Realme થી Motorola સુધીના ફોન પર જબરદસ્ત ઓફર્સ ,Flipkart GOAT Saleમાં બેંક અને એક્સચેન્જ લાભ

Flipkart GOAT Sale 2026ની શરૂઆત આજથી થઈ ગઈ છે જેમાં સ્માર્ટફોનથી લઈને ટીવી , ઈયરબડ્સ , લેપટોપ , ટેબ્લેટ , સ્માર્ટવોચ , હોમ એપ્લાયન્સિસ અને અન્ય ઈલેક્ટ્રોનિકસ પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે .

Realme થી Motorola સુધીના ફોન પર જબરદસ્ત ઓફર્સ ,Flipkart GOAT Saleમાં બેંક અને એક્સચેન્જ લાભ

Photo Credit: Flipkart

Flipkart GOAT Sale

હાઇલાઇટ્સ
  • Samsung Galaxy A36 5Gનું 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂપિયા 26,999મા
  • Realme Samsung , Motorola અને Vivo ના 30,000થી ઓછી કિંમતના 5G સ્માર્ટફોન
  • Motorola Edge 60 Proનું 8GB + 256GB વેરિઅન્ટ રૂપિયા 29,999માં ઉપલબ્ધ છે
જાહેરાત

Flipkart GOAT Sale 2026 આજથી શરૂ થઈ ગઈ છે . સેલ દરમિયાન સ્માર્ટફોન , ટીવી , લેપટોપ , ટેબ્લેટ , ઈયરબડ્સ , સ્માર્ટવોચ , હોમ એપ્લાયન્સિસ સહિત અનેક ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે . જો તમારું બજેટ રૂપિયા 30,000 સુધીનું છે અને નવો 5G સ્માર્ટફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો , તો આ સેલ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે . સીધા ભાવ ઘટાડા ઉપરાંત Flipkart Axis Bank Credit Card દ્રારા પેમેન્ટ કરવા પર વધારાનું ડિસ્કાઉન્ટ મળે છે . સાથે જ જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરીને પણ હજારો રૂપિયાની બચત કરી શકાય છે . જોકે , એક્સચેન્જ ઓફરનો અંતિમ લાભ તમારા જૂના ફોનની સ્થિતિ અને મોડલ પર આધાર રાખે છે .

Realme P4 Pro 5G

Realme P4 Pro 5Gનું 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂપિયા 26,999માં ઉપલબ્ધ છે .  Flipkart Axis Bank Credit Card દ્રારા પેમેન્ટ કરવા પર રૂપિયા 2,300નું ડિસ્કાઉન્ટ મળી શકે છે , ત્યારબાદ તેની અસરકારક કિંમત રૂપિયા 24,699 થઈ જાય છે . આ ઉપરાંત , એક્સચેન્જ ઓફર હેઠળ રૂપિયા 23,700 સુધીની બચતનો લાભ પણ મેળવી શકાય છે .

Samsung Galaxy A36 5G :

Samsung Galaxy A36 5Gનું 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂપિયા 26,999માં લિસ્ટ થયું છે . બેંક ઓફર બાદ રૂપિયા 1,825નું ડિસ્કાઉન્ટ મળતા તેની અસરકારક કિંમત રૂપિયા 25,174 થાય છે . ઉપરાંત , જૂનો ફોન એક્સચેન્જ કરવાથી રૂપિયા 23,700 સુધીનું એક્સચેન્જ વેલ્યુ મળી શકે છે .


Motorola Edge 70 Fusion :

Motorola Edge 70 Fusionનું  8GB RAM + 128GB વેરિઅન્ટ રૂપિયા 29,499માં ઉપલબ્ધ છે . Flipkart Axis Bank Credit Card દ્રારા પેમેન્ટ કરવા પર રૂપિયા 2,900નું ડિસ્કાઉન્ટ મળી શકે છે , જેથી તેની અસરકારક કિંમત રૂપિયા 26,599 થઈ જાય છે . એક્સચેન્જ ઓફર હેઠળ રૂપિયા 26,950 સુધીની બચત પણ શક્ય છે .

Vivo T5x 5G :

Vivo T5x 5Gનું 6GB + 128GB વેરિઅન્ટ રૂપિયા 22,999માં ખરીદી શકાય છે . બેંક ઓફર બાદ રૂપિયા 3,050નું ડિસ્કાઉન્ટ મળતા તેની અસરકારક કિંમત રૂપિયા 19,949 થઈ જાય હે . આ ઉપરાંત એક્સચેન્જ ઓફર રૂપિયા 22,450 સુધીનો લાભ મેળવી શકાય છે .

Motorola Edge 60 Pro : 

Motorola Edge 60 Proનું 8GB + 256GB વેરિઅન્ટ રૂપિયા 29,999માં ઉપલબ્ધ છે . . Flipkart Axis Bank Credit Card દ્રારા પેમેન્ટ કરવા પર રૂપિયા 3,400નું ડિસ્કાઉન્ટ મળતા તેની  અસરકારક કિંમત રૂપિયા 26,599 થઈ જાય છે . સાથે જ જૂનો ફોન એક્સચેન્જ કરીને રૂપિયા 27, 450 સુધીની વધારાની બચત પણ મેળવી શકાય છે .

જો તમે રૂપિયા 30,000ની અંદર નવો 5G સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો , તો Flipkart GOAT Sale 2026 દરમિયાન ઉપલબ્ધ આ ડીલ્સ પર જરૂર નજર કરો . બેંક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર્સનો ઉપયોગ કરીને તમે ફોનને વધુ ઓછી કિંમતે ખરીદી શકો છો .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. iPhone 17 Pro ખરીદવાની સુવર્ણ તક ! Flipkart GOAT Saleમાં ભારે ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર
  2. Realme થી Motorola સુધીના ફોન પર જબરદસ્ત ઓફર્સ ,Flipkart GOAT Saleમાં બેંક અને એક્સચેન્જ લાભ
  3. TCL થી Xiaomi સુધી 55 ઇંચ 4K smart TV પર આકર્ષક ડીલ્સ , Prime Day Saleમાં ખરીદવાની તક
  4. Prime Day Sale 2026 : Redmi , Realme , Lava અને iQOO ના ફોન પર જબરદસ્ત ઓફર્સ , 6 જુલાઈ સુધી મળશે લાભ
  5. Aadhaar સેન્ટર જવાની જરૂર નહીં App થી મફતમાં ઈમેઈલ ID લિંક કરવાની સુવિધા શરૂ
  6. રૂપિયા 84,999 માં મળશે Galaxy S25 Ultra , Prime Day Saleમાં iPhone 17 Pro પર પણ ખાસ ઓફર્સ
  7. ઓનલાઈન ફ્રોડની આશંકા વચ્ચે યુઝરનેમ આધારિત ચેટિંગ ફીચર અંગે સરકાર સખત , Meta સહિત અનેક પ્લેટફોર્મ્સ પાસેથી માંગ્યો જવાબ
  8. મોબાઈલ ચલાવવાનો ખર્ચ વધશે ? Jio - Airtel ટૂંક જ સમયમાં વધારી શકે છે પ્રીપેડ પ્લાનના ભાવ
  9. Vivo નો નવો Pad 5c આવ્યો બજારમાં , 2.8K 144Hz ડિસ્પ્લે અને AI ફીચર્સથી સજ્જ ટેબ્લેટ
  10. AI બધું કરી શકતું નથી , Ford , IBM સહિત અનેક કંપનીઓ ફરી કર્મચારીઓને આપી રહી છે નોકરી
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »