ACમાંથી બર્નિંગ ગંધ કે ધુમાડો આવે તો સાવધાન ! નિષ્ણાંતોએ આપી મહત્વપૂર્ણ ચેતવણી

AC ઓવરહિટિંગ કેમ થાય છે ? જાણો AC માં આગ લાગવાના કારણો અને ચેતવણી સંકેતો જે બચાવ માટે જરૂરી છે

ACમાંથી બર્નિંગ ગંધ કે ધુમાડો આવે તો સાવધાન ! નિષ્ણાંતોએ આપી મહત્વપૂર્ણ ચેતવણી

Photo Credit: Pexels/ Debarshi Mukherjee

હાઇલાઇટ્સ
  • ખરાબ કેપેસિટર , વોલ્ટેજની સમસ્યા અને ગંદા એર ફિલ્ટર્સ પણ ઓવરહિટિંગ માટે
  • ઓવરહિટિંગ પહેલા AC કેટલાક ચેતવણીરૂપે સંકેતો આપે
  • રેફ્રિજન્ટ ગેસ લીકેજ પણ બની શકે છે કારણ
જાહેરાત

તાજેતરમાં દિલ્લીમાં એર કંડીશનર ( AC ) સાથે જોડાયેલી વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે . જેમાં આગ લગતા એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો  . આવી ઘટનાઓ પાછળનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થાય છે , પરંતુ ઉનાળાની સિઝનમાં AC માં આગ લાગવી કે ઓવરહિટિંગ  થવાની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે . નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ખામીયુક્ત વાયરિંગ , શોર્ટ સર્કિટ , વધુ લોડ , તેમજ લાંબા સમય સુધી સર્વિસ ન કરાવવાના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે .  તેથી AC શા માટે વધુ ગરમ થાય છે ? તેના શરૂઆતના સંકેતો શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય તે  જાણવું ખુબ જ જરૂરી છે .

AC વધુ ગરમ થવાનું કારણ શું છે ?

ઉનાળામાં બહારનું તાપમાન ખુબ જ વધારે હોવાથી ACને સતત અને વધુ મહેનત કરવી પડે છે . જો સમયસર સર્વિસ ન કરવામાં આવે કે હવાનો પ્રવાહ યોગ્ય ન હોય  તો કોમ્પ્રેસર અને અન્ય ઇલેક્ટ્રિકલ ભાગો પર વધારાનો દબાણ પડે છે .

આના સિવાય ખરાબ વાયરિંગ , ઢીલા કનેક્શન , ખરાબ કેપેસિટર , વોલ્ટેજની સમસ્યા અને ગંદા એર ફિલ્ટર્સ પણ ઓવરહિટિંગ માટે જવાબદાર બની શકે છે . આઉટડોર યુનિટની આસપાસ બરોબર જગ્યા ન હોવાને કારણે ગરમી બહાર નીકળી શક્તિ નથી , જેના કારણે સિસ્ટમ વધુ ગરમ થઈ શકે છે .

ક્યાં સંકેતો જોખમ તરફ ઈશારો કરે છે ?

ઓવરહિટિંગ પહેલા AC કેટલાક ચેતવણીરૂપે સંકેતો આપે છે , જેને જાણવા જરૂરી છે .

  • ACમાંથી સળગતી ગંધ આવવી 
  • યુનિટની નજીક ધુમાડો કે ચિંગારીઓ દેખાવા 
  • વારંવાર MCB ટ્રિપ થવી 
  • AC અચાનક બંધ થઈ જવું 
  • અસામાન્ય અવાજ કે કંપન અનુભવાવું 
  • ઠંડક ઓછી થવી 
  • આઉટડોર યુનિટ ખુબ ગરમ લાગવું 

જો આવા કોઈ લક્ષણો દેખાય તો AC ને તરત જ બંધ કરો અને ટેકનિશિયન દ્રારા તેની તપાસ કરાવવી જરૂરી છે .

રેફ્રિજન્ટ ગેસ લીકેજ પણ બની શકે છે કારણ 
જો AC માં રેફ્રિજન્ટ ગેસ લીક થવા લાગે તો તેની કુલિંગ ક્ષમતા ઘટી જાય છે . પરિણામે સિસ્ટમને રૂમ ઠંડો કરવા માટે વધુ મહેનત કરવી પડે છે , જે કોમ્પ્રેસર પર વધારાનો ભાર મૂકાય છે  . 

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સિસકારાનો અવાજ આવવો , વેન્ટમાંથી ગરમ હવા નીકળવી , હવાનો પ્રવાહ ઓછો થવો કે કોઇલ પર બરફ જમવો ગેસ લીકેજના  સંકેતો હોઈ શકે છે .

AC માં આગ લાગવાથી બચવા માટે શું કરવું ?

AC ને સુરક્ષિત રાખવા માટે નિયમિત જાળવણી સૌથી વધારે જરૂરી છે .

  • વર્ષમાં ઓછમાં ઓછા એક કે બે વખત સર્વિસ કરાવો 
  • એર ફિલ્ટર્સ નિયમિત સાફ કરો 
  • આઉટડોર યુનિટની આસપાસ ખુલ્લી જગ્યા રાખો 
  • નુકસાન વાયરને તરત બદલાવો 
  • MCB અને ફ્યુઝની સ્થિતિ ચેક કરતા રહો 
  • સર્જ પ્રોટેક્ટર કે સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરો 
  • બર્નિંગ ગંધ કે અસામાન્ય અવાજ આવે તો AC તરત બંધ કરો 
  • ઈન્સ્ટોલેશન અને રિપેર માટે હમેશા પ્રોફેશનલ ટેકનિશિયનની મદદ લો .
Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »