OpenAI નું ChatGPT અપલોડ કરેલી ફાઈલોને લાઈબ્રેરીમાં સેવ કરે છે
Photo Credit: Reuters
OpenAI એ જણાવ્યું કે આ સુવિધા યુરોપિયન ઇકોનોમિક એરિયા, સ્વિટઝર્લેન્ડ અને યુકેના યુઝર્સ માટે આવશે
OpenAI એ મંગળવારે ChatGPT માં "લાઈબ્રેરી " નામની નવી સુવિધા ઉમેરવામાં આવી છે .આ ફીચર યુઝર્સ માટે અગાઉ અપલોડ કરેલી ફાઈલોને સરળતાથી શોધવા અને ફરીથી ઉપયોગ કરવા માટે બનાવવામાં આવ્યું છે .હવે ફાઈલોને વારંવાર અપલોડ કરવાની જરૂર નથી , કારણ કે લાઈબ્રેરી એક " લોકર" જેવી રીતે કામ કરે છે , જ્યાં બધી તાજેતરની ફાઈલો એક જગ્યાએ સંગ્રહિત રહે છે અને તેને સીધી વાતચીતમા લાવી સરળ બને છે . OpenAI એ ChatGPT માં "લાઈબ્રેરી " ફીચર ને એડ કર્યો છે . જે યુઝર્સને અપલોડ કરેલી ફાઈલો સરળતાથી શોધવા , મેનેજ કરવા અને ફરીથી ઉપયોગ કરવા મદદ કરે છે .
ChatGPT ને લાઈબ્રેરી મળે છે
કંપનીએ X પર આ ફીચરની જાહેરાત કરી હતી . ChatGPT ના મુખ્ય મેનુમાં હવે "લાઈબ્રેરી " નામનો નવો વિકલ્પો જોવા મળે છે તેમાં યુઝર્સ અપલોડ કરેલી તમામ ફાઈલો જેમ કે દસ્તાવેજો , ફોટા , સ્પ્રેડશીટ્સ અને પ્રેઝન્ટેશન એક સાથે દેખાશે .
યુઝર્સ ચેટ દરમિયાન એટેચમેન્ટ આઈફોન પર ક્લિક કરીને " તાજેતરની ફાઈલો " વિકલ્પમાંથી તાજેતરમાં અપલોડ કરેલી ત્રણ ફાઈલો પણ ઝડપીથી ઍક્સેસ કરી શકે છે . આથી એ જ ફાઈલને ફરીથી અપલોડ કાર્ય વગર જુદી જુદી ચેટમાં ઉપયોગ કરી શકાય છે .
લાઈબ્રેરી સાઈડબાર દ્રારા પણ ખોલી શકાય છે , જ્યાં યુઝર્સ બધી ફાઈલો શોધી શકે છે . વધુ સરળતા માટે સર્ચ બાર પણ આપવામાં આવ્યું છે , જેથી વધુ ફાઈલો હોય તો પણ ઝડપથી શોધી શકાય .
OpenAI મુજબ , આ ફીચર હાલમાં ChatGPT ના Plus , Pro અને Business સબ્સ્ક્રિપશન યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે . જોકે , યુરોપિયન ઇકોનોમિક એરિયા સ્વિટઝર્લેન્ડ અને યુકેમાં આ સુવિધા હાલમાં ઉપલબ્ધ નથી .
આની ખાસ વાત એ છે કે ફાઈલો એકાઉન્ટમાં ત્યાં સુધી સંગ્રહિત રહે છે , જ્યાં સુધી યુઝર્સ તેને પોતે ડીલીટ ન કરે . માત્ર ચેટ ડીલીટ કરવા માટે લાઈબ્રેરીમાં જઈને ટ્રેશ આઇકોન પર ક્લિક કરવું પડે છે . ડીલીટ કાર્ય પછી ફાઈલ તરત જ એકાઉન્ટમાંથી હટે છે અને 30 દિવસની અંદર સર્વરમાંથી હંમેશા માટે દૂર કરવામાં આવે છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Hackers Exploited Chrome and Qualcomm Vulnerabilities to Target Android Devices: Report
WhatsApp for Android Could Soon Let You Preview Chats Without Opening Them