Spotify સાથે Vi ની ભાગીદારી , પસંદગીના પોસ્ટપેઈડ પ્લેનમાં મળશે ખાસ લાભ

કોઈ વધારાના ખર્ચ વિના Spotify Premium કેવી રીતે મેળવી શકાય તે અહીં છે

Spotify સાથે Vi ની ભાગીદારી , પસંદગીના પોસ્ટપેઈડ પ્લેનમાં મળશે ખાસ લાભ

Photo Credit: Vodafon Idea

આ ઓફર ફેમિલી પ્લાન્સના ખાસ એકાઉન્ટ ધારકોને મળશે .

હાઇલાઇટ્સ
  • Vi પોસ્ટપેઈડ ગ્રાહકોને ત્રણ મહિના સુધી Spotify Premium સબ્સ્ક્રિપ્શન બિલ
  • હાલના તેમજ નવા પોસ્ટપેઈડ ગ્રાહકો આ ઓફરનો લાભ લઈ શકે
  • Spotify સાથેની ભાગીદારી દ્રારા કંપની પોતાના ગ્રાહકોને વધુ સારી મનોરંજન
જાહેરાત

ભારતમાં પોસ્ટપેઈડ ગ્રાહકો માટે મનોરંજનનો અનુભવ સારો બનાવવા વોડાફોન આઈડિયા ( Vi ) એ લોકપ્રિય મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Spotify સાથે ભાગીદારી કરી છે . આ ભાગીદારી હેઠળ પસંદગીના Vi પોસ્ટપેઈડ ગ્રાહકોને ત્રણ મહિના સુધી Spotify Premium સબ્સ્ક્રિપ્શન બિલકુલ મફતમાં મળશે . આ ઓફર આજથી એટલે કે 27 જૂને અમુક પર્સનલ અને ફેમિલી પોસ્ટપેઈડ પ્લાન પર ઉપલબ્ધ છે . આ ઓફર ફેમિલી પ્લાન્સના ખાસ એકાઉન્ટ ધારકોને મળશે .

Vi ના જણાવ્યા અનુસાર , હાલના તેમજ નવા પોસ્ટપેઈડ ગ્રાહકો આ ઓફરનો લાભ લઈ શકે છે . જોકે , આ સુવિધા માત્ર એવા ગ્રાહકો માટે છે જેમણે પહેલા Spotify Premium નું સબ્સ્ક્રિપ્શન લીધું ન હોય . ગ્રાહકો Vi એપ દ્રારા આ ઓફર સરળતાથી રિડીમ કરી શકશે .

Vi ના ચીફ માર્કેટિંગ  ઓફિસર અવનીશ ખોસલાએ જણાવ્યું કે Spotify સાથેની ભાગીદારી દ્રારા કંપની પોતાના ગ્રાહકોને વધુ સારી મનોરંજન સેવાઓ આપવા માંગે છે . તેમના જણાવ્યા મુજબ , આ ભાગીદારી Vi ને પોસ્ટપેઈડ ગ્રાહકો માટે વધુ આકર્ષક બનાવશે .

Spotify Premium નો લાભ  Vi ના રૂપિયા 451, રૂપિયા 551, રૂપિયા 751 અને રૂપિયા 1,201 ( REDX ) ના પર્સનલ પોસ્ટપેઈડ પ્લાન સાથે મળશે . આ ઉપરાંત રૂપિયા 701 , રૂપિયા 751, રૂપિયા 871, રૂપિયા 1,201 , રૂપિયા 1301, રૂપિયા 1401, રૂપિયા 1526 અને રૂપિયા 1601 ( REDX Family ) પ્લાનમાં પણ આ સુવિધા સામેલ છે . ફેમિલી પ્લાનમાં Spotify Premium નો લાભ માત્ર મુખ્ય એકાઉન્ટ ધારકને મળશે .

ત્રણ મહિનાનો મફત સમયગાળો પૂર્ણ થયા બાદ ગાહકો ઈચ્છે તો Vi ની "Add તો Bill " સુવિધા દ્રારા દર મહિને રૂપિયા 139 ચૂકવી Spotify Premium ચાલુ રાખી શકશે .

Spotify Premium 10 કરોડથી વધુ ગીતો જાહેરાત વગર સાંભળવાની સુવિધા મળે છે . આ ઉપરાંત યુઝર્સ ગીતો અને પ્લેલિસ્ટ ઑફલાઇન ડાઉનલોડ કરી શકે છે , બેસ્ટ ક્વોલિટીનો અવાજ સાંભળી શકો છો , પોતાની પસંદ મુજબ ગીતો કોઈપણ ક્રમમાં વગાડી શકે છે અને મ્યુઝિક સાંભળવાનો વધુ સરળ તથા આનંદદાયક અનુભવ મેળવી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Redmi Note 17 Proમાં Snapdragon 6 Gen 5 અને 9000mAh બેટરી મળવાની શક્યતા
  2. Spotify સાથે Vi ની ભાગીદારી , પસંદગીના પોસ્ટપેઈડ પ્લેનમાં મળશે ખાસ લાભ
  3. Realme 16, 16 Pro અને 16 Pro+ ખરીદવા હવે ચૂકવવા પડશે વધુ રૂપિયા , જાણો નવી કિંમત
  4. ફ્લિપકાર્ટ પર Oppo Find X9s સસ્તો થયો , બેંક ઓફરથી મળશે , રૂપિયા 4000 નું વધારાનું ડિસ્કાઉન્ટ
  5. Vivo X Fold 6ની એન્ટ્રી : 8.02 ઇંચ ડિસ્પ્લે , Dimensity 9500 ચિપ અને 1TB સ્ટોરેજનો સપોર્ટ
  6. 5,050mAh બેટરી અને Android 16 સાથે Vivo Y05eના ફીચર્સ આવ્યા સામે
  7. 50MP કેમેરા અને 120W ફાસ્ટ ચાર્જિંગ સાથે Realme GT 7T પર જબરદસ્ત ઓફર
  8. Google Financeમાં નવા પોર્ટફોલિયો ટૂલ્સ અને AI માર્કેટ બ્રીફિંગ્સની એન્ટ્રી
  9. Oppo Reno 16 અને Oppo Reno 16F રજૂ , Snapdragon 7 Gen 4 , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવ્યા
  10. 8849 Tank 5 માં બિલ્ટ - ઇન 2K પ્રોજેક્ટર , 36GB સુધી RAM અને 120W ફાસ્ટ ચાર્જિંગ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »