WhatsApp લાવ્યું ક્રોસ-પ્લેટફોર્મ ચેટ ટ્રાન્સફર અને સ્માર્ટ સ્ટોરેજ ટુલ્સ

યુઝર્સ હવેથી તેમના એકાઉન્ટની માહિતી , ચેટ્સ , મીડિયા અને બીજું બધું Android પરથી iOS માં રાખી શકે છે

WhatsApp  લાવ્યું ક્રોસ-પ્લેટફોર્મ ચેટ ટ્રાન્સફર અને સ્માર્ટ સ્ટોરેજ ટુલ્સ

Photo Credit: WhatsApp

WhatsApp એ કહ્યું છે કે આ નવા ફીચર આવતા અઠવાડિયે થી ચાલુ થશે .

હાઇલાઇટ્સ
  • મહત્પૂર્ણ સુવિધા ક્રોસ પ્લેટફોર્મ ચેટ ટ્રાન્સફર
  • યુઝર્સને મોટી ફાઇલ્સને ઓળખીને સીધી ડીલીટ કરવાની સુવિધા
  • યુઝર્સ માટે એપનો ઉપયોગ વધુ સરળ અને અસરકારક બનાવશે
જાહેરાત

હાલમાં WhatsApp એ નવી સુવિધાઓની જાહેરાત કરી છે , જે યુઝર્સ માટે એપનો ઉપયોગ વધુ સરળ અને અસરકારક બનાવશે . મેટા ની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ  એપ હવે ક્રોસ-પ્લેટફોર્મ સુવિધાઓ , સુધારેલ સ્ટોરેજ મેનેજમેન્ટ અને AI આધારિત ટુલ્સ સાથે વધુ અપગ્રેડ બની રહી છે . આ નવા ફેરફારોનો હેતુ યુઝર્સને  વધુ નિયંત્રણ , સરળતા અને સ્માર્ટ કામ કરવાનો અનુભવ આપે છે . Meta મુજબ , આ તમામ નવી સુવિધાઓ ધીમે ધીમે રોલઆઉટ થઈ રહી છે અને આગામી અઠવાડિયામાં તમામ યુઝર્સ સુધી પહોંચશે .

નવી અપડેટ્સ:

આ નવી અપડેટ્સમાં સૌથી મહત્પૂર્ણ સુવિધા ક્રોસ પ્લેટફોર્મ ચેટ ટ્રાન્સફર છે . હવે યુઝર્સ સરળતાથી iOS અને Android વચ્ચે તેમની ચેટ્સ ટ્રાન્સફર કરી શકે છે . આ પ્રક્રિયામાં એકાઉન્ટ ડેટા , જાતે કે ગ્રુપ ચેટ્સ , ચેનલ અપડેટ્સ , કૉલ હિસ્ટ્રી તેમજ મીડિયા ફાઇલ્સ જેમ કે ફોટો અને વિડીયો   નવા ડિવાઇસમાં ખસેડી શકાય છે  . આથી નવા ફોનમાં શિફ્ટ થવું હવે વધુ સરળ બનશે .

સ્ટોરેજ :
સ્ટોરેજ મેનેજમેન્ટમાં પણ મોટો સુધારો કરવામાં આવ્યો છે . WhatsApp  હવે યુઝર્સને મોટી ફાઇલ્સને ઓળખીને સીધી ડીલીટ કરવાની સુવિધા આપે છે . 'Manage  Storage ' વિકલ્પ દ્રારા યુઝર્સ ચેટમાં રહેલી જરૂરિયાત વગરની મીડિયા ફાઇલ્સ દૂર કરી શકે છે , જયારે ચેટ હિસ્ટ્રી સેમ જ રહે . આ સુવિધા ખાસ કરીને તેઓ માટે ઉપયોગી છે  , જેમને સ્ટોરેજની સમસ્યા રહેતી હોય છે .

iPhone યુઝર્સ માટે એક મોટું અપડેટ એ છે કે હવે તેઓ એક જ ડિવાઇસ પર બે WhatsApp એકાઉન્ટ ચલાવી શકે છે . આ ફીચર અગાઉ ફક્ત Android માટે  ઉપલબ્ધ હતું , પરંતુ હવે Iphone પર પણ મળશે . આથી પોતાનું અને કામના એકાઉન્ટને અલગ રાખીને મેનેજ કરવું સરળ બનશે .

AI આધારિત સુવિધાઓ પણ વધુ સ્માર્ટ બની છે . Meta AI ની મદદથી યુઝર્સ હવે ફોટા મોકલતા પહેલા તેને એડિટ કરી શકે છે - જેમ કે બેકગ્રાઉન્ડ બદલવું , કામ વગરની વસ્તુઓ દૂર કરવી  અથવા ચેટના સંદર્ભ પ્રમાણે જબાવ સૂચવે છે , જે ઝડપી અને સરળ સંવાદમાં મદદરૂપ બને છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Apple AI સ્ટ્રેટેજીમાં ફેરફાર :Siri હવે ChatGPT સિવાય અન્ય AI સાથે પણ કામ કરશે
  2. WhatsApp લાવ્યું ક્રોસ-પ્લેટફોર્મ ચેટ ટ્રાન્સફર અને સ્માર્ટ સ્ટોરેજ ટુલ્સ
  3. iPhone Fold સપ્ટેમ્બરમાં રજૂ થઈ શકે , વેચાણ શરૂ થવામાં વિલંબ
  4. યુવાન તારાની આસપાસ રચાતું સૌરમંડળ વૈજ્ઞાનિકો માટે દુર્લભ શોધ
  5. Xiaomi 17T Proમાં શક્તિશાળી ચિપસેટ અને મોટી બેટરી મળી શકે , લોન્ચ નજીક
  6. Gemini માં Avtar ફીચર આવશે , યુઝર્સ પોતાની ડિજિટલ ઓળખ બનાવી શકે છે
  7. Gemini હવે વધુ સ્માર્ટ :Google TV પર લાઈવ સ્કોર , ડીપ ડાઈવ્સ
  8. OpenAI નું નવું ફીચર : ChatGPT માં ફાઈલ મેનેજમેન્ટ બન્યું વધુ સરળ
  9. પિતાના લગ્ન માટે પુત્રનો પ્રયાસ - દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી હવે ઓનલાઇન
  10. 850 કરોડની કમાણી બાદ ધુરંધર : ધ રિવેન્જ હવે OTT તરફ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »