તમારા નામે કેટલા નંબર ? સંચાર સાથી એપ આપશે પૂરી માહિતી

સંચાર સાથી એપ Department of Telecommunicationની ડિજિટલ પહેલ છે

તમારા નામે કેટલા નંબર ? સંચાર સાથી એપ આપશે પૂરી માહિતી

Photo Credit: Department of Telecommunications

સંચાર સાથી એપ વિશેનું બધું અહીં મળી જશે .

હાઇલાઇટ્સ
  • કંપનીઓને તેમના ડિવાઇસ સાથે આ આઈપી પ્રિ - ઇન્સ્ટોલ કરવાની સલાહ
  • તમારા ચોરાયેલા અથવા ખોવાયેલા ફોનને સરળતાથી બ્લોક કરી શકો
  • એપમાં 'ચક્ષુ ' નામની સર્વિસ પણ આપવામાં આવી
જાહેરાત

ભારતમાં ટેલિકોમ યુઝર્સની સુરક્ષા વધારવા માટે, Department of Telecommunication (DoT ) દ્રારા " સંચાર સાથી " નામની મોબાઈલ એપ લોન્ચ કરવામાં  આવી હતી . આ એપ જાન્યુઆરી 2025 માં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્રારા રજૂ કરવામાં આવી હતી . હાલમાં આ એપ ફરી ચર્ચામાં આવી  છે કારણ કે DoT એ સ્માર્ટફોન બનાવતી કંપનીઓને તેમના ડિવાઇસ સાથે આ એપ પ્રિ - ઇન્સ્ટોલ કરવાની સલાહ આપી છે , જેથી વધુમાં વધુ  યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે  અને મોબાઈલ સુરક્ષા મજબૂત બની શકે .

સંચાર સાથી એપ શું છે ?
સંચાર સાથી એપ એક સત્તાવાર મોબાઈલ એપ છે , જે યુઝર્સને તેમના નામે નોંધાયેલા તમામ મોબાઇલ નંબરો વિશે માહિતી આપે છે . આ એપ દ્રારા જાણી શકો છો  કે  તમારી જાણ બહાર કોઈ નંબર તો જારી થયો નથી ને ? જો એવું હોય તો તમે તેને તરત જ બ્લોક કરવાની વિનંતી ઓન કરી શકો છો . આ રીતે એપ  યુઝર્સને વધુ સજાગ અને સુરક્ષિત બનાવે છે .

આના મુખ્ય ફાયદાઓ :

  1. આ એપમાં અનેક ઉપયોગી ફીચર્સ આપવામાં આવ્યા છે . આની સૌથી મહત્વપૂર્ણ સુવિધા એ છે કે તમે તમારા ચોરાયેલા અથવા ખોવાયેલા ફોનને સરળતાથી બ્લોક કરી શકો છો અને એકવાર નંબર બ્લોક થઇ જાય તો તેનો દુરુપયોગ થવાની શક્યતા ખૂબ ઘટી જાય છે .
  2. બીજી સુવિધા IMEI નંબર દ્રારા ફોનની ચકાસણી કરવાની છે . તમે જાણી શકો છો કે તમારું ડિવાઇસ અસલી છે કે નકલી અથવા તે ચોરાયેલું તો નથી ને . ખાસ કરીને સેકન્ડ હેન્ડ  ફોન ખરીદતા સમયે આ ફીચર ખૂબ જ મદદરૂપ બને છે .
  3. આ એપમાં 'ચક્ષુ ' નામની સર્વિસ પણ આપવામાં આવી છે , જેના માધ્યમથી તમે શંકાસ્પદ કોલ્સ અથવા મેસેજીસની જાણ કરી શકો છો . ખાસ કરીને "+91" સાથે આવતા ફેક ઇન્ટરનેશનલ  કોલ્સ સામે આ ફીચર અસરકારક સાબિત થાય છે . આથી ટેલિફોનિક ફ્રોડ અને સ્કેમ કેસમાં ઘટાડો થવાની શક્યતા છે . 

કેવી રીતે ડાઉનલોડ અને નોંધણી કરવી ?
આના માટે સૌથી પહેલા તમને Google Play Store અને Apple App Store પર જવું પડશે ત્યાં સંચાર સાથી એપ ઉપલબ્ધ છે . Android યુઝર્સ Play Store થી જયારે iPhone યુઝર્સ  એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે .

એપને ઇન્સ્ટોલ કર્યા પછી તેને ખોલો અને તમારી પસંદગીની ભાષાને પસંદ કરો ,  પછી " આગળ વધો" પર ક્લિક કરો . એઓ તમને તેની સુવિધાઓ વિશે માહિતી  બતાવશે . આના પછી રજિસ્ટ્રેશન માટે તમારું નામ દાખલ કરો અને OTP દ્રારા વેરિફિકેશન પૂર્ણ કરો . થોડા સેકેન્ડમાં તમારો નંબર સફળતાપૂર્વક રજિસ્ટર થઈ જશે . 

સંચાર સાથી એપ એ એક માત્ર એપ જ નહિ પરંતુ મોબાઈલ સુરક્ષા માટેનું એક શક્તિશાળી સાધન છે . તે યુઝર્સને તેમના ડેટા અને ડિવાઇસ પર વધુ નિયંત્રણ આપે છે અને વધતા  સાઇબર ફ્રોડ સામે રક્ષણ પૂરું પાડે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  2. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  3. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  4. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  5. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  6. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  7. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  8. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  9. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
  10. OnePlus 16 લોન્ચની પુષ્ટિ , Snapdragon 8 Elite Gen 6 Pro ચિપસેટ સાથે આવશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »