સોરા એપ અને API બંદ થશે , OpenAIનું ધ્યાન હવે AGI અને રોબોટિક્સ પર

મંગળવારે એક પોસ્ટમાં OpenAI એ સોરા એપને બંદ કરશે એવી જાહેરાત કરવામાં આવી .

સોરા એપ અને API બંદ થશે , OpenAIનું ધ્યાન હવે AGI અને રોબોટિક્સ પર

Photo Credit: OpenAI

કંપની ટૂંક જ સમયમાં યુઝર્સને પોતાની વિડીયો કેવી રીતે સેવ કરવી તે સમજાવશે .

હાઇલાઇટ્સ
  • સોરા નામનું AI મોડેલ બંદ કરવામાં આવી રહ્યો નથી
  • કંપનીનું ધ્યાન " રોબોટિક્સ માટે સિમ્યુલેશન " તરફ
  • એપને બંદ કરવાંનુ કોઈ ચોક્કસ કારણ બતાવ્યું નથી
જાહેરાત

આ મંગળવારે OpenAI એ પોતાની લોકપ્રિય સોરા એપને બંદ કરવાની જાહેરાત કરી છે . આનાથી મોબાઈલ એપ અને તેની એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (API ) બંને પર પડશે . સાન ફ્રાન્સિસ્કોમાં સ્થિત આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીએ  હજી સુધી આ એપને બંદ કરવાંનુ કોઈ ચોક્કસ કારણ બતાવ્યું નથી કે  કોઈ પણ ચોક્કસ તારીખ પણ નથી આપી .પરંતુ આવનારા દિવસોમાં કંપની દ્રારા વધુ વિગતો બહાર પાડવામાં આવશે .

સોરા એપના ઓફિશિયલ હેન્ડલે X (જૂનું નામ ટવીટર) પર પોસ્ટમાં જાહેર કરવામાં આવ્યું હતું કે " સોરા સાથે તેનો સર્જન કરનાર , તેને શેર કરનાર અને તેની આસપાસના  એક ગ્રુપ બનાવનાર , દરેકનો આભાર .  તમે આ પ્લેટફોર્મ સાથે જે પણ કામ કર્યું એ જરૂરી હતો અને અમને ખ્યાલ છે કે આ વાત નિરાશાજનક   છે  "  આની સાથે જ કંપનીએ જણાવ્યું કે એપ બેન્ડ થવા પહેલા યુઝર્સ તેમના બનાવેલા વિડીયો સેવ કરવાની સુવિધા પણ આપી છે .

એક બહુ જ કામની વાત એ છે કે સોરા એપ અને API બંદ થઇ રહ્યા છે પરંતુ સોરા નામનું AI મોડેલ બંદ કરવામાં આવી રહ્યો નથી . આ મોડેલ ટેક્સ્ટ પ્રોમ્પ્ટ અને ઈમેજીસ પરથી વિડીયોને જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે . જે કંપનીના અન્ય પ્રોડક્ટ્સમાં ઉપયોગી બની શકે છે .

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જયારે અહેવાલો આ દાવો કરે છે કે ChatGPT માં સોરાની વિડીયો જનરેશન ક્ષમતાઓને એક કરવાની યોજના ચાલી રહી છે . જોકે આ બાબતે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી .

વધુમાં કંપનીએ જણાવ્યું હતું કે હવે કંપનીનું ધ્યાન " રોબોટિક્સ માટે સિમ્યુલેશન " તરફ  વધી ગયું છે , સાથે જ AGI અને એજન્ટિક  AI ક્ષમતાઓને વધુ સારા બનાવવા  પર ફોક્સ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે .

સરસ વાત એ છે કે આ પગલાંથી The Walt Disney Company સાથે થયેલો સોદો પણ અસરગ્રસ્ત થવાનો અંદાજ છે . ડિસેમ્બર 2025માં થયેલા આ કરારમાં 200થી વધુ પાત્રોના અધિકારો અને લગભગ 1 બિલિયન ડોલરનું રોકાણ સામેલ હતું . જોકે હજુ સુધી બંને વચ્ચે કોઈ પણ લેવડદેવડ થઇ નથી .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. મોટોરોલાનું પહેલું બુક - સ્ટાઈલ ફોલ્ડેબલ Razr Fold ભારતમાં આવ્યું વેચાણ માટે
  2. Acer Aspire 5 AI લેપટોપ આવ્યો ભારતમાં 32GB RAM અને Copilot + સપોર્ટ સાથે
  3. Apple Watch માં Sleep Apnea Alert , AirPods Pro માં Hearing Test સુવિધા શરૂ
  4. Leica કેમેરા અને 6500mAh બેટરી સાથે આવશે Xiaomi 17T સ્માર્ટફોન
  5. Motorola Edge 70 Pro + ભારતમાં લોન્ચ માટે તૈયાર , મળશે 50MP પેરિસ્કોપ કેમેરા
  6. ડૉ . વિદુષીની નવી સફર શરૂ , " હૂ ઈઝ યોર ગાયનેક ? " સીઝન 2 ને મળ્યો સારો અભિપ્રાય
  7. Xiaomi 17T અને 17T Pro ના ભાવ સામે આવ્યા , ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ શક્ય
  8. પોસ્ટપેઈડ યુઝર્સ માટેની Airtel નેટવર્ક સ્લાઇસિંગ સર્વિસ પર સરકારની નજર
  9. Snapdragon 8 Elite Gen 6 Pro+ ચિપ સાથે iQOO 16 ટૂંક સમયમાં એન્ટ્રી લઈ શકે છે
  10. Xiaomi 17T ભારતમાં 4 જૂને આવશે , મળશે Leica ટ્રિપલ કેમેરા અને Dimensity 8500 Ultra ચિપ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »