પિતાના લગ્ન માટે પુત્રનો પ્રયાસ - દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી હવે ઓનલાઇન

દુર્ભલ પ્રસાદ કી દૂસરી શાદી એક કોમેડી ડ્રામા છે જે તમારા હ્નદયને સ્પર્શી લેશે

પિતાના લગ્ન માટે પુત્રનો પ્રયાસ - દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી હવે ઓનલાઇન

Photo Credit: JioHotstar

JioHotstar પર દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદીનું સ્ટ્રીમિંગ ચાલી રહ્યું છે .

હાઇલાઇટ્સ
  • IMDb પર 6.9/10 રેટિંગ
  • JioHotstar OTT પર રિલીઝ થઇ ચૂકી
  • હળવી અને ભાવનાત્મક ફિલ્મ
જાહેરાત

દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી  એક હળવી અને ભાવનાત્મક ફિલ્મ છે , જે એક એવા પુત્રની વાર્તા રજૂ કરે છે જે પોતાના વિદુર પિતાના ફરીથી લગ્ન કરાવવા માટે  પ્રયત્ન કરે છે . ફિલ્મમાં પરિવાર , સંબંધો અને લાગણીઓનું ખુબ જ સુંદર સંયોજન જોવા મળે છે . આ ફિલ્મનો મુખ્ય પાત્ર પોતાના પિતાની જિંદગીમાં ફરી  ખુશીયો લાવવા માગે છે અને સાથે સાથે પોતાના પ્રેમને પણ પામવા માંગે છે . આ આખા નાટકમાં તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે , છતાં તે  હિંમત હારતો નથી . દુર્ભલ પ્રસાદ કી દૂસરી શાદી એક કોમેડી ડ્રામા છે જે તમારા હ્નદયને સ્પર્શી લેશે 

ક્યારે અને ક્યાં જોવી :
દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી 23 માર્ચે 2026ના રોજ JioHotstar પર OTT પર રિલીઝ થઇ ચૂકી છે . હવે દર્શકો આ ફિલ્મને ઓનલાઇન સ્ટ્રીમ કરીને  ઘરે જોઈ શકાશે .

ટ્રેલર અને પ્લોટ :
આ ફિલ્મની વાર્તા મુરલી નામના યુવાનની આસપાસ ફરે છે , જેના પિતા દુર્લભ પ્રસાદ વિધુર છે . મુરલી એ એક છોકરીને પ્રેમ કરે છે જેનું નામ મહક હોય છે અને મુરલી મહક સાથે લગ્ન કરવા માંગતો હોય છે પણ મહકના પરિવારની એક શરત છે કે ઘરમાં કોઈ સ્ત્રી હોવી જોઈએ .આ કારણે મુરલી પોતાના પિતાના લગ્ન કરાવવા માટે પ્રયત્ન કરે છે . તે  બબીતા નામની સ્ત્રીને પિતાની સાથે લગ્ન કરવા મનાવે છે . આ સમગ્ર યાત્રા બહુ જ મજેદાર હોય છે . આ ફિલ્મમાં લાગણીયોના ક્ષણ પણ જોવા મળે છે .

કલાકારો :
આ ફિલ્મનું દિગ્દર્શન   સિદ્ધાંત રાજ સિંહે કર્યું છે . મુખ્ય ભૂમિકામાં મહિમા ચૌધરી અને સંજય મિશ્રા જોવા મળે છે . તેમની સાથે પલક લાલવાણી , વ્યોમ અને શ્રીકાંત વર્મા પણ  મહત્વપૂર્ણ છે . આ ફિલ્મનું સંગીત અનુરાગ સૈકિયાએ આપ્યું છે .

અભિપ્રાય :
દુર્ભલ પ્રસાદ કી દૂસરી શાદીને દર્શકો તરફથી સરસ પ્રતિસાદ મળ્યો છે . આ ફિલ્મ હાસ્ય અને ભાવનાઓનું સંતુલન જાળવી રાખે છે અને તેને IMDb પર 6.9/10 રેટિંગ મળ્યું છે 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »