iPhone 15 શ્રેણીનું જલવો! ત્રીજા ક્વાર્ટરમાં સૌથી વધુ વેચાણ
2024 ના ત્રીજા ક્વાર્ટરમાં, એપલ નું iPhone 15 શ્રેણી વિશ્વભરમાં સૌથી વધુ વેચાતું સ્માર્ટફોન સાબિત થયું છે. Counterpoint Research ના આ રિપોર્ટ મુજબ, iPhone 15, iPhone 15 Pro Max અને iPhone 15 Pro પહેલાના ત્રણ સ્થાનો પર કબજો જમાવ્યો. ખાસ કરીને, આ વખતે એપલ ના Pro મોડલ્સે કુલ વેચાણમાં અડધો હિસ્સો મેળવ્યો છે, જે દર્શાવે છે કે પ્રીમિયમ હાઈ-એન્ડ ફોન તરફ ગ્રાહકોની માગ વધી રહી છે. સેમસંગ એ ટોચના 10 માં પાંચ સ્થાન મેળવીને પોતાનું મજબૂત સ્થાન કબજાવ્યું છે, જેમાં એ-સિરીઝના મૉડલ્સ પણ શામેલ છે, જે બજેટ શ્રેણીમાં આવતાં ઉપકરણો માટે લોકપ્રિય છે. આ ટોચના 10 મૉડલ્સે વૈશ્વિક બજારમાં 19% શેર કબજાવ્યા છે. આ બંને બ્રાન્ડ્સે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સહિતના અદ્યતન ફીચર્સને પ્રોત્સાહિત કરી પ્રીમિયમ અને બજેટ મોડલ્સ બંને માટે નવા વિકલ્પો ઉભા કર્યા છે, જેના કારણે બજારમાં તેમના બ્રાન્ડ્સ માટે વધુ મજબૂત યોગદાન આવ્યું છે