જો તમે Ai+ Nova 2 Ultra 5G ખરીદવાનું વિચારી રહ્યા છો તો ફ્લિપકાર્ટ પર તમને ફાયદો મળશે
Photo Credit: Ai+
Ai+ Nova 2 Ultra 5Gમાં 6.78 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે છે .
જો તમે Ai+ Nova 2 Ultra 5G ખરીદવાનું પ્લાન બનાવી રહ્યા છો , તો આ યોગ્ય સમય બની શકે છે . ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન પર સીધા બેંક ઓફર અને એક્સચેન્જ ઓફર ઉપલબ્ધ છે , જેના કારણે તેની અસરકારક કિંમત નોંધપાત્ર રીતે ઘટી જાય છે . સાથે જ ફોનમાં 50MP કેમેરા , 144Hz AMOLED ડિસ્પ્લે અને 6,000mAh બેટરી જેવી સુવિધાઓ પણ મળે છે .
ફ્લિપકાર્ટ પર Ai+ Nova 2 Ultra 5G ની કિંમત રૂપિયા 18,999 રાખવામાં આવી છે . જો ગ્રાહકો Flipkart Axis Bank Card દ્રારા ચુકવણી કરે તો તમને રૂપિયા 1,900 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે . આ ઓફર બાદ ફોનની અસરકારક કિંમત રૂપિયા 17,099 થઈ જાય છે .
આ ઉપરાંત , ફ્લિપકાર્ટ એક્સચેન્જ ઓફર હેઠળ જૂનો સ્માર્ટફોન આપીને રૂપિયા 13,950 સુધીની બચત પણ મેળવી શકાય છે . જોકે એક્સચેન્જની વાસ્તવિક કિંમત આપેલા ફોનના મોડલ અને તેની સ્થિતિ પર આધારિત રહેશે .
આ સ્માર્ટફોનમાં 6.78 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 144Hz રિફ્રેશ રેટ અને 2,500 nits પીક બ્રાઇટનેસ સાથે આવે છે . પ્રોસેસિંગ માટે તેમાં 4 nm MediaTek Dimensity 7400 ઓક્ટા - કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે .
ફોનમાં 8GB LPDDR4X RAM અને 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે . તે Android 16 આધારિત NxtQ OS પર કાર્ય કરે છે . પાવર માટે તેમાં 6,000mAh બેટરી આપવામાં આવી છે , જે 33W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે .
ફોટોગ્રાફી માટે ફોનના પાછળના ભાગમાં OIS સપોર્ટ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા આપવામાં આવ્યો છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .
કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4G LTE, Wi-Fi 6 Bluetooth 5.4 અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યા છે . સુરક્ષા માટે સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે . ઉપરાંત ધૂળ અને પાણીથી બચાવ માટે ફોનને IP64 રેટિંગ પણ મળી છે .
જાહેરાત
જાહેરાત