મધરાત્રિની એલર્ટ બાદ CBS પર બ્રેક ? NDMA એ ચેતવણી સેવા રોકી

ભારત સરકારે મે મહિનામાં શરૂ કરાયેલી સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે

મધરાત્રિની એલર્ટ બાદ CBS પર બ્રેક ? NDMA એ ચેતવણી સેવા રોકી

Photo Credit: Unsplash/ Dominic Wajda

ભારત સરકારે હાલ માટે સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે .

હાઇલાઇટ્સ
  • સેલ બ્રોડકાસ્ટ સેવાને અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી રહી છે
  • આ ટેક્નોલોજી અસરગ્રસ્ત વિસ્તારોમાં લાખો લોકોને ચેતવણીઓ પહોંચાડવામાં સક્ષમ
  • ભારત સરકારે મે મહિનામાં શરૂ કરાયેલી સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ
જાહેરાત

ભારત સરકારે તાજેતરમાં શરૂ કરેલી સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ ( CBS ) ને હાલ પૂરતી સ્થગિત કરી છે . આ સિસ્ટમનો મુખ્ય હેતુ કુદરતી આફતો , ભારે વરસાદ , પૂર , ભૂકંપ , ચક્રવાત અને અન્ય કટોકટીની પરિસ્થિતિઓ દરમિયાન લોકોને તાત્કાલિક ચેતવણીઓ પહોંચાડવાનો હતો . જોકે , લોન્ચ થવાના લગભગ  એક મહિના બાદ જ તેને આગામી સૂચના સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે .

રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA ) દ્રારા 12 જૂને જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું હતું કે કેટલાક મુદ્દાઓ અંગે અધિકારીઓએ ચિંતાઓ વ્યક્ત કરી હતી , જેના કારણે સેલ બ્રોડકાસ્ટ સેવાને અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી રહી છે . જોકે , આ મુદ્દાઓનું ચોક્કસ સ્વરૂપ કે તેના પાછળના કારણો વિશે  કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી .

આ દરમિયાન , " ધ હિન્દુ " ના એક અહેવાલમાં જણાવેલી માહિતી મુજબ આ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે મધ્યરાત્રિ દરમિયાન મોકલાયેલી આપત્તિ ચેતવણી વડા પ્રધાનના મોબાઈલ નંબર પર પણ પહોંચી હતી . જોકે આ દાવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી . નવા અહેવાલો મુજબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગોએ 12 જુનની રાત્રે ચેતવણીઓ મોકલી હતી , જેના કારણે ઘણા લોકોના મોબાઈલ ફોન સાયલન્ટ મોડમાં હોવા છતાં જોરદાર અવાજ સાથે વાગી ઊઠ્યા  હતા .

સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ એવી ટેક્નોલોજી છે , જે ચોક્કસ વિસ્તારમાં સક્રિય રહેલા તમામ મોબાઈલ યુઝર્સને એકસાથે ચેતવણી મોકલી શકે છે . ચેતવણી મળતાં જ ફોનની સ્ક્રીન પર પોપ-અપ મેસેજ દેખાય છે અને સાથે જ ઊંચા અવાજની એલર્ટ ટન પણ સંભળાય છે . કેટલાક આધુનિક ડિવાઈસોમાં આ મેસેજને અવાજ દ્રારા પણ વાંચી અને સંભળાવવામાં આવે છે , જેથી લોકોને માહિતી મળી શકે .

ભારત સરકારે મે 2026માં દેશભરમાં આ સેવા શરૂ કરી હતી . તેને દેશના આપત્તિ ચેતવણી અને કટોકટીના સમયે વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી હતી . SMS ની સરખામણીએ CBS ઇન્ટરનેટ પર આધાર રાખતી નથી અને નેટવર્ક પર ભાર વધ્યો હોય ત્યારે પણ અસરકારક રીતે કામ કરી શકે છે . 

ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયના જણાવ્યા અનુસાર , આ ટેક્નોલોજી અસરગ્રસ્ત વિસ્તારોમાં લાખો લોકોને લગભગ વાસ્તવિક સમયમાં ચેતવણીઓ પહોંચાડવામાં સક્ષમ છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  2. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  3. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  4. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  5. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  6. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  7. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
  8. મોટી બચત કરો iPhoneની ખરીદી Flipkart Freedom Sale 2026માં
  9. Vivo S2 લોન્ચ પહેલા ફીચર્સ અને કિંમત લીક , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે
  10. Xiaomiનો Redmi 17 5G રજૂ , Android 16 અને Unisoc T 8300 પ્રોસેસર મળશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »