Samsung Galaxy Z Flip 7 FE 5G રિલાયન્સ ડિજિટલ પર ઓછી કિંમતે ઉપલબ્ધ છે
Photo Credit: Samsung
Samsung Galaxy Z Flip 7 FE 5G માં 10 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે .
જો તમે Samsung Galaxy Z Flip 7 FE 5G ખરીદવાનું વિચારી રહ્યા છો , તો તમારા માટે સારો મોકો છે . સેમસંગનો આ ફોલ્ડેબલ સ્માર્ટફોન હાલમાં રિલાયન્સ ડિજિટલ પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . બેંક ઓફર્સનો લાભ લઈને ગ્રાહકો ફોનને તેની લોન્ચ કિંમત કરતા રૂપિયા 10,000 ઓછા ભાવે ખરીદી શકે છે . જો તમે પ્રીમિયમ ડિઝાઈન અને આધુનિક ફીચર્સ ધરાવતો ફોલ્ડેબલ ફોન લેવા માંગતા હો , તો આ ડીલ તમારા માટે ફાયદાકારક બની શકે છે .
Samsung Galaxy Z Flip 7 FE 5G નું 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ રિલાયન્સ ડિજિટલ પર રૂપિયા 89,999માં લિસ્ટેડ છે . જોકે , ICICI Bank , SBI અને HDFC Bankના ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવાથી રૂપિયા 10,000 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે . આ ઓફર બાદ ફોનની અસરકારક કિંમત રૂપિયા 79,999 થઈ જાય છે , જે તેની લોન્ચ કિંમત કરતા નોંધપાત્ર ઓછી છે .
ફીચર્સની વાત કરીએ તો , આ ફોનમાં 6.7 ઇંચની Dynamic AMOLED 2X મુખ્ય ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 1Hz થી 120Hz સુધીનો રિફ્રેશ રેટ અને 2,600 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . આ ઉપરાંત , બહારની બાજુએ 3.4 ઇંચની Super AMOLED કવર ડિસ્પ્લે પણ આપવામાં આવી છે . જે ફોન બંધ હોય ત્યારે પણ અનેક કામ સરળ બનાવે છે .
આ સ્માર્ટફોન Exynos 2400 પ્રોસેસરથી સંચાલિત છે , તેમાં 8GB RAM સાથે 128GB 256GB સ્ટોરેજના વિકલ્પ મળે છે . ફોન Android 16 આધારિત One UI 8 પર ચાલે છે , જે સ્મૂથ અને અપડેટેડ યુઝર અનુભવ આપે છે .
કેમેરાની વાત કરીએ તો , કેમેરા વિભાગમાં પાછળની બાજુએ 50 મેગાપિક્સલનો અલ્ટ્રા - વાઈડ કેમેરો આપવામાં આવ્યો છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 10 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળે છે . આ ફોનમાં પાવર માટે 4,000mAhની બેટરી આપવામાં આવી છે , જે 25W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . આ ઉપરાંત ધૂળ અને પાણીથી સુરક્ષા માટે ફોનને IP48 રેટિંગ આપવામાં આવ્યું છે . ફોન ખોલ્યા બાદ તેની જાડાઈ માટે 6.9mm અને ફોલ્ડ કર્યા બાદ 14.9mm રહે છે , જ તેને સ્ટાઈલિશ અને ઉપયોગમાં સરળ બનાવે છે .
જાહેરાત
જાહેરાત
Huawei Mate 90 Series Launch Timeline Revealed in New Leak; Mate XT 2 May Arrive Separately
Xiaomi, Apple, Google Reportedly Join Hands to Advance Qi 50W Wireless Charging Standard