Vivo T5x 5Gને મળ્યો નવો Fusion Red કલર , 30 જુલાઈથી શરૂ થશે વેચાણ

Vivo T5x 5Gમાં 7,200mAhની મોટી બેટરી છે , જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . એક વખત સંપૂર્ણ ચાર્જ કર્યા પછી ફોન 40 કલાક સુધી વિડીયો પ્લેબેક અને 93 કલાક સુધી મ્યુઝિક પ્લેબેક આપી શકે છે

Vivo T5x 5Gને મળ્યો નવો Fusion Red કલર , 30 જુલાઈથી શરૂ થશે વેચાણ

Photo Credit: Vivo

Vivo T5x 5Gમાં MediaTek Dimensity 7400 Turbo પ્રોસેસર આપવામાં આવ્યું છે

હાઇલાઇટ્સ
  • 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 18,999માં ઉપલબ્ધ
  • સ્માર્ટફોનમાં 6.76 ઇંચની Full HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવી
  • ફોનમાં 50MPનો મુખ્ય કેમેરો અને 2MPનો ડેપ્થ કેમેરો આપવામાં આવ્યો
જાહેરાત

Vivo એ ભારતમાં તેના સૌથી લોકપ્રિય સ્માર્ટફોન Vivo T5x 5G ને નવા ' Fusion Red ' કલરમાં લોન્ચ કર્યો છે . કંપનીએ ફોનને આ વર્ષે માર્ચમાં Star Silver અને Cyber Green કલરમાં રજૂ કર્યો હતો . હવે નવા Fusion Red  કલર વિકલ્પ સાથે તેને વધુ આકર્ષક લુક આપવામાં આવ્યો છે . નવા કલર સિવાય ફોનના તમામ ફીચર્સ પહેલાની જેમ જ રાખવામાં આવ્યા છે .  MediaTek Dimensity 7400 Turbo પ્રોસેસર , 50MP ડયુઅલ રિયર કેમેરા , 32MP સેલ્ફી કેમેરા અને 7,200mAhની મોટી બેટરી પણ આપવામાં આવી છે , જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે .

Vivo T5x 5G ની કિંમત :

Vivo T5x 5Gના 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 18,999માં ઉપલબ્ધ છે , જયારે 8GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 20,999 અને 8GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 22,999 રાખવામાં આવી છે . Vivo T5x 5Gના  નવા ' Fusion Red ' કલરનું વેચાણ 30 જુલાઈથી  Vivoની સત્તાવાર ઈ - સ્ટોર , ફ્લિપકાર્ટ અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે .

Vivo T5x 5G ના ફીચર્સ :

આ સ્માર્ટફોનમાં 6.76 ઇંચની Full HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 120Hz nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . મોટી ડિસ્પ્લે હોવાના કારણે વિડીયો જોવાનું અને ગેમિંગનો અનુભવ વધુ સારો બને છે . ફોનમાં MediaTek Dimensity 7400 Turbo પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે દૈનિક ઉપયોગ ઉપરાંત મલ્ટિટાસ્કિંગ અને ગેમિંગ માટે પણ સારો પરફોર્મન્સ આપે છે . આ સ્માર્ટફોન Android 16 આધારિત OriginOS 6 પર કામ કરે છે .

ફોટોગ્રાફી માટે ફોનમાં 50MPનો મુખ્ય કેમેરો અને 2MPનો ડેપ્થ કેમેરો આપવામાં આવ્યો છે . આ કેમેરા પોર્ટ્રેટ અને સામાન્ય ફોટોગ્રાફી માટે ઉપયોગી છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે .

કનેક્ટિવિટી માટે ફોનમાં 5G , Wi-Fi , Bluetooth , GPS , BeiDou અને USB Type-C પોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે . તેમાં 7,200mAhની મોટી બેટરી છે , જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . કંપનીના જણાવ્યા મુજબ , એક વખત સંપૂર્ણ ચાર્જ કર્યા પછી ફોન 40 કલાક સુધી વિડીયો પ્લેબેક અને 93 કલાક સુધી મ્યુઝિક પ્લેબેક આપી શકે છે . ફોનનું વજન લગભગ 219 ગ્રામ છે અને સુરક્ષા માટે તેમાં સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. લોન્ચ પહેલા Vivo S2 ની કિંમત અને ફીચર્સ આવ્યા સામે , 120Hz કર્વ્ડ ડિસ્પ્લે મળવાની શક્યતા
  2. 1TB ડેટા લીકના દાવા વચ્ચે બેંક ઓફ બરોડાની સફાઈ , ફોરેન્સિક તપાસ શરૂ
  3. Vivo T5x 5Gને મળ્યો નવો Fusion Red કલર , 30 જુલાઈથી શરૂ થશે વેચાણ
  4. હેન્ડ્સ ફ્રી અનુભવ માટે Pebbleના SEEQ AI સ્માર્ટ ગ્લાસીસ લોન્ચ , કિંમત રૂપિયા 9,999થી શરૂ
  5. બેંકિંગ અને ઓનલાઇન ડેટાની સુરક્ષા પર ક્વોન્ટમ કમ્પ્યુટરનો ખતરો , નવી ટેક્નોલોજી પર કામ શરૂ
  6. પ્રથમ સેલ્ફી વિડીયો બન્યો સુપરહિટ , PM મોદીના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 105 મિલિયન પાર
  7. ટચસ્ક્રીન MacBook તરફ Appleનું મોટું પગલું OLED ડિસ્પ્લે સાથે આવી શકે નવું મોડલ
  8. Vi Movies & TV પેક આવ્યું , રૂપિયા 200માં OTT સબ્સ્ક્રિપ્શન સાથે 30GB ડેટા
  9. ChinaJoy ઇવેન્ટમાં આવી શકે છે Redmi K100 સિરીઝ , લીક્સમાં સામે આવ્યા મોટા ફીચર્સ
  10. દેશમાં ડિજિટલ કનેક્ટિવિટીનો વિસ્તાર , ગામડાઓ સુધી પહોંચ્યું 4G અને 5G
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »