વોઈસ અને વિડીયો કોલ્સ વધુ ક્લિયર બનાવવા WhatsApp લાવશે નોઈઝ કેન્સલેશન

અપડેટેડ Android 2.26.14.1 WhatsApp યુઝર્સ આ સુવિધાનો લાભ લઈ શકે છે

વોઈસ અને વિડીયો કોલ્સ વધુ ક્લિયર બનાવવા WhatsApp લાવશે નોઈઝ કેન્સલેશન

Photo Credit: WhatsApp

જો યુઝર્સને નોઈઝ કેન્સલેશન ન ગમ્યું હોય તો તે આને બંધ પણ કરી શકે છે .

હાઇલાઇટ્સ
  • તેનો મુખ્ય હેતુ વોઈસ અને વિડીયો કોલ્સ દરમિયાન બેકગ્રાઉન્ડમાં આવતા અવાજને
  • આ ટેક્નોલોજી સ્પીકરના અવાજને અસર કર્યા વગર રીઅલ ટાઈમમાં કામ કરે
  • WhatsApp આ નવું ફીચર પસંદગીના Android બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરી રહ્યું
જાહેરાત

WhatsApp  હવે પોતાના યુઝર્સ માટે વધુ સારી કોલિંગ અનુભવ લાવવા તરફ આગળ વધી રહ્યું છે . રિપોર્ટ્સ મુજબ ,પ્લેટફોર્મે બીટા યુઝર્સ માટે નવું નોઈઝ કેન્સલેશન ફીચર ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે . આ ફીચર સૌથી પહેલા આ વર્ષે માર્ચમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં જોવા મળ્યું હતું , તેનો મુખ્ય હેતુ વોઈસ અને વિડીયો કોલ્સ દરમિયાન બેકગ્રાઉન્ડમાં આવતા અવાજને ઘટાડવાનો છે , જેથી વાતચીત વધુ સ્પષ્ટ બને . ખાસ વાત એ છે કે આ ટેક્નોલોજી સ્પીકરના અવાજને અસર  કર્યા વગર રીઅલ ટાઈમમાં કામ કરે છે , જે કોલિંગ અનુભવને વધુ સ્મૂથ બનાવે છે .

કોલિંગ માટે નવું નોઈઝ કેન્સલેશન ફીચર :
WABetaInfo મુજબ , WhatsApp આ નવું ફીચર પસંદગીના Android બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરી રહ્યું છે . Android વર્ઝન 2.26.14.1 વાપરતા કેટલાક યુઝર્સે આ સુવિધાનો અનુભવ કર્યો છે . આ ફીચર રીઅલ ટાઈમમાં બેકગ્રાઉન્ડ નોઈઝ જેમ કે ટ્રાફિક , પવન અને અન્ય અવાજોને ફિલ્ટર કરી શકે છે , જેના  કારણે કોલ દરમિયાન અવાજ વધુ ક્લિયર બને છે .

whatsApp voice wabetainfo WhatsApp

Photo Credit: Wabetainfo

રિપોર્ટમાં જણાવ્યા મુજબ , નોઈઝ કેન્સલેશનનો વિકલ્પ કોલિંગ મેનુમાં આપવામાં આવ્યો છે . મજાની વાત આ છે કે આ ફીચર ડિફોલ્ટ રીતે ચાલુ હોય છે , એટલે કે જયારે તમે કોલ શરૂ કરો ત્યારે તે  આપમેળે ચાલુ થઈ જાય છે . જો કોઈ યુઝરને આ ઇફેક્ટ યોગ્ય ન લાગે , તો તે તેને મેન્યુઅલી બંધ પણ કરી શકે છે .

બંને યુઝર્સ માટે કેવી રીતે કામ કરશે 
આ ફિચરનો પુરેપુરો લાભ ત્યારે મળે છે જયારે બંને યુઝર્સ તેને ચાલુ રાખે . જો માત્ર એક વ્યક્તિ પાસે નોઈઝ કેન્સલેશન ચાલુ હોય , તો તેની અવાજ બીજા વ્યક્તિ  સુધી વધુ સ્પષ્ટ પહોંચશે , પરંતુ ઇનકમિંગ ઓડિયો સંપૂર્ણરીતે સુધરશે નહીં . એટલે કે બંને તરફથી આ ફીચર ચાલુ હોય ત્યારે જ કોલિંગ ક્વોલિટી સૌથી  સારી મળશે .

હાલમાં આ સુવિધા મર્યાદિત બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને કંપનીએ હજુ સુધી તેની સત્તાવાર રિલીઝ તારીખ જાહેર કરી નથી , પરંતુ એવું માનવામાં આવે  છે કે તે આવતા અઠવાડિયામાં તે વધુ વ્યાપક રીતે રજૂ કરવામાં આવી શકે છે .

આ ઉપરાંત , Meta WhatsApp માટે અન્ય ઘણા નવા અપડેટ્સ પર કામ પણ કરી રહ્યો છે . તેમાં Apple CarPlay માટે ડેડિકેટેડ એપ , ચેટમાં મોટી ફાઈલો મેનેજ કરવાની સુવિધા અને iOS પર  બે એકાઉન્ટ સપોર્ટ જેવી નવી સુવિધાઓ શામેલ છે . 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Realme 16T માં 50MP Sony કેમેરા , AI ફીચર્સ અને IP69 રેટિંગનો સપોર્ટ
  2. Realme Watch S5 માં બ્લૂટૂથ કોલિંગ અને 110થી વધુ સ્પોર્ટ્સ મોડ્સનો સપોર્ટ
  3. Realme Buds Air 8 Pro માં ડયુઅલ ડ્રાઈવર ઓડિયો અને 45ms ગેમિંગ સપોર્ટ
  4. 50MP કેમેરા અને 16GB RAM સાથે આવશે Motorola Edge 70 Pro+
  5. JioHotstar પર જુલાઈએ આવશે ક્રાઈમ - કોમેડી સિરીઝ ' પ્રીતમ અને પેડ્રો ' 
  6. Vivo X500 સિરીઝ વર્ષના અંતમાં થઈ શકે છે લોન્ચ , નવા Dimensity ચિપસેટ સાથે આવશે ફોન
  7. Vivo S- સિરીઝની ભારતમાં વાપસીની તૈયારી , Vivo S2 કેમેરા ફીચર્સ સાથે આવી શકે છે
  8. Google Gemini માં આવશે નવા કનેક્ટર્સ , સીધું Photoshop અને Canva કામ શક્ય બનશે
  9. Oppo Reno 16 અને Reno 16 Pro ના કેમેરા ફીચર્સ જાહેર , જુલાઈમાં ભારતમાં એન્ટ્રી શક્ય
  10. Xiaomi Smart Band 10 Pro માં AMOLED ડિસ્પ્લે અને એડવાન્સ હેલ્થ ટ્રેકિંગ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »