redmi 17 5G રજૂ , Android 16 અને Unisoc T 8300 પ્રોસેસર મળશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »