Apple લાવ્યું iOS 26.4, iPhone માં મળશે Playlist Playground અને નવી સુવિધાઓ

iOS 26.4 ની Playlist Playground સુવિધા યુઝર્સના સંકેતોના આધારે જનરેટ કરે છે

Apple લાવ્યું iOS 26.4, iPhone માં મળશે Playlist Playground અને નવી સુવિધાઓ

iPhone 17 સિરીઝના લોન્ચ પછી iOS 26 સપ્ટેમ્બરમાં રિલીઝ થયું હતું .

હાઇલાઇટ્સ
  • iOS 26.4 અપડેટ સાથે Apple Musicમાં મહત્વપૂર્ણ ફેરફારો
  • ઇન્ટરનેટ વગર પણ ગીત ઓળખી શકાય
  • નવા ઇમેજ ક્રિએશન અને એડિટિંગ ટુલ્સ , Reminders માં ટાસ્કને તાત્કાલિક તરીક
જાહેરાત

Apple એ મંગળવારે iPhone યુઝર્સ માટે iOS 26.4 અપડેટ રિલીઝ કર્યું છે . આ  iOS 26 નું ચોથું મોટું અપડેટ છે , જે કંપનીએ સપ્ટેમ્બર દરમિયાન પહેલી વખત રજૂ કર્યો હતો . આ નવા અપડેટ્સમાં ખાસ કરીને Apple Music માટે નવી સુવિધાઓ , નવા ઇમોજીસ અને કેટલાક સિસ્ટમ સુધારાઓને શામેલ કરવામાં આવ્યા છે .  જોકે યુઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેવા સ્માર્ટ Siri જેવી Apple Intelligence ફીચર શામેલ નથી . iOS 26.4 અપડેટ સાથે Apple Musicમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવશે. તેમાં Playlist Playground નામનું નવું ફીચર ને જગ્યા મળેલ છે , જે AI આધારિત  છે જે યુઝર્સ ના થીમ , મૂડ , પ્રસંગ મુજબ playlist તૈયાર કરે છે .આ ફિચે હાલમાં બીટા વર્ઝન માં ઉપલબ્ધ છે . આની સાથે જ Concert Discovery  ફીચર પણ એડ કરવામાં આવ્યું છે , જે યુઝર્સને તેમની પસંદગીના કલાકારોના નજીક લાઈવ શો બતાવવામાં મદદ કર છે .

આ અપડેટમાં ઓફલાઈન મ્યુઝિક સપોર્ટ પણ આપવામાં આવ્યો છે , જેના દ્રારા ઇન્ટરનેટ વગર પણ ગીત ઓળખી શકાય છે અને જયારે ઓનલાઇન જઈએ ત્યારે આનું  રિઝલ્ટ પણ જોઈ શકાય . આ ઉપરાંત નવું Ambient Music વિજેટ મુકવામાં આવ્યો છે . જેમાં Sleep , Chill , Productivity અને Wellbeing  માટે તૈયાર playlist ને સીધા હોમ પેજ પર ઍક્સેસ કરી શકાશે . Apple Music માં હવે વધુ સારો અનુભવ માટે ફૂલ સ્ક્રીન બેકગ્રાઉન્ડ પણ એડ કરવામાં આવ્યા છે .

આ નવી અપડેટ્સમાં iPhone યુઝર્સને નવા આઠ ઇમોજીસ પણ આપવામાં આવ્યા છે , જેમાં ટ્રોમ્બોન  , બેલે ડાન્સર , લેન્ડસ્લાઇડ અને વિકૃત ચહેરો જેવા ઈમોજી શામેલ  છે . Accessibility માટે Reduce Bright Effects નામનું નવું સેટિંગ ઉમેરાયું છે , જે સ્ક્રીન પરના ફ્લેશ ઈફેક્ટસ ઘટાડે છે . સાથે જ સબટાઈટલ અને કેપશન કંટ્રોલ્સને વધુ સરળ અને કસ્ટમાઈઝેબલ બનાવવામાં આવ્યા છે . Reduce Motion સેટિંગમાં પણ સુધારો કરવામાં આવ્યો છે જેથી  એનિમેશન વધુ નિયંત્રિત થઇ શકે .

બીજા સુધારોમાં Freeform એપમાં નવા ઇમેજ ક્રિએશન અને એડિટિંગ ટુલ્સ , Reminders માં ટાસ્કને તાત્કાલિક તરીકે માર્ક કરવાની સુવિધા અને Smart List  માટે સુધારેલા  ફિલ્ટર વિકલ્પોનો સમાવેશ થાય છે ,  આ ઉપરાંત આના કીબોર્ડની ચોક્સાઈમાં પણ સુધારો કરવામાં  આવ્યો છે , ખાસ કરીને ઝડપથી ટાઈપ કરતી વખતે વધુ  સારો  અનુભવ આપવા માટે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »