Wikipedia ના નવા નિયમો : લેખ લખવામાં ChatGPT જેવી ટુલ્સ પર રોક

Wikipedia ના નવા નિયમોમાં લેખો લખવા કે જે તે લેખને ફરીથી લખવા ઉપર પ્રતિબંધ મુકાયો છે

Wikipedia ના નવા નિયમો : લેખ લખવામાં ChatGPT જેવી ટુલ્સ પર રોક

Photo Credit: Wikipedia

Wikipedia નું કહેવું છે કે લખાણની સ્ટાઇલ કે ભાષા AI જેવી લાગે તે માટે કોઈને પણ સજા કરી શકાતી નથી .

હાઇલાઇટ્સ
  • Wikipedia એ તેના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર
  • કોપીએડીટ માટે AI ઉપયોગ
  • ભાષા અનુવાદ માટે AI સહાય
જાહેરાત

તાજેતરમાં Wikipedia એ તેના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે . આ નવી માર્ગદર્શિકા મુજબ , લેખ લખવા માટે જે તે લેખને ફરીથી લખવા માટે AI આધારિત  મોટા ભાષા મોડેલ્સનો ઉપયોગ પર પૂરેપૂરું પ્રતિબંધ કરવામાં આવ્યો છે . આ નિર્ણયનો મુખ્ય હેતુ પ્લેટફોર્મ પરની કામ કરવાની ચોકસાઈને સંભાળીને  રાખવાનો છે .Wikipedia અનુસાર , ChatGPT, Gemini અને બીજા AI ચેટબોટ્સ દ્રારા જનરેટ થયેલ લખાણ ઘણીવાર તે સાચી અને સચોટ વ્યાખ્યા આપતું નથી . આમાં કેટલાક કિસ્સાઓમાં , તે માહિતી નો અર્થ પણ બદલાવી શકે છે . આ કારણે Wikipedia ના નિયમોની અસર જે તે લેખ પર પડી શકે છે .

બે મહત્વપૂર્ણ છૂટછાટ આપવામાં આવી છે  :
એકદમ કડક પ્રતિબંધ હોવા છતાં ,  Wikipedia  એ સંપાદકો માટે બે ખાસ છૂટછાટ આપી છે જે નીચે મુજબ છે ,
 

 1) કોપીએડીટ માટે AI ઉપયોગ :
સંપાદકો પોતાના લખાણમાં ભાષા અને વ્યાકરણ સુધારવા માટે AI નો ઉપયોગ કરી શકે છે . જોકે , આ ફેરફારને આપણા દ્રારા સમીક્ષા બાદ જ આર્ટિકલમાં સામેલ  કરવામાં આવશે અને AI દ્રારા નવી માહિતીને એડ કરવાની મંજૂરી નથી .

2) ભાષા અનુવાદ માટે AI સહાય :
સંપાદકોને અન્ય ભાષામાંથી અંગ્રેજીમાં લેખને અનુવાદ કરવા માટે AI ચેટબોટ્સનો ઉપયોગ કરવાની છૂટ છે . પરંતુ આવા અનુવાદને "auto-translated " તરીકે ટેગ કરવો ફરજિયાત છે  અને તે માનવ સમીક્ષા બાદ જ પ્રકાશિત થઈ શકે છે .

Wikipedia નું માનવું છે કે AI જનરેટેડ માહિતી ઘણીવાર અધૂરી હોઈ શકે છે , જે માહિતીની ગુણવત્તાને ઘટાડે છે . આ કારણે પ્લેટફોર્મ આપણા દ્રારા લખાયેલ  માહિતી ને જ ગણવામાં આવે છે જયારે સોશિયલ મીડિયા પર AI દ્રારા બનાવેલા પોસ્ટની સંખ્યા વધી રહી છે , ત્યારે માહિતી પર વિશ્વાસ રાખવું ખૂબ જ મુશ્કેલ બને છે .

Wikipedia નો આ નિર્ણય AI ના વધતા ઉપયોગ વચ્ચે માનવ દ્રારા લખાયેલ આર્ટિકલને મહત્વ આપવું , એ એક મોટું પગલું છે .  આ નવા નિયમોથી પ્લેટફોર્મ પરની માહિતી વધુ ચોક્કસ બનશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. મોટોરોલાનું પહેલું બુક - સ્ટાઈલ ફોલ્ડેબલ Razr Fold ભારતમાં આવ્યું વેચાણ માટે
  2. Acer Aspire 5 AI લેપટોપ આવ્યો ભારતમાં 32GB RAM અને Copilot + સપોર્ટ સાથે
  3. Apple Watch માં Sleep Apnea Alert , AirPods Pro માં Hearing Test સુવિધા શરૂ
  4. Leica કેમેરા અને 6500mAh બેટરી સાથે આવશે Xiaomi 17T સ્માર્ટફોન
  5. Motorola Edge 70 Pro + ભારતમાં લોન્ચ માટે તૈયાર , મળશે 50MP પેરિસ્કોપ કેમેરા
  6. ડૉ . વિદુષીની નવી સફર શરૂ , " હૂ ઈઝ યોર ગાયનેક ? " સીઝન 2 ને મળ્યો સારો અભિપ્રાય
  7. Xiaomi 17T અને 17T Pro ના ભાવ સામે આવ્યા , ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ શક્ય
  8. પોસ્ટપેઈડ યુઝર્સ માટેની Airtel નેટવર્ક સ્લાઇસિંગ સર્વિસ પર સરકારની નજર
  9. Snapdragon 8 Elite Gen 6 Pro+ ચિપ સાથે iQOO 16 ટૂંક સમયમાં એન્ટ્રી લઈ શકે છે
  10. Xiaomi 17T ભારતમાં 4 જૂને આવશે , મળશે Leica ટ્રિપલ કેમેરા અને Dimensity 8500 Ultra ચિપ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »