થિયેટરમાં ન ચાલેલી 'યુફોરિયા ' હવે OTT પર જીતે છે દર્શકોનું દિલ

યુફોરિયામાં યુવાનોની ઈચ્છાઓ અને તેમની પસંદગી સાથેના સંઘર્ષને દર્શાવાયો છે

થિયેટરમાં ન ચાલેલી 'યુફોરિયા ' હવે OTT પર જીતે છે દર્શકોનું દિલ

Photo Credit: ETV Win

યુફોરિયા OTT ETV Win પર સ્ટ્રીમિંગ થઈ રહી છે .

હાઇલાઇટ્સ
  • ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સારા અર્જુન
  • યુફોરિયા હવે ETV Win પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ
  • યુફોરિયાને તેના અલગ અને વિચારપ્રેરક કન્ટેન્ટ માટે વિવેચકો તરફથી પ્રશંસા
જાહેરાત

તેલુગુ ફિલ્મ યુફોરિયા , પ્રખ્યાત દિગ્દર્શક ગુણશેખર દ્રારા બનાવવામાં આવી છે , હવે આ ફિલ્મ OTT પર ફરી દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખીંચે છે . ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં  સારા અર્જુન છે , જેઓએ બાળ કલાકાર તરીકે પોતાની આગવી ઓળખ બનાવી હતી .  સારા અર્જુન અભિનીત આ ફિલ્મ યુવાનોના માનસિક દબાણ , સંબંધો અને ઓળખના સંઘર્ષોને રજૂ કરે  છે.  આ ફિલ્મને થિયેટરમાં અપેક્ષિત સફ્રળતા મળી  ન હતી  , પરંતુ તેના બોલ્ડ અને સામાજિક રીતે અસરકારક વિષયને કારણે વિવેચકો તરફથી સારો અભિપ્રાય મળ્યો છે .

ક્યારે અને ક્યાં જોવું 
આ ફિલ્મ યુફોરિયા હવે ETV Win પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે . આ ફિલ્મ 6 ફેબ્રુઆરી , 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી . જે દર્શકો તેને મોટા પડદા પર  જોઈ શકતા નહોતા , તેઓ હવે તેને ઓનલાઇન ઘરે બેસીને જોઈ શકે છે .

ટ્રેલર અને પ્લોટ 
આ ફિલ્મની વાર્તા એક કિશોરીના જીવન પર આધારિત છે , જેનું પાત્ર સારા અર્જુન ભજવે છે . તે પોતાની જિંદગીમાં માનસિક દબાણ , સમાજની અપેક્ષાઓ અને આંતરિક સંઘર્ષોનો સામનો કરે છે . ફિલ્મમાં અન્ય યુવાનની કહાની પણ જોડાયેલી છે , જેમાં તેઓ સંબંધો , ઓળખ અને ભવિષ્યને લઈને સંઘર્ષ કરી રહ્યા છે . આ સમગ્ર સફરમાં મુખ્ય પાત્ર પોતાની સાચી ઓળખ શોધવાનો પ્રયાસ કરે છે , જે ફિલ્મને વધુ પ્રભાવશાળી બનાવે છે .

કલાકારો અને ક્રૂ 
આ ફિલ્મમાં ભૂમિકા ચાવલા , નાસાર અને ગૌતમ વાસુદેવ મેનોએ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે . ફિલ્મનું નિર્માણ નિલિમા ગુના અને યુકતા ગુના દ્રારા કરવામાં આવ્યું છે , જયારે સંગીત કાલ ભૈરવા દ્રારા આપવામાં આવ્યું છે .

અભિપ્રાય 
યુફોરિયાને તેના અલગ અને વિચારપ્રેરક કન્ટેન્ટ માટે વિવેચકો તરફથી પ્રશંસા મળી છે . ખાસ કરીને યુવાનોને કેન્દ્રમાં રાખતી આ ફિલ્મ તેવા દર્શકોને પસંદ આવી રહી છે , જેઓ ગંભીર અને અર્થસભર કથાઓમાં રસ ધરાવે છે . IMDb પર ફિલ્મને 10 માંથી 8.2નું મજબૂત રેટિંગ મળ્યું છે , જે તેની ગુણવત્તા દર્શાવે છે .



(हेडलाइन के अलावा, इस खबर को एनडीटीवी टीम ने संपादित नहीं किया है, यह सिंडीकेट फीड से सीधे प्रकाशित की गई है।)
Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »