Samsung Galaxy Z Fold 8 Ultra સહિત નવા ફોલ્ડેબલ અને સ્માર્ટવોચની કિંમત સામે આવી

Samsung આ અઠવાડિયાના અંતે તેનું Galaxy Unpacked ઇવેન્ટ યોજવા જઈ રહ્યું છે

Samsung Galaxy Z Fold 8 Ultra સહિત નવા ફોલ્ડેબલ અને સ્માર્ટવોચની કિંમત સામે આવી

Photo Credit: Samsung

Samsung Galaxy Z Fold 7માં 200 મેગાપિક્સલનો કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • Roland Quandt એ પોર્ટુગલના રિટેલર PCDiga ની લિસ્ટિંગ શેર કરી
  • Samsung આ અઠવાડિયાના અંતે તેનું Galaxy Unpacked ઇવેન્ટ યોજવા જઈ રહ્યું
  • Samsung Galaxy Z Fold 7માં 200 મેગાપિક્સલનો કેમેરા
જાહેરાત

Samsung આ અઠવાડિયાના અંતે તેનું Galaxy Unpacked ઇવેન્ટ યોજવા જઈ રહ્યું છે . આ ઇવેન્ટ દરમિયાન કંપની નવી પેઢીના ફોલ્ડેબલ સ્માર્ટફોન , સ્માર્ટવોચ અને અન્ય એક્સેસરીઝ લોન્ચ કરે તેવી અપેક્ષા છે . લોન્ચ પહેલા જ અનેક લીક્સ  અને રિપોર્ટ્સમાં નવા ડિવાઇસ વિશે મહત્વની માહિતી સામે આવી ચુકી છે . હવે એક ઓનલાઇન રિટેલરની વેબસાઈટ પર Galaxy Z Fold 8, Galaxy Z Fold 8 Ultra,Galaxy Z Flip 8 અને  Galaxy Watch 9 seriesની સંભવિત યુરોપિયન કિંમતો તેમજ સ્ટોરેજ વેરિઅન્ટસ લીક થયા છે .

ટિપસ્ટર Roland Quandt એ પોર્ટુગલના રિટેલર PCDiga ની લિસ્ટિંગ શેર કરી છે , જેમાં Samsungના આગામી પ્રોડક્ટ્સની વિગતો જોવા મળી હતી . જોકે પોર્ટુગલમાં 23 ટકા VAT લાગુ હોવાથી ત્યાં દર્શાવાયેલી કિંમતો અન્ય દેશોની સરખામણીએ વધુ હોઈ શકે છે .

લીક મુજબ Samsung Galaxy Z Flip 8ના 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત EUR 1,349 ( આશરે 1.48 લાખ ) અને 512GB વેરિઅન્ટની કિંમત EUR 1,549 ( આશરે રૂપિયા 1.71 લાખ ) હોઈ શકે છે . બીજી તરફ Galaxy Z Fold 8ના 256GB , 512GB અને 1TB સ્ટોરેજ મોડલની સંભવિત કિંમત અનુક્રમે EUR 2,069 ( આશરે 2.28 લાખ ) EUR 2,269 ( આશરે 2.50 લાખ ) અને EUR 2,669 (આશરે 2.94 લાખ ) જણાવવામાં આવી છે .

આ વર્ષે Samsung તેના બુક સ્ટાઈલ ફોલ્ડેબલ સ્માર્ટફોનને Galaxy Z Fold 8 Ultra માંથી રજૂ કરી શકે છે . લીક અનુસાર , તેના 256GB સ્ટોરેજ મોડલની કિંમત EUR 2,269 ( આશરે 2.50 લાખ ) , 512GB મોડલની કિંમત EUR 2,469 ( આશરે 2.72 લાખ ) અને 1TB મોડલની કિંમત EUR 2,869 ( આશરે 3.16 લાખ ) હોઈ શકે છે .

સ્માર્ટફોન ઉપરાંત Samsungની નવી સ્માર્ટવોચ સિરીઝની કિંમતો પણ લીક થઈ છે . Galaxy Watch 9 ના 40mm બ્લૂટૂથ મોડલની શરૂઆતની કિંમત EUR 409.90 ( આશરે રૂપિયા 45,000) અને 44mm બ્લૂટૂથ વેરિઅન્ટની કિંમત EUR 439.90 ( આશરે રૂપિયા 48,000) હોવાની શક્યતા છે . જયારે Galaxy Watch Ultra 2 ના 47mm LTE મોડલની સંભવિત કિંમત EUR 749.90 ( આશરે રૂપિયા 83,000) હોવાનું રિટેલર લિસ્ટિંગમાં દર્શવવામાં આવ્યું છે . જોકે Samsungએ હજુ સુધી આ કિંમતો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Portronicsનું નવું Pure Sound Pro X2 હોમ થિયેટર 5,999 રૂપિયાની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ
  2. Samsung Galaxy Z Fold 8 Ultra સહિત નવા ફોલ્ડેબલ અને સ્માર્ટવોચની કિંમત સામે આવી
  3. iPhone 15 ખરીદવાની સારી તક , Flipkart પર ભારે ડિસ્કાઉન્ટ સાથે બેંક અને એક્સચેન્જ ઓફર
  4. REDMAGIC Astra 2 વૈશ્વિક બજારમાં લોન્ચ , 8300mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ જેવી શક્તિશાળી સુવિધાઓ મળી
  5. Honor X7e Plus 5Gમાં 120Hz ડિસ્પ્લે , AI ફીચર્સ અને IP69 રેટિંગ જાણો કિંમત
  6. Google Pixel 11a લોન્ચ પહેલા વિગતો સામે આવી , જાણો સંભવિત ફીચર્સ
  7. Samsung Galaxy S25 FE 5G ખરીદવાનો સારો મોકો , બેંક ઓફર સાથે મળશે વધુ બચત
  8. બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે સરકાર સોશિયલ મીડિયા નિયમો કડક બનાવી શકે
  9. TRAIની નવી યોજના , સ્પામ કોલ અને મેસેજ સામે કર્યવાહી થશે વધુ ઝડપી
  10. Asus Pad T3201 માં Dimensity 8300 ચિપ અને 9,000mAh બેટરી , લોન્ચ તારીખ જાહેર
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »