iQOO 16ના સ્પેક્સ લીક , પેરિસ્કોપ કેમેરા અને બેટરી સાથે આવી શકે છે સ્માર્ટફોન

આ સ્માર્ટફોનને 8,500mAhની બેટરી આપવામાં આવી છે . iQOO 16માં પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યું છે

iQOO 16ના સ્પેક્સ લીક , પેરિસ્કોપ કેમેરા અને બેટરી સાથે આવી શકે છે સ્માર્ટફોન

Photo Credit: iQOO

ગયા વર્ષે નવેમ્બરમાં લોન્ચ થયેલા iQOO 15ની જગ્યા લેશે .

હાઇલાઇટ્સ
  • iQOO પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન iQOO 16ને ટૂંક સમયમાં લોન્ચ કરી શકે
  • ગ્રાફિક્સ માટે તેમાં Adreno 850 GPU આપવામાં આવી શકે
  • iQOO 16માં 8,500mAhની મોટી બેટરી આપવામાં આવી શકે
જાહેરાત

ચાઈનીઝ સ્માર્ટફોન કંપની iQOO પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન iQOO 16ને ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે . લોન્ચ  પહેલા જ તેના કેટલાક મહત્વના સ્પેસિફિકેશન્સ ઓનલાઇન લીક થયા છે .લીક અનુસાર , કંપની આ વખતે વધુ મોટી બેટરી, નવા ફ્લેગશિપ પ્રોસેસર અને ગેમિંગ માટે ખાસ ઓપ્ટિમાઇઝેશન સાથે ડિવાઈસ રજૂ કરી શકે છે .

ટિપ્સ્ટર Digital Chat Station એ ચીનના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Weibo પર માહિતી આપતા જણાવ્યું છે કે iQOO 16ના એક એન્જિનિયરિંગ  પ્રોટોટાઇપનું ટેસ્ટિંગ Qualcommના આગામી Snapdragon 8 Elite Gen 6 Pro ચિપસેટ સાથે કરવામાં આવી રહ્યું છે . ગ્રાફિક્સ માટે તેમાં Adreno 850 GPU આપવામાં આવી શકે છે . ઉપરાંત , સ્માર્ટફોનમાં સિમેટ્રિકલ ડયુઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને વધુ સારી હેપ્ટિક ફીડબેક માટે X - એક્સિસ લિનિયર મોટર પણ મળવાની શક્યતા છે .

લીક મુજબ , iQOO 16માં 8,500mAhની મોટી બેટરી આપવામાં આવી શકે છે , જે હાલના ફ્લેગશિપ સ્માર્ટફોનની સરખામણીએ વધુ ક્ષમતા ધરાવશે . સુરક્ષા માટે તેમાં 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર મળી શકે છે . ફોટોગ્રાફી માટે કંપની પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો પણ આપી શકે છે . તાજેતરમાં આ સ્માર્ટફોન 12601 મોડલ નંબર સાથે IMEI ડેટાબેસમાં પણ જોવા મળ્યો હતો .

કેટલાક પહેલાના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મેમરી ચિપ્સના વધતા ભાવને કારણે iQOO 16ને ભારતીય બજારમાં લોન્ચ કરવાની શક્યતા ઓછી છે . જોકે , કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી .

પરફોર્મન્સ અને ગેમિંગને વધુ અસરકારક બનાવવા માટે iQOO 16માં નવી ડિઝાઈનવાળી થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમ આપવામાં આવી શકે છે , જે લાંબા સમય સુધી ગેમિંગ દરમિયાન ડિવાઈસનું તાપમાન નિયંત્રિત રાખવામાં મદદ કરશે .

ગયા વર્ષે લોન્ચ થયેલા iQOO 15 માં 6.85 ઈંચનું Samsung M14 8T LTPO AMOLED 2K ડિસ્પ્લે , 144Hz રિફ્રેશ રેટ અને 6,000 nits પીક બ્રાઇટનેસ આપવામાં આવી હતી . તેમાં Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર , 50MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ , 32MP ફ્રન્ટ કેમેરા , AI ફીચર્સ તેમજ 7,000mAh બેટરી સાથે 100W વાયર્ડ અને 40W વાયરલેસ  ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Samsung Galaxy F70 Proએ Snapdragon 6 Gen 3, 8GB RAM સાથે જોવા મળ્યો Geekbench પર
  2. ક્યારે અને ક્યાં ફીચર્સ સાથે લોન્ચ થશે Lava Virat V1 5G અને Virat V1? બધું અહીં જાણો
  3. હવેથી નહીં રદ કરી શકે કેબ ડ્રાઈવરો એરપોર્ટ અને હોસ્પિટલની રાઈડ : મહારાષ્ટ્રમાં નવા નિયમો
  4. ડયુઅલ રિયર કેમેરા અને બે કલર વિકલ્પો સાથે 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે OnePlus N6x
  5. Moto Pad 70 ની લોન્ચ તારીખ જાહેર , Dimensity 6400 ચિપસેટ અને Moto Pen સાથે આવશે
  6. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
  7. Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
  8. જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના
  9. ભારતમાં Ray - Ban Meta Smart Glasses રૂપિયા 29,900ની શરૂઆતની કિંમતે , આવ્યા ફરી ચર્ચામાં
  10. 200 મેગાપિક્સલવાળો Vivo X300 Pro મેળવો 10,000 રૂપિયા સુધીની છૂટ સાથે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »