નવા ક્રિએટર્સ માટે મોટી તક : Facebook આપે છે મહિને રૂપિયા 2.7 લાખ સુધી કમાવાની તક

Facebook એ Creator Fast Track પ્રોગ્રામ શરૂ કર્યું છે

નવા ક્રિએટર્સ માટે મોટી તક : Facebook આપે છે મહિને રૂપિયા 2.7 લાખ સુધી કમાવાની તક

Photo Credit: Meta

Creator Fast Track બધાની પહુંચમાં આવી શકે તે જોવાનું છે

હાઇલાઇટ્સ
  • Creator Fast Track પ્રોગ્રામ શરૂ
  • પ્રોગ્રામ ઇન્સ્ટાગ્રામ , ટિક્ટોક અથવા યુટ્યુબ પર પહેલાથી જ ફોલોઅર્સ ધરાવત
  • પ્રોગ્રામ હેઠળ ક્રિએટર્સને ત્રણ મહિના સુધી ગેરંટીકૃત કમાણી
જાહેરાત

Facebook એ "  Creator Fast Track" નામનો નવો પ્રોગ્રામ શરૂ કર્યો છે . જે ખાસ કરીને નવા ક્રિએટર્સને ધ્યાનમાં રાખીને  બનાવવામાં આવ્યું છે . આ પ્રોગ્રામનો મુખ્ય ઉદેશ્ય ક્રિએટર્સને પ્લેટફોર્મ પર ઝડપથી વૃદ્ધિ કરવા અને એની સાથે કમાણી કરવાની તક પણ આપવાનો છે . જે નવા ક્રિએટર્સ માટે કમાણીનો સાધન બનશે . આ પ્રોગ્રામ હેઠળ ત્રણ મહિના સુધી તમને કમાણી મળે છે . ક્રિએટર્સને Facebook ના મોનેટાઇઝેશન  ફીચર્સનો તરત જ ઍક્સેસ આપવામાં આવશે .  જેથી પ્રોગ્રામ પૂરું થયા પછી પણ આવક ચાલુ રહે .

આ પ્રોગ્રામ હેઠળ ક્રિએટર્સને ત્રણ મહિના સુધી ગેરંટીકૃત   કમાણી આપવામાં આવશે . જો કોઈ ક્રિએટર પાસે ઓછામાં ઓછા 1 લાખ ફોલોઅર્સ હોય તો , તે દર મહિને આશરે $1000 (લગભગ  92,000 રૂપિયા )કમાઈ શકે છે . જયારે તે સંખ્યા 10 લાખથી વધુ હોય તો $3000 (લગભગ 2.7 લાખ રૂપિયા ) સુધી કમાણી કરી શકે છે . 

ખાસ વાત એ છે કે આ પ્રોગ્રામ ઇન્સ્ટાગ્રામ , ટિક્ટોક અથવા યુટ્યુબ પર પહેલાથી જ ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સ માટે પણ ઉપલબ્ધ છે . આ પ્રોગ્રામની મદદથી એપ પરની રીલ્સને વધુ લોકો પાસે પહોંચાડવાનો છે જેના કારણે નવા ફોલોઅર્સમાં વધારો થાય . આના ઉપરાંત ક્રિએટર્સને Facebook ના મોનેટાઇઝેશન  ફીચર્સનો તરત જ ઍક્સેસ આપવામાં આવશે .  જેથી પ્રોગ્રામ પૂરું થયા પછી પણ આવક ચાલુ રહે .

Facebookના જણાવ્યા મુજબ , 2025 દરમિયાન કંપનીએ ક્રિએટર્સને લગભગ $3 બિલિયન આપ્યા હતા , જે એના પહેલાના વર્ષની સરખામણીએ 35 ટકા વધુ  છે . આમાં પણ પાછું 60 ટકા કમાણી તો રીલ્સ દ્રારા જ થઇ હતી , જયારે બાકીની કમાણી ફોટા , સ્ટોરી અને અનેક પોસ્ટમાંથી થઇ હતી .

આની સાથે જ કંપનીએ નવા મેટ્રિક્સ પણ રજૂ કર્યા છે , જેમ કે "eligible views " અને " earning rate " . આનાથી ક્રિએટર્સ જાણી શકે છે કે તેઓ કેટલી કમાણી  કરી છે . 

આ પ્રોગ્રામમાં જોડાવવા માટે ક્રીએટ્સ 
Facebook એપમાં જઈને 
પ્રોફેશનલ ડેશબોર્ડ પછી 
Monetization પછી 
કન્ટેન્ટ Monetization માં જઈ 
Interest ફોર્મ ભરી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  2. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  3. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  4. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  5. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  6. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  7. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  8. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  9. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
  10. OnePlus 16 લોન્ચની પુષ્ટિ , Snapdragon 8 Elite Gen 6 Pro ચિપસેટ સાથે આવશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »