કોઈ વધારાના ખર્ચ વિના Spotify Premium કેવી રીતે મેળવી શકાય તે અહીં છે
Photo Credit: Vodafon Idea
આ ઓફર ફેમિલી પ્લાન્સના ખાસ એકાઉન્ટ ધારકોને મળશે .
ભારતમાં પોસ્ટપેઈડ ગ્રાહકો માટે મનોરંજનનો અનુભવ સારો બનાવવા વોડાફોન આઈડિયા ( Vi ) એ લોકપ્રિય મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Spotify સાથે ભાગીદારી કરી છે . આ ભાગીદારી હેઠળ પસંદગીના Vi પોસ્ટપેઈડ ગ્રાહકોને ત્રણ મહિના સુધી Spotify Premium સબ્સ્ક્રિપ્શન બિલકુલ મફતમાં મળશે . આ ઓફર આજથી એટલે કે 27 જૂને અમુક પર્સનલ અને ફેમિલી પોસ્ટપેઈડ પ્લાન પર ઉપલબ્ધ છે . આ ઓફર ફેમિલી પ્લાન્સના ખાસ એકાઉન્ટ ધારકોને મળશે .
Vi ના જણાવ્યા અનુસાર , હાલના તેમજ નવા પોસ્ટપેઈડ ગ્રાહકો આ ઓફરનો લાભ લઈ શકે છે . જોકે , આ સુવિધા માત્ર એવા ગ્રાહકો માટે છે જેમણે પહેલા Spotify Premium નું સબ્સ્ક્રિપ્શન લીધું ન હોય . ગ્રાહકો Vi એપ દ્રારા આ ઓફર સરળતાથી રિડીમ કરી શકશે .
Vi ના ચીફ માર્કેટિંગ ઓફિસર અવનીશ ખોસલાએ જણાવ્યું કે Spotify સાથેની ભાગીદારી દ્રારા કંપની પોતાના ગ્રાહકોને વધુ સારી મનોરંજન સેવાઓ આપવા માંગે છે . તેમના જણાવ્યા મુજબ , આ ભાગીદારી Vi ને પોસ્ટપેઈડ ગ્રાહકો માટે વધુ આકર્ષક બનાવશે .
Spotify Premium નો લાભ Vi ના રૂપિયા 451, રૂપિયા 551, રૂપિયા 751 અને રૂપિયા 1,201 ( REDX ) ના પર્સનલ પોસ્ટપેઈડ પ્લાન સાથે મળશે . આ ઉપરાંત રૂપિયા 701 , રૂપિયા 751, રૂપિયા 871, રૂપિયા 1,201 , રૂપિયા 1301, રૂપિયા 1401, રૂપિયા 1526 અને રૂપિયા 1601 ( REDX Family ) પ્લાનમાં પણ આ સુવિધા સામેલ છે . ફેમિલી પ્લાનમાં Spotify Premium નો લાભ માત્ર મુખ્ય એકાઉન્ટ ધારકને મળશે .
ત્રણ મહિનાનો મફત સમયગાળો પૂર્ણ થયા બાદ ગાહકો ઈચ્છે તો Vi ની "Add તો Bill " સુવિધા દ્રારા દર મહિને રૂપિયા 139 ચૂકવી Spotify Premium ચાલુ રાખી શકશે .
Spotify Premium 10 કરોડથી વધુ ગીતો જાહેરાત વગર સાંભળવાની સુવિધા મળે છે . આ ઉપરાંત યુઝર્સ ગીતો અને પ્લેલિસ્ટ ઑફલાઇન ડાઉનલોડ કરી શકે છે , બેસ્ટ ક્વોલિટીનો અવાજ સાંભળી શકો છો , પોતાની પસંદ મુજબ ગીતો કોઈપણ ક્રમમાં વગાડી શકે છે અને મ્યુઝિક સાંભળવાનો વધુ સરળ તથા આનંદદાયક અનુભવ મેળવી શકે છે .
જાહેરાત
જાહેરાત
Vivo X Fold 6 Launched With 7,000mAh Battery, 8.02-Inch Samsung M14 Foldable Display: Price, Specifications