પ્રિસ્ક્રિપ્શ ચશ્મા પહેરનારાઓ માટે ડિઝાઇન કરવામાં આવેલા કંપનીના પહેલા ઓપ્ટિકલ ચશ્મા છે .
Photo Credit: Meta
આ સ્માર્ટ ચશ્મા બે ફ્રેમમાં મળી રહેશે .
મેટા એ મંગળવારે તેના AI થી સંચાલિત સ્માર્ટ ચશ્મા પોર્ટફોલિયોને વધારતા નવી Ray-Ban Meta Optics સ્ટાઇલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે . આ નવી લાઇનઅપ ખાસ કરીને પ્રિસ્ક્રિપ્શ ચશ્મા પહેરનારાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તેમાં "optical -first " ડિઝાઇન પર ધ્યાન આપવામાં આવ્યું છે . આ ચશ્મા EssilorLuxottica સાથે બનાવવામાં આવ્યા છે , જે બંને કંપનીઓના લાંબા સમયથી ચાલી રહેલા સહયોગને આગળ વધારે છે . સ્માર્ટ ચશ્મા ટર્ન-બાય-ટર્ન નેવિગેશન જેવી સુવિધા પણ પ્રદાન કરશે , જે સીધી યુઝર્સને દેખાશે .
કિંમત અને ઉપલબ્ધતા :
નવી લાઇનઅપમાં Ray-Ban Meta Blazer Optics (Gen 2) અને Ray-Ban Meta Scriber Optics (Gen 2) મોડેલ્સ સામેલ છે . આ સ્માર્ટ ચશ્માની કિંમત $499 (લગભગ 41,500 રૂપિયા ) રાખવામાં આવી છે . આ પ્રોડક્ટ્સ યુ એસ માં 31 માર્ચથી પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થશે અને 14 એપ્રિલથી Ray-Ban સ્ટોર્સ તથા પસંદગીના રિટેલ સ્ટોર પર વેચાણ શરૂ થશે .
કંપની મુજબ , આ ચશ્મા યુકે , કેનેડા , ઓસ્ટ્રેલિયા , યુરોપ અને યુએઈ જેવા બજારોમાં પણ ઉપલબ્ધ થશે , જયારે ભારત સહિત અન્ય દેશોમાં આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે .
ડિઝાઇન અને સ્પેસિફિકેશન્સ :
નવી Optics સ્ટાઇલ આરામ અને કસ્ટમાઈઝેશન પર ફોક્સ કરે છે . તેમાં પાતળી ફ્રેમ , બદલાય શકે તેવા નોઝ પેડ્સ અને એડજસ્ટેબલ ટેમ્પલ ટિપ્સ જેવી સુવિધાઓ આપવામાં આવી છે . આ ઉપરાંત , ફ્રેમમાં ઓવરએક્સટેંશન હિંજસ પણ આપવામાં આવ્યા છે .
આ બંને મોડેલ્સ સિંગલ-વિઝન , પ્રોગ્રેસિવ અને ટ્રાન્ઝિશન લેન્સને સપોર્ટ કરે છે , જેથી યુઝર્સ સરળતાથી ઇન્ડોર આઉટડોર વચ્ચે સ્વિચ કરી શકે .
સ્માર્ટ ફીચર્સ :
Ray-Ban Meta Optics ચશ્મામાં 12MP કેમેરા આપવામાં આવ્યો છે , જે 3K રિઝોલ્યુશનમાં ફોટા અને વિડીયો કેપ્ચર કરી શકે છે . તેમાં છ માઈક્રોફોન સિસ્ટમ આપવામાં આવી છે , જે કોલ્સ અને ઓડિયો રેકોર્ડિંગને વધુ સ્પષ્ટ બનાવે છે .
યુઝર્સ Spotify અને Amazon Music જેવા પ્લેટફોર્મ પરથી મ્યુઝિક અને પોડકાસ્ટ સાંભળી શકે છે . આ ઉપરાંત વૉઇસ કમાન્ડ દ્રારા Meta AI સાથે ઈન્ટરેક્ટ કરી શકાય છે .
નવી એક્શન બટન દ્રારા યુઝર્સ ઝડપથી AI ઍક્સેસ મેળવી શકે છે અને તરત જ ફોટા કે વિડીયો કેપ્ચર કરી શકે છે
Meta આવનારી અપડેટ્સમાં નવી AI સુવિધાઓ લાવવાની યોજના કરી રહ્યું છે . તેમાં ન્યુટ્રીશન ટ્રેકિંગ ફીચર પણ સામેલ છે , જે ફોટો અથવા વૉઇસ દ્રારા ખાવાનું લોગ કરવાની મંજૂરી આપે છે . WhatsApp માટે હેન્ડ્સ ફ્રી અને ન્યુરલ હેન્ડરાઈટિંગ જેવી સુવિધાઓ પણ આવશે .
આ ઉપરાંત , સ્માર્ટ ચશ્મા ટર્ન-બાય-ટર્ન નેવિગેશન જેવી સુવિધા પણ પ્રદાન કરશે , જે સીધી યુઝર્સને દેખાશે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Watch Ultra 2 to Launch in Both Bluetooth and LTE Configurations: Report