Samsung Galaxy Unpacked 2026 લાઈવ કેવી રીતે જોવું ? જાણો લોન્ચ થનારા ડિવાઇસની વિગતો

Samsung આજે Samsung Galaxy Unpacked 2026 ઇવેન્ટ યોજી રહી છે

Samsung Galaxy Unpacked 2026   લાઈવ કેવી રીતે જોવું ? જાણો લોન્ચ  થનારા ડિવાઇસની વિગતો

Photo Credit: Pexels/Aibek Skakov

Samsung

હાઇલાઇટ્સ
  • Samsung Galaxy Unpacked 2026 ઇવેન્ટ આજે 22 જુલાઈએ લંડનમાં
  • Samsung Galaxy Z Fold 8 માં 7.6 ઇંચની Dynamic AMOLED 2X ઇનર ડિસ્પ્લે
  • Samsung Galaxy Watch 9 બે સાઈઝમાં રજૂ થઈ શકે છે
જાહેરાત

Samsung આજે યુકેના લંડનમાં Galaxy Unpacked 2026   ઇવેન્ટનું આયોજન કરી રહી છે . કંપની આ ઇવેન્ટ દરમિયાન નવી જનરેશનના ફોલ્ડેબલ સ્માર્ટફોન અને સ્માર્ટવોચ રજૂ કરી શકે છે . આ અપેક્ષિત ડિવાઈસોમાં Samsung Galaxy Z Fold 8 , Galaxy Z Fold 8 Ultra, Galaxy Z Flip 8 , Galaxy Watch 9 અને Galaxy Watch Ultra 2નો સમાવેશ થાય છે . ભારતમાં પણ નવા ફોલ્ડેબલ ફોનનું પ્રી - રિઝર્વેશન થઈ ચૂક્યું છે . આ ઇવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ Samsung ની ઓફિશિયલ વેબસાઈટ અને YouTube ચેનલ પર કરવામાં આવશે .

Samsung Galaxy Unpacked 2026  Live Streaming કેવી રીતે જોવી ?

Samsung Galaxy Unpacked 2026  ઇવેન્ટ આજે 22 જુલાઈએ લંડનમાં બપોરે 2 વાગ્યે BST મુજબ યોજાશે . ભારતીય સમય મુજબ આ ઇવેન્ટ સાંજે 6:30 વાગ્યે શરૂ થશે . રસ ધરાવતા યુઝર્સ Samsungની ઓફિશિયલ વેબસાઈટ અથવા YouTube ચેનલ પર તેનું લાઈવ પ્રસારણ જોઈ શકશે .

Samsung Galaxy Z Fold 8 :

લીક્સ અનુસાર Samsung Galaxy Z Fold 8 માં 7.6 ઇંચની Dynamic AMOLED 2X ઇનર ડિસ્પ્લે મળશે, જે 120Hz LTPO એડેપ્ટિવ રિફ્રેશ રેટને સપોર્ટ કરશે . સાથે 5.5 ઇંચની કવર ડિસ્પ્લે પણ મળશે ફોનમાં Qualcomm Snapdragon 8 Ultra પ્રોસેસર આપવામાં આવી શકે છે . તેમાં 12GB RAM અને 1TB સુધીનું સ્ટોરેજ મળવાની શક્યતા છે .

Samsung Galaxy Z Fold 8 Ultra :

Galaxy Z Fold 8 Ultraમાં 5,000mAh બેટરી આપવામાં આવી શકે છે , જે 25W થી 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે . કેમેરાની વાત કરીએ તો તેમાં 50 મેગાપિક્સલનો અલ્ટ્રા - વાઈડ એંગલ કેમેરા મળવાની અપેક્ષા છે .

Galaxy Z Flip 8 :

Galaxy Z Flip 8માં Qualcomm Snapdragon 8 Elite Gen 5 અથવા Exynos 2600 ચિપસેટનો વિકલ્પ મળી શકે છે . ફોનમાં 12GB RAM સાથે 256GB અને 512GB સ્ટોરેજ વિકલ્પ ઉપલબ્ધ રહેવાની શક્યતા છે .

Samsung Galaxy Watch 9 અને Watch Ultra 2 :

નવી Samsung Galaxy Watch 9 બે સાઈઝમાં રજૂ થઈ શકે છે . તેમાં 40mm અને 44mm બ્લૂટૂથ મોડલ મળવાની અપેક્ષા છે . જયારે Galaxy Watch Ultra 2માં 47mm LTE વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. UPI માટે ઓફલાઈન પેમેન્ટ ફીચર આવી શકે છે , NFC ટેક્નોલોજીથી થશે ટ્રાન્ઝેક્શન
  2. Samsung Galaxy Unpacked 2026 લાઈવ કેવી રીતે જોવું ? જાણો લોન્ચ થનારા ડિવાઇસની વિગતો
  3. Samsung Galaxy S25 5G ખરીદવાનો સારો મોકો , ડિસ્કાઉન્ટ સાથે એક્સચેન્જ ઓફરનો પણ લાભ
  4. Redmi Note 17 Pro Max ટૂંક સમયમાં આવી શકે છે , 10,000mAh બેટરી અને Dimensity 7500 મળવાની ચર્ચા
  5. Portronicsનું નવું Pure Sound Pro X2 હોમ થિયેટર 5,999 રૂપિયાની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ
  6. Samsung Galaxy Z Fold 8 Ultra સહિત નવા ફોલ્ડેબલ અને સ્માર્ટવોચની કિંમત સામે આવી
  7. iPhone 15 ખરીદવાની સારી તક , Flipkart પર ભારે ડિસ્કાઉન્ટ સાથે બેંક અને એક્સચેન્જ ઓફર
  8. REDMAGIC Astra 2 વૈશ્વિક બજારમાં લોન્ચ , 8300mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ જેવી શક્તિશાળી સુવિધાઓ મળી
  9. Honor X7e Plus 5Gમાં 120Hz ડિસ્પ્લે , AI ફીચર્સ અને IP69 રેટિંગ જાણો કિંમત
  10. Google Pixel 11a લોન્ચ પહેલા વિગતો સામે આવી , જાણો સંભવિત ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »